તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Front Of Karambir's Eyes Was The Corpse Of His Wife And Two Children, Yet He Continued To Save The Lives Of Others

26/11નો હીરો:કરમબીરની નજરની સામે પત્ની અને બંને બાળકોના મૃતદેહો હતા છતાં તેઓ બીજાના જીવ બચાવતા રહ્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલાની વચ્ચે કરમબીર સિંહ કાંગ તાજ હોટલના મેનેજર હતા. - Divya Bhaskar
મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલાની વચ્ચે કરમબીર સિંહ કાંગ તાજ હોટલના મેનેજર હતા.

મુંબઈમાં થયેલા 26/11ના આતંકી હુમલાની આજે 12મી એનિવર્સરી છે. અમે તમને એક વ્યક્તિ વિશે જણાવી રહ્યા છે, જેમની આંખની સામે તેમની પત્ની અને બે બાળકોનાં શબ પડ્યાં હતાં. જોકે તેઓ બીજાને બચાવવામાં પડ્યા હતા.

અમે વાત કરી રહ્યા છે 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાના સમયના તાજ હોટલના જનરલ મેનેજર રહેલા કરમબીર સિંહ કાંગની. 26 નવેમ્બર 2008ના રોજ આતંકીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં મુંબઈની હોટલ તાજ સળગી રહી હતી. એ સમયે કરમબીર સિંહ કાંગે જે હિમ્મત બતાવી હતી એ લીડરશિપની એક મિસાલ છે.

કાંગને ઘણાં સન્માન મળ્યાં છે
કાંગના સારા કો-ઓર્ડિશનને કારણે હોટલમાંના ઘણા લોકોના જીવ બચી ગયા. જોકે તેમણે પોતાની જ પત્ની નીતિ(40) અને પુત્ર ઉદય(14) અને સમર(5)ને ગુમાવી દીધાં. ત્રણેના મૃતદેહો હોટલમાં તેમના રૂમના એક ટોઇલેટમાંથી મળ્યા. કાંગને તેમના રોલને કારણે ફોર્બ્સ પર્સન ઓફ ધ યર પસંદ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં.

રતન ટાટાને પણ કાંગની ભાવનાથી અશ્ચર્ય થયું
હુમલા પછી પણ રતન ટાટાએ કહ્યું હતું કે હું કાંગની પાસે ગયો અને તેમને કહ્યું કે તમારે કેટલું દુઃખ છે તો તેમણે કહ્યું, સર અમે તાજને અગાઉની જેમ બનાવવા જઈ રહ્યા છે. આ જવાબ સાંભળીને ટાટા હેરાન થઈ ગયા. ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીએ કાંગની હિમ્મત માટે તેમને ઓફિસર ઓફ નેશનલ ઓર્ડર ઓફ મેરિટનું મેડલ આપીને સન્માનિત કર્યા હતા. હુમલાના સમયે હોટલમાં ફ્રાન્સના લોકો પણ હતા.

ફાયરબ્રિગેડના કર્મચારીઓ જ્યારે કાંગના પરિવાર સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું
આતંકી હુમલા પછી તાજ હોટલના છઠ્ઠા માળે જે રૂમમાં આગ લાગી હતી તેમાં કાંગની પત્ની અને 2 બાળકોનાં મોત થઈ ગયાં હતાં. તેમની ચીસો બહાર સુધી સંભળાઈ રહી હતી. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કાંગ દરેક પોલીસવાળા અને ફાયરબ્રિગેડના કર્મચારીઓને હાથ જોડીને વાત કરી રહ્યા હતા. કાંગ પર એ વખતે બેવડી જવાબદારી હતી.

પહેલી જવાબદારી પોતાના પરિવારને સુરક્ષિત કાઢવાની અને બીજી હોટલમાં ફસાયેલા બાકીના લોકોને બચાવવા માટે સુરક્ષા એજન્સીઓની સાથે કો-ઓર્ડિનેશન કરવાની. કાંગની મદદથી ઘણા લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા. જોકે જ્યારે ફાયરબ્રિગેડના જવાન એ રૂમમાં પહોંચ્યા, કાંગની પત્ની અને બંને બાળકોનાં સળગીને મોત થઈ ચૂક્યાં હતાં.

કરમબીરે નામને સાર્થક કર્યું, પિતાએ પણ હિમ્મત વધારી
આતંકી હુમલાની રાતે જ્યારે કાંગે તેના પિતાને બહરીનમાં ફોન કર્યો તો તેમણે એ વાત કહીને હિમ્મત વધારી કે તમે એક બહાદુર શીખ બન્યા. તું એક આર્મી જનરલનો પુત્ર છે. પત્ની અને બાળકોનાં મોતનો ભય કાંગને હલાવી ન શક્યો. તેમણે આ વાતને નસીબ માનીને સ્વીકારી લીધી. આ રીતે કરમબીરે પોતાના નામની સાર્થકતાને સાબિત કરીને બતાવી.