મુંબઈમાં આતંકી હુમલાનું જોખમ:ટ્રેનમાં ગેસ-એટેકથી મુસાફરોને લક્ષ્યાંક બનાવી શકે છે આતંકવાદીઓ, એલર્ટ જાહેર કરાયું

એક મહિનો પહેલા
  • ઈન્ટેલિજન્સ એજન્સીએ જીઆરપીને એલર્ટ કર્યું

તાજેતરમાં જ દિલ્હીની સ્પેશિયલ સેલ દ્વારા 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક આરોપી મુંબઈનો ધારાવી વિસ્તારનો છે. દિલ્હી સ્પેશિયલ સેલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા શંકાસ્પદ આતંકવાદી મુંબઈની લોકલ ટ્રેન સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાં આતંકી કાવતરું ઘડવા માંગે છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે રેલવે પોલીસ, એટલે કે જીઆરપીને એજન્સીઓથી સંભવિત આતંકી હુમલાની માહિતી મળી છે.

ઈન્ટેલિજન્સ એજન્સીએ જીઆરપીને એલર્ટ કર્યા છે
હવે ઈન્ટેલિજન્સ એજન્સીએ જીઆરપીને એલર્ટ કર્યા છે કે આતંકવાદી ટ્રેનમાં ગેસ-એટેક અથવા પ્લેટફોર્મ પર યાત્રીઓની ભીડને ગાડીથી કચડી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીની પૂછપરછ દરમિયાન દિલ્હી સ્પેશિયલ સેલને મળેલી માહિતી સિવાય જીઆરપીને આ પ્રમાણેનાં ઘણાં એલર્ટ ઘણી એજન્સીઓ તરફથી મળ્યાં છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે અમને સમયાંતરે આ પ્રમાણેનાં એલર્ટ મળતાં રહે છે. ખાસ કરીને લોકલ ટ્રેન માટે અમે દરેક એલર્ટને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે અને મુસાફરોની સુરક્ષા માટે દરેક પ્રકારનાં પગલાં લઈ રહ્યાં છીએ. દિલ્હી પોલીસની કાર્યવાહી પછી જીઆરપીએ મુંબઈનાં દરેક મોટાં રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી છે અને અમુક એન્ટ્રી અને એક્ઝિટ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારી દીધી
જીઆરપીએ લાઈવ મોકડ્રિલ કરવાનું શરૂ કરી દીધું છે. એમાં અધિકારીને એ શીખવા મળે છે કે આતંકી હુમલા દરમિયાન કેવી રીતે યાત્રીઓને બચાવવાના છે અને આતંકવાદીઓને પકડવાના છે. જીઆરપીએ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે અને જીઆરપી નેશનલ સિક્યોરિટી ગાર્ડ સહિત બીજી એજન્સીઓના સંપર્કમાં છે. જીઆરપી કમિશનર કૈસર ખાલિદે આદેશ આપ્યો છે કે રેલવે સ્ટેશન પર દરેક સમયે પોલીસ સુરક્ષા હાજર હોવી જોઈએ. એ ઉપરાંત સમયાંતરે લાર બોમ અને ડોગ-સ્ક્વોડનું પણ પેટ્રોલિંગ થતું રહેવું જોઈએ, જેથી કોઈપણ ઈમર્જન્સીની સ્થિતિને પહોંચી વળાય.
જીઆરપીએ એ દરેક જગ્યાએ બેરિકેડ્સ અને સ્પીડ-બ્રેકર લગાવ્યાં છે, જ્યાંથી કોઈપણ ગાડી પ્લેટફોર્મ પર આવી શકે. આતંકવાદીઓનો આતંક ફેલાવવાની આ સૌથી સરળ પદ્ધતિ છે, જેના દ્વારા વધુ ને વધુ લોકોનાં મોત નીપજાવી શકાય.

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ અંદાજે સાત હજાર કેમેરા લગાવ્યા
આ સિવાય જીઆરપી દ્વારા એ તમામ જગ્યાની તપાસ કરવામાં આવી રહી છે જે રેલવેની નજીક છે અથવા પ્લેટફોર્મ પર છે, જ્યાં ગેસ-સિલિન્ડરનો ઉપયોગ થાય છે, જેથી આતંકવાદી ગેસ લીક અથવા સિલિન્ડર બ્લાસ્ટ જેવાં કામ ના કરી શકે. રેલવે પોલીસ હવે પાર્સલ બુકિંગ પર પણ ધ્યાન આપી રહી છે. જીઆરપી અધિકારીના જણાવ્યા પ્રમાણે, સમગ્ર રેલવેમાં કુલ 6થી 7 હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. જીઆરપી વધુ કેમેરા પણ લગાવવાની છે, જેથી બાકી વધેલી જગ્યાઓને કવર કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...