• Gujarati News
  • National
  • Mumbai Rain Photos Latest Update | Heavy Rain In Mumbai Maharashtra Mumbai, Thane, Palghar Weather Forecast Latest Today News

પાણી-પાણી થયેલા મુંબઈની 15 તસવીર:નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો ડૂબ્યા, કમર સુધી ભરાયા પાણી; લોકલ ટ્રેન સેવા પણ ઠપ્પ

6 મહિનો પહેલા
મુંબઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ડૉ. જયંતા સરકારે દાવો કર્યો છે કે મુંબઈમાં બુધવારથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે 10થી 12 જૂન સુધી મુંબઈમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે સમય કરતાં પહેલાં ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે. પરિણામે, 9થી 12 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દરિયામાં હાઈટાઈડ આવવાની પણ શક્યતા છે. આ દરમિયાન 4થી 5 મીટરની લહેરો ઊચી ઊઠી શકે છે.

શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે BMCના કન્ટ્રોલ રૂમ પહોંચ્યા
શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે BMCના કન્ટ્રોલ રૂમ પહોંચ્યા
ભારે વરસાદને કારણે મુંબઈમાં લોકલ ટ્રેન સેવાને કુર્લાથી CSMT સ્ટેશન વચ્ચે રોકી દેવામાં આવી છે.
ભારે વરસાદને કારણે મુંબઈમાં લોકલ ટ્રેન સેવાને કુર્લાથી CSMT સ્ટેશન વચ્ચે રોકી દેવામાં આવી છે.

મુંબઈમાં સવારથી વરસાદ થઈ રહ્યો છે. શહેરના કિંગ સર્કલ, સાયન, અંધેરી, ચેમ્બુર, બોરીવલી, કાંદિવલી અને ઘાટકોપર વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયાં છે. ઘણા વિસ્તારોમાં ગાડીઓ રસ્તા પર ફસાઈ ગઈ છે. BMC અને પોલીસ વિભાગના કર્મચારી રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા છે. વર્કિંગ દિવસ હોવાને કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી થઈ રહી છે.

ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તા પર ટ્રાફિકજામ, પાણી ભરાઈ જવાને કારણે ઘણી ગાડીઓ ફસાઈ.
ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તા પર ટ્રાફિકજામ, પાણી ભરાઈ જવાને કારણે ઘણી ગાડીઓ ફસાઈ.
કિંગ સર્કલમાં કેટલાક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા છે
કિંગ સર્કલમાં કેટલાક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા છે
મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે માર્ગો પર ગાડી ખરાબ થઈ ગઈ છે
મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે માર્ગો પર ગાડી ખરાબ થઈ ગઈ છે
MAFCO માર્કેટના માર્ગો પર વાહનો જોવા મળતા હતા. અહીં તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે
MAFCO માર્કેટના માર્ગો પર વાહનો જોવા મળતા હતા. અહીં તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે
ભારે વરસાદને જોતા મુંબઈમાં લોકલ ટ્રેન સેવાને કુર્લાથી CSMT સ્ટેશન વચ્ચે અટકાવવામાં આવી છે
ભારે વરસાદને જોતા મુંબઈમાં લોકલ ટ્રેન સેવાને કુર્લાથી CSMT સ્ટેશન વચ્ચે અટકાવવામાં આવી છે
મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે.
મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે.
ભારે વરસાદમાં ઓફિસ જતો યુવક, BMC કર્મચારીઓ નાગરિકોને મદદ કરી રહ્યા છે.
ભારે વરસાદમાં ઓફિસ જતો યુવક, BMC કર્મચારીઓ નાગરિકોને મદદ કરી રહ્યા છે.
હાઇટાઇડ અલર્ટને ધ્યાનમાં રાખીને લોકોને દરિયાકિનારા તરફ જતા રોકવામાં આવી રહ્યા છે.
હાઇટાઇડ અલર્ટને ધ્યાનમાં રાખીને લોકોને દરિયાકિનારા તરફ જતા રોકવામાં આવી રહ્યા છે.
મુંબઈના હિંદમાતા વિસ્તારમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ તળાવમાં ફેરવાયા.
મુંબઈના હિંદમાતા વિસ્તારમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ તળાવમાં ફેરવાયા.
મુંબઈના હિંદમાતા વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરતા BMCના અધિકારીઓ.
મુંબઈના હિંદમાતા વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરતા BMCના અધિકારીઓ.
મુંબઈનો હિંદમાતા વિસ્તાર પાણીમાં ગરકાવ.
મુંબઈનો હિંદમાતા વિસ્તાર પાણીમાં ગરકાવ.
મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાયાં.
મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાયાં.
BMC કર્મચારીઓ સવારથી પાણીનો નિકાલ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
BMC કર્મચારીઓ સવારથી પાણીનો નિકાલ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં પણ ભારે વરસાદ
મુંબઈ સિવાય દરિયાકિનારાના કોંકણના સિંધુદુર્ગ, પાલઘર અને થાણેના ઘણા વિસ્તારોમાં આગામી એકથી બે દિવસમાં ભારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. IMDએ મહારાષ્ટ્રમાં શનિવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચવાની આગાહી કરી દીધી છે. અત્યારે ચોમાસું દરિયાકિનારાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...