• Gujarati News
  • National
  • Mumbai Police Arrested A 21 year old Engineering Student From Bengaluru, Delhi Police Launched An Investigation

બુલી બાઈ એપ કેસ:મુંબઈ પોલીસે બેંગલુરુથી 21 વર્ષના એન્જિનિયર સ્ટુડન્ટની ધરપકડ કરી, મુસ્લિમ મહિલાઓના અપમાનની માસ્ટર માઈન્ડ નીકળી ઉત્તરાખંડની મહિલા

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • દિલ્હી પોલીસે ગિટહબ પ્લેટફોર્મમાંથી આ એપના ડેવલોપરની માહિતી માંગી છે

સોશિયલ મીડિયા પર જોરદાર રીતે પોતાની વાત રજૂ કરનારી 100 જાણીતી મુસ્લિમ મહિલાઓની વિરુદ્ધ ઉત્તરાખંડની એક મહિલાએ પોતાના સાથીની સાથે મળીને ષડયંત્ર બનાવ્યું હતું. આ મહિલા અને તેના દાસ્તે BulliBai Appના માધ્યમથી આ મહિલાઓને લઈને અપમાનજનક અને અભદ્ર વાતો લખી હતી. આ લોકોએ ભેગા મળીને તેમની હરાજી કરવાનું કામ કર્યું. પોલીસે આ મહિલાના સાથીની બેંગલુરુથી ધરપકડ કરી છે.

બુલી બાઈ એપના કેસમાં મુંબઈ પોલીસના સાઈબર સેલે સોમવારે એક યુવકની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે આરોપીની ઓળખનો ખુલાસો કર્યો નથી, જોકે એ માહિતી આપી છે કે 21 વર્ષનો આરોપી યુવક બેંગલુરુમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. તેને બુલી બાઈ એપના 5 ફોલોઅર્સમાંથી એક ગણવામાં આવે છે. હવે પોલીસ તેને મુંબઈ લઈ જઈ રહી છે.

બીજી તરફ દિલ્હી પોલીસે ગિટહબ પ્લેટફોર્મમાંથી આ એપના ડેવલોપરની માહિતી માંગી છે. સાથે જ ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી તેની સાથે સંકળાયેલું વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે કહ્યું છે.

અજ્ઞાત આરોપીની વિરુદ્ધ FIR
વેસ્ટ મુંબઈ સાઈબર પોલીસ સ્ટેશનમાં આ મામલામાં રવિવારે એક અજ્ઞાત આરોપીની વિરુદ્ધ IT એક્ટ અને IPCની વિવિધ કલમ અંતર્ગત કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગિટહબ પ્લેટફોર્મ પર બુલી બાઈ એપમાં મહિલાઓનો એડિટેડ ફોટો અપલોડ કરીને તેની હરાજી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.

સાઈબર એક્ટના આધારે કેસ નોંધાયો
મુંબઈ પોલીસે આ FIRમાં કલમ 153-એ(ધાર્મિક આધાર પર બે સમુદાયોની વચ્ચે ભેદભાવને વધારવો), 153-બી(જાણી જોઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવી), 354-ડી(પીછો કરવો), 509(મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડનારા શબ્દનો ઉપયોગ કરવો) અને 500(આપરાધિક માનહાનિ)ને સામેલ કરવામાં આવી છે. આ સિવાય IT એક્ટની કલમ 67(ઈલેક્ટ્રોનિક ફોર્મમાં વાધાંજનક મટિરિયલ પબ્લિશ કરવું કે મોકલવું)ને પણ સામેલ કરવામાં આવી છે.

પોલીસે ડેવલોપરની માહિતી માંગી
દિલ્હી પોલીસે સોમવારે ડોજી એપ્લિકેશનના ડેવલોપર વિશે ગિટહબ પ્લેટફોર્મ પાસે માહિતી માંગી છે. બીજી તરફ ટ્વિટરને પોતાના પ્લેટફોર્મ પરથી સંબંધિત કન્ટેન્ટને બ્લોક કરવા અને હટાવવાનું કહેવામાં આવ્યું છે. પોલીસે ટ્વિટર પાસે આ એપ અંગે સૌથી પહેલા ટ્વિટ કરનાર એકાઉન્ટ હેન્ડલરની પણ માહિતી માંગી છે.

પ્રિયંકા ચતુર્વેદીએ કરી હતી ફરિયાદ
મુસ્લિમ મહિલાઓ અને ઘણા રાજકીય પક્ષોએ બુલી બાઈ એપનો વિરોધ કર્યો હતો. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે ટ્વિટ દ્વારા કેન્દ્રીય IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને ફરિયાદ પણ કરી હતી.

IT મિનિસ્ટરે એપને બ્લોક કરાવી
શિવસેના સાંસદની ફરિયાદના આધારે IT મિનિસ્ટ્રીએ બુલી બાઈ એપને બ્લોક કરાવી દીધી છે. IT મિનિસ્ટર વૈષ્ણવે શનિવારે મોડી રાતે પ્રિયંકાને રિપ્લાઈ કરતા એપને બ્લોક કરવા અંગેની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ એપના ડેવલોપર્સ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

દિલ્હી અને મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ
તે પછીથી પ્રિયંકા ચતુર્વેદીની ફરિયાદ પર મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય દિલ્હી પોલીસમાં એક પત્રકારે પણ આ અંગે ફરિયાદ નોંધાવી છે. કેટલીક મુસ્લિમ મહિલાઓની સાથે તેમને પણ આ એપ પર હરાજી માટે રાખવામાં આવ્યા હતા.

ગત વર્ષે સુલ્લી ડિલ્સને લઈને થયો હતો વિરોધ
બુલી બાઈ એપને સુલ્લી ડિલ્સની ક્લોન કહેવામાં આવે છે. ગત વર્ષે જુલાઈમાં સુલ્લી ડીલને લઈને ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. સુલ્લીએ ટર્મ છે, જેનો ઉપયોગ કટ્ટરપંથીઓ મુસ્લિમ મહિલાઓનું અપમાન કરવા માટે કરે છે.

જોકે બંને મામલાઓમાં કોઈ પણ પ્રકારની હરાજી કરવામાં આવી નથી, જોકે આ એપ્સનો હેતુ મુસ્લિમ મહિલાઓને હેરાન કરવા, તેમને નીચી દેખાડવાનો છે.

અન્ય સમાચારો પણ છે...