તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mumbai Police Inspector Sunil Mane Arrested By NIA, Accused Of Supporting Sachin Vaz

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા વિસ્ફોટક મળવાનો કેસ:NIAએ મુંબઈ પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ માનેની કરી ધરપકડ, સચિન વઝેને સાથ આપવાનો આરોપ

મુંબઈ18 દિવસ પહેલા
NIA સુનીલ માનેને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી માગશે. માનેને 1-2 દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. - ફાઇલ ફોટો.
  • NIAએ શુક્રવારે મુંબઈ પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી
  • સુનીલ માને ત્રીજો પોલીસ અધિકારી છે, જેની એન્ટિલિયાકેસમાં ધરપકડ કરવામાં આવી છે

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી 300 મીટર દૂર મળી આવેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શુક્રવારે મુંબઈ પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી હતી. માને એ જ કેસમાં ધરપકડ કરાયેલા અને સસ્પેન્ડ આસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેકટર સચિન વઝેનો સાથી માનવામાં આવે છે. માણેને આજે બપોરે કોર્ટમાં રજૂ કર્યા બાદ NIA કસ્ટડી લેશે. હવે માને પણ 1-2 દિવસમાં સસ્પેન્ડ થઈ શકે છે.

મહારાષ્ટ્ર ATS માનેની બે વખત કરી ચૂકી છે પૂછપરછ
મહારાષ્ટ્ર ATSની ટીમે પણ માનેની બેવાર પૂછપરછ કરી ચૂકી છે. સુનીલ માને કાંદિવલી ક્રાઇમ બ્રાંચમાં તહેનાત હતો. સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની પત્ની વિમલાએ મહારાષ્ટ્ર ATSને જણાવ્યું હતું કે 4 માર્ચની રાત્રે આઠ વાગ્યે મનસુખ હિરેન જ્યારે ઘરની બહાર આવ્યો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે તેની પાસે કાંદિવલી ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર તાવડે આવવાના છે. હવે એવું માનવામાં આવે છે કે વિમલાએ જે તાવડેનું નામ લીધું હતું તે સુનીલ માને જ હતું.

માને ત્રીજો પોલીસ અધિકારી છે, જેની એન્ટિલિયાકેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં સહાયક પોલીસ-ઇન્સ્પેક્ટર રિયાઝુદ્દીન કાઝીની ધરપકડ કરવામાં આવી હતી. કાઝી પર પણ વિસ્ફોટક મળવાના કેસમાં સચિન વઝેને સાથ આપવાનો આરોપ છે. કાઝીની ન્યાયિક કસ્ટડી પણ આજે સમાપ્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઝીના નિવેદનને આધારે સુનીલ માનેની ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલાં મહારાષ્ટ્ર ATSએ મનસુખ હિરેન હત્યાકેસમાં પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકીની ધરપકડ કરી હતી. કોર્ટના આદેશ બાદ, તેમણે તેમને NIAની કસ્ટડીમાં પણ મોકલી દીધા હતા.

25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાથી 300 મીટર દૂર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો મળી આવી હતી.
25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાથી 300 મીટર દૂર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો મળી આવી હતી.

શું છે સમગ્ર મામલો ?
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ પર મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી 300 મીટર દૂર એક વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી. કારમાંથી 20 જિલેટીન સ્ટિક્સ અને ધમકીભર્યો પત્ર મળી આવ્યાં હતા. 5 માર્ચે તેના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ રેતી બંદરની ખાડીમાંથી મળી આવ્યો હતો. એ બાદ મહારાષ્ટ્ર ATSએ તેમાં હત્યાનો ગુનો નોંધી 2 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ કેસમાં NIAની એન્ટ્રી થઈ હતી અને 13 માર્ચે સચિન વઝેની ધરપકડ કરવામાં આવી હતી.

3 સ્તરે ચાલી રહી હતી એન્ટિલિયા કેસની તપાસ

એન્ટિલિયાની બહારથી જિલેટીન જપ્તીના કેસમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા છે. ત્રણેય કેસોની તપાસની હાલની સ્થિતિ નીચે મુજબ છે.

  • પહેલો કેસ મનસુખ હિરેનની સ્કોર્પિયો ચોરી થવાનો છે, જેમાં મુંબઇની ગામદેવી પોલીસ તપાસ કરી રહી છે.
  • બીજો કેસ અંબાણીના ઘરની નજીક મળેલી જિલેટીનથી ભરેલી સ્કોર્પિયોનો છે. એની તપાસ NIAના હાથમાં છે. આ જ કેસમાં સચિન વઝેની ધરપકડ કરવામાં આવી છે.
  • ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાનો છે. આ કેસમાં મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી હતી. હવે થાણે કોર્ટના આદેશ બાદ આ કેસ NIAને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જોકે ATSએ હજુ સુધી આ કેસ બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો