તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Mumbai Pune (Maharashtra) Coronavirus Cases Update Live | Maharashtra Cronavirus Lockdown Latest News Kota Thane Nashik Akola Jalgaon Kolhapur

કોરોનાનો ડાઉનફોલ શરૂ:મહારાષ્ટ્રમાં લોકડાઉન 15 દિવસ લંબાવવાની આરોગ્ય વિભાગની ભલામણ, ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લેશે

મુંબઈ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલાએ પ્રથમ ડોઝ લીધો ન હોવા છતાં એની પાસે પ્રમાણપત્ર આવ્યું હતું- ભાજપનાં ધારાસભ્ય મિહિર
 • સતત બીજા દિવસે 2 હજારથી ઓછા કેસ આવ્યા, ત્રીજી લહેરથી બચવા માટે BMCએ વેક્સિનેશનની ગાઈડલાઈન જાહેર કરી

ઉદ્ધવ સરકારની કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રી રાજેશ તોપેએ મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રી આ અંગે અંતિમ નિર્ણય લેશે. મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાની કામગીરી હાલ સ્થગિત કરાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિરમ ઈન્સ્ટિટ્યુટના અદર પુનાવાલાએ 20 મે પછી મહારાષ્ટ્રને 1.5 કરોડ ડોઝ કોવિસિલ્ડના આપવાનું મુખ્યમંત્રીને વચન આપ્યું છે. જેવી આ વેક્સિનનો જથ્થો મળશે એટલે અમે 18થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન શરૂ કરીશું.

આજે મહારાષ્ટ્રમાં 46,781 નવા કેસ નોંધાયા છે. 58,805 લોકોને રજા અપાઈ છે અને 816 લોકોના મોત થયા છે.

મુંબઈમાં કોરોનાનો ડાઉનફોલ શરૂ
મુંબઈ સહિત ભારતનાં અન્ય રાજ્યમાં કોરોના પોઝિટિવ આંક પર નજર કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મુંબઈમાં સતત 2 દિવસથી રોજ નવા સંક્રમિત કેસ 2 હજારથી ઓછા અને મહારાષ્ટ્રમાં 40 હજારથી ઓછા સામે આવી રહ્યા છે. રાજ્યમાં સોમવારનાં રોજ 1 લાખ 93 હજાર 330નું ટેસ્ટિંગ કરવાથી 37,276 સંક્રમિત મળી આવ્યા હતા. વળીં મુંબઈમાં 23,061 લોકોનું ટેસ્ટિંગ કરવાથી 1,794 નવા કોરોનાનાં દર્દીઓ મળ્યા હતા.

ટેસ્ટિંગમાં વધારો કરવા છતાં પણ મુંબઈમાં કેસ ઘટ્યા હતા, જ્યારે રાજ્યમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ મૃતકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નહોતો.

મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 40,956 દર્દીઓ મળ્યા, 71,969 સાજા થયા
રાજ્યમાં ગત 24 કલાકમાં 40,956 લોકો સંક્રમિત મળ્યા હતા. 71966 લોકો સાજા થયા અને 793નાં મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 51.79 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 45.81 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 77191 લોકોના મૃત્યુ થયા છે. 5.58 લાખ દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યારસુધી 2.98 કરોડ સેંપલની તપાસ થઈ ચૂકી છે. જેમાંથી 51.79 લાખ લોકો સંક્રમિત મળી આવ્યા છે.

માત્ર મુંબઈની વાત કરીએ તો અહીંયા ગત 24 કલાકમાં 1,717 નવા કેસ મળ્યા હતા. જેમાંથી 6082 દર્દીઓ સાજા થયા અને 51નાં મોત નીપજ્યાં હતા. મુંબઈમાં અત્યારસુધી 6.79 લાખ લોકો મહામારીનો શિકાર બની ગયા છે, જ્યારે 14 હજારે પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે અહીંયા 40 હજાર 162 દર્દીઓ સારવાર હેઠળ છે.

31 મે સુધી લોકડાઉન અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે
રાજ્યનાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ પણ કલમ 144 અને લોકડાઉનને 31 મે સુધી વધારવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જોકે આ અંગે બુધવારની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. મહારાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓમાં લોકડાઉન હોવા છતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેથી કેટલાક મંત્રીઓ અને અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે 15 દિવસ સુધી રાજ્યભરમાં લોકડાઉન વધારી શકાય છે.

મુંબઈમાં આજે માત્ર 45થી વધુ ઉંમરનાં લોકોનું વેક્સિનેશન કરાશે
મુંબઈમાં આજે માત્ર 45થી વધુ ઉંમરનાં લોકોનું વેક્સિનેશન કરાશે

BMC કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે વેક્સિનેશન અંગે હાઉસિંહ સોસાયટીઓમાં અને પ્રાઈવેટ વર્ક સ્પેસ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

 • નોંધણી કરાયેલું ખાનગી કોવિડ વેક્સીનેશન સેન્ટરનાં માધ્યમથી હાઉસિંગ સોસાયટી અને પ્રાઈવેટ વર્કપ્લેસ પર 18 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકો માટે વેક્સિનેશનનું આયોજન કરાશે.
 • જેના માટે પ્રાઈવેટ વર્કસ્પેસ અને હાઉસિંગ સોસાયટીનાં મેનેજમેન્ટે પોતાના એક સીનિયર સ્ટાફને મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવાનો રહેશે.
 • આ વેક્સિનેશન સેન્ટરમાં પ્રાઈવેટ વર્કપ્લેસનાં કર્મચારી, એમના પરિવારજનો, હાઉસિંગ સોસાયટીનાં રહેવાસી, કામવાળા, ડ્રાઈવર સહિત અન્ય 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકો વેક્સિનેશનમાં ભાગ લઈ શકશે.
 • આ માટે તેઓને કોવિન પોર્ટલ પર પહેલા નોંઘણી કરાવવાની રહેશે. જોકે વર્કપ્લેસનાં કેસમાં કર્મચારીઓ ઓન-ધ-સ્પોટ નોંધણી કરાવી શકશે.
 • સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ પ્રકારનાં વેક્સિનેશન માટે નોંધણી કરાયેલા ખાનગી કોવિડ વેક્સિનેશન સેન્ટરોએ કેટલી ચૂકવણી કરવાની રહેશે? આ વાતને સ્થાનિક કાર્યાલય અને હાઉસિંગ સોસાયટીનાં મેનેજમેન્ટ અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરે વાતચીત કરીને નક્કી કરવાની હોય છે.
મુંબઈની એક વ્યક્તિ એની પત્નીને વ્હિસચેર પર હોસ્પિટલ લઈ જઈ રહી છે.
મુંબઈની એક વ્યક્તિ એની પત્નીને વ્હિસચેર પર હોસ્પિટલ લઈ જઈ રહી છે.

લોકલ ટ્રેન, મોનોરેલ પર પ્રતિંબધ યથાવત
મહારાષ્ટ્ર સરકારે મંગળવારનાં રોજ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે કોવિડ 19નાં કેસમાં વધારો નોંધાતા મુંબઈની લોકલ ટ્રેન, મોનો રેલ અને મેટ્રોનાં સંચાલન પર પ્રતિબંધ યાથાવત રહેશે. રાજ્ય સરકારનાં વકીલ પીપી કાકડેએ જસ્ટિસ કેકે તાતેડ અને જસ્ટિસ અભય આહૂજાની બેન્ચને જણાવ્યું હતું કે માત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ અને રાજ્ય સરકારનાં કર્મચારીઓને જ ટ્રેન સેવાઓ, મોનોરેલ અને મેટ્રોનો વપરાશ કરવાની અનુમતિ આપવામાં આવી છે.

સંક્રમણમાં વધારે નોંધાયો હોવા છતાં મુંબઈની દાદર શાકમાર્કેટમાં સોમવારે લોકોની ભીડ ઉમટી પડી હતી.
સંક્રમણમાં વધારે નોંધાયો હોવા છતાં મુંબઈની દાદર શાકમાર્કેટમાં સોમવારે લોકોની ભીડ ઉમટી પડી હતી.

મહારાષ્ટ્રમાં વેક્સિનેશનનું કૌભાંડ
મહારાષ્ટ્ર ભાજપનાં ધારાસભ્ય મિહિર કોટેચાએ રાજ્યમાં વેક્સિન કૌભાંજનો આરોપ લગાવીને આની તપાસ કરવાની માંગ કરી હતી. મુંબઈથી ભાજપ ધારાસભ્ય મિહિરે કહ્યું હતું કે મને એક મહિલાએ વેક્સિનનાં પ્રથમ ડોઝનું પ્રમાણપત્ર બતાવ્યું હતું, પરંતુ એણે તો હજુ સુધી એકપણ ડોઝ નથી લીધો. તેમ છતાં એના ઘરમાં પ્રથમ ડોઝનું પ્રમાણપત્ર પહોંચી ગયું હતું, હવે એને ડર છે કે શું એને પ્રથમ ડોઝ અપાશે કે કેમ.

હાફકીન એક લાખ વેક્સિનનું નિર્માણ કરશે
મ્યૂકોરમાયકોસીસનાં વધતા જતા કેસનાં પરિણામે રાજ્ય સરકારે હાફકીન ઈન્સ્ટીટ્યૂટને 1 લાખ વેક્સિન બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આની સાથે 6 અન્ય કંપનીઓને પણ 3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનો ઓર્ડર આપ્યો છે, જેથી રાજ્યમાં દવાની અછત ન સર્જાય

અન્ય સમાચારો પણ છે...