તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mumbai's Ganeshotsav Changed Form During The Corona Pandemic, Plasma blood Camps Started, Pandals Emptied, On screen Darshan

ગણેશોત્સવ:કોરોના કાળમાં મુંબઈના ગણેશોત્સવનું સ્વરૂપ બદલાયું, પ્લાઝ્મા-બ્લડ કેમ્પ શરૂ કરાયા, પંડાલ ખાલી, સ્ક્રિન પર દર્શન

મુંબઈએક વર્ષ પહેલાલેખક: મનીષ ભલ્લા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોનાએ મુંબઈના ગણેશોત્સવનું સ્વરૂપ બદલી નાખ્યું છે. લાખો ભક્તોના જમાવડાનું સાક્ષી બનનારા ગણેશ મંડળોમાં ભગવાન બિરાજમાન થયા નથી. કેટલાક મંડળોમાં મૂર્તિઓની ઊંચાઈ 4 ફૂટની ઓછી રહી છે. લાલબાગ ના રાજા ગણેશ મંડળે ગલવાન ખીણમાં શહીદ 22 જવાનોના પરિવારોને 2-2 લાખ રૂપિયા શૌર્યચિહ્ન આપ્યા હતા. અનેક ગણેશ મંડળોએ ઉત્સવમાં ખર્ચ થનારી રકમનો સદઉપયોગ કરી પ્લાઝ્મા અને બ્લડ ડોનેશન કેમ્પ લગાવ્યા છે. મંડળોના અનોખા કામ પર એક રિપોર્ટ.

લાલબાગ ના રાજા : સામાજિક કાર્યો પાછળ 3.5 કરોડનો ખર્ચ
દર વર્ષે રોજ 12થી 15 લાખ ભક્તો ઉમડતાં હતાં. અધ્યક્ષ બાલા સાહેબ સુબા કામલીએ જણાવ્યું કે નાની મૂર્તિ સ્થાપિત કરી હોત તો પણ લોકોનો જમાવડો થયો હોત. કોરોનાથી બચવાનો ઉદ્દેશ્ય પૂર્ણ ન થાત, એટલા માટે નક્કી કર્યુ કે આરોગ્યોત્સવ મનાવીશું અને ખર્ચ થનારા 3.5 કરોડ રૂપિયા સામાજિક કાર્યો પાછળ ખર્ચીશું. પ્લાઝ્મા અને બ્લડ ડોનેશન કેમ્પ લગાવ્યાં છે. મુંબઈ પોલીસના શહીદ 128 કોરોના વોરિયર્સના પરિજનોને પણ 1-1 લાખ રૂપિયા આપ્યા છે.

અંધેરીના રાજા : આખી અંધેરીમાં લાઈવ પ્રસારણ
દર વર્ષે બોલિવૂડ સેલિબ્રિટી દર્શન માટે પહોંચે છે. મંડળ અધ્યક્ષ સુબોધ ચિટનીસે જણાવ્યું કે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે. 4 ફૂટની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આખી અંધેરીમાં પંડાલનું લાઈવ પ્રસારણ કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...