• Gujarati News
  • National
  • Mumbai Pune (Maharashtra) Coronavirus Cases Numbers Update | Maharashtra Corona Cases District Wise Lockdown Today News; Mumbai Pune Thane Nashik Aurangabad Solapur Amravati

મહારાષ્ટ્રમાં અનલોકની તૈયારી શરૂ:1 જૂનથી 4 ફેઝમાં લોકડાઉનના પ્રતિબંધો હટાવવામાં આવશે, રેડઝોન વાળા 14 જિલ્લામાં હાલ છૂટ નહીં મળે

8 મહિનો પહેલા

સંક્રમણના વધતા નવા કેસ પર કંટ્રોલ કરતું મહારાષ્ટ્ર હવે અનલોક તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 1 જૂનથી અલગ-અલગ ફેઝમાં અનલોક કરવામાં આવશે. આ માહિતી રાજ્યના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે આપી છે. તેમણે કહ્યું છે કે, આગામી ચાર દિવસોમાં રાજ્યમાં લોકડાઉનમાં ઢીલ આપવા વિશે નિર્ણય કરવામાં આવશે.

રાજ્યમાં 4 ફેઝમાં અનલોકની તૈયારી
પહેલાં અને બીજા તબક્કામાં કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
ત્રીજા તબક્કામાં હોટલ, રેસ્ટોરાં, બાર અને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
ચોથા તબક્કામાં લોકલ સેવા અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
આ સિવાય જે જિલ્લામાં લોકડાઉન અથવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે ત્યાં સ્થિતિને જોઈને નિર્ણય લેવામાં આવશે.

રેડ ઝોનમાં સામેલ જિલ્લાઓને છૂટ નહીં મળે
વડેટ્ટીવારે જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 14 જિલ્લા રેડઝોનમાં છે. તેથી આ જિલ્લાને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં કડક નિયમોમાં છૂટ આપવામાં આવશે. રેડ ઝોન વાળા 14 જિલ્લામાં બુલઢામા, રત્નાગિરી, સાંગલી, યવતમાલ, સિંધુદુર્ગ, અમરાવતી, સોલાપુર, અકોલા, સતાકા, વાશિમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ સામેલ છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. સોમવારે રાજ્યમાં 22 હજાર 122 નવા દર્દીઓ મળ્યા છે. 19 મે પછી રાજ્યમાં સતત સંક્રમિતોની સંખ્યા ઓછી થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 42 હજાર 320 લોકો રિકવર થયા છે.

રાજ્યનો રિકવરી રેટ 92.51 ટકા થઈ ગયો છે. સોમવારે સૌથી રાહતની વાત એ છે કે, 19 એપ્રિલ પછી એટલે કે 35 દિવસ પછી રાજ્યમાં કોરોનાથી મરનારની સંખ્યા 500થી નીચે આવી છે. સોમવારે અહીં 361 લોકોના મોત થયા છે. હાલ રાજ્યમાં ડેથ રેટ 1.59% થઈ ગઈ છે.

કોરોના દર્દીના મોત પર આક્રંદ કરતો પરિવાર
કોરોના દર્દીના મોત પર આક્રંદ કરતો પરિવાર
સ્લમ વિસ્તારમાં એક સંસ્થાએ બાળકોના વાળ કાપી આપ્યા હતા
સ્લમ વિસ્તારમાં એક સંસ્થાએ બાળકોના વાળ કાપી આપ્યા હતા

પુણેમાં 24 કલાકમાં માત્ર 494 નવા કેસ
એક સમયે એક્ટિવ કેસોના મુદ્દે સૌથી ઉપર રહેતા પુણેમાં સોમવારે માત્ર 494 નવા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસના મુદ્દે પુણે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં નંબર વન હતું. ત્યાં એક્ટિવ કેસ હવે 50 હજાર કરતાં ઓછા રહ્યા છે. પુણેમાં હાલ 48 હજાર 258 એક્ટિવ કેસ છે.

લોકડાઉનમાં મહિલાને ટ્રેન સુધી લઈ જતો કુલી
લોકડાઉનમાં મહિલાને ટ્રેન સુધી લઈ જતો કુલી

મહારાષ્ટ્રના અન્ય શહેરોની સ્થિતિ
મુંબઈની વાત કરીએ તો સોમવારે માત્ર 1 હજાર 57 નવા કેસ નોંધાયા છે અને 1 હજાર 312 લોકો રિકવર થયા છે. મુંબઈમાં એક્ટિવ કેસ 28 હજાર 299 છે. થાણેમાં એક્ટિવ કેસોની સંખ્યા 24 હજાર 337 અને નાગપુરમાં 16 હજાર 562 છે.

કોવિડ સેન્ટરમાં હવે ધીમે ધીમે જગ્યાઓ થઈ રહી છે
કોવિડ સેન્ટરમાં હવે ધીમે ધીમે જગ્યાઓ થઈ રહી છે

હમણાં લોકલ ટ્રેનો ચાલુ નહીં કરાય
મહારાષ્ટ્રના રાહત અને પુનર્વાસ મંત્રી વિજય વડેટ્ટીવારે સોમવારે જણાવ્યું છે કે, મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. તેનો અર્થ એ નથી કે કોરોના ખતમ થઈ ગયો છે. બહુ જરૂરી સેવાઓ માટે કર્મચારીઓ માટે લોકલ ટ્રેન સેવા સીમિત કરવાની અસર હવે જોવા મળી રહી છે. તેથી આવનાર આગામી 15 દિવસોમાં કોઈને પણ લોકલ ટ્રેનમાં મુસાફરીની મંજૂરી આપવાનો વિચાર નથી.

અન્ય સમાચારો પણ છે...