માસૂમને બચાવ્યો:બાળકને નાળામાં વહેતો જોઈ બિલાડીઓના અવાજથી લોકોને જાણ થઈ અને પોલીસે જીવ બચાવ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની આર્થિક રાજધાની એટલે કે મુંબઈની એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં, નાળામાં વહી રહેલા એક બાળકને જોઈને કેટલીક બિલાડીઓએ અવાજ કરવાનો શરુ કર્યો. ત્યાર બાદ સ્થાનીય લોકોની નજર તેના પર પડlતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ટીમ કોઈની રાહ જોયા વગર ઘટનાસ્થળે પહોંચીને બાળકને બચાવ્યો.

ઘટના મુંબઈના પંતનગર વિસ્તારની છે. સોમવાર સાંજે કોઈએ બાળકને નાળામાં છોડી દીધું હતું. આ ઘટના પર મુંબઈ પોલીસે ટ્વિટ કરીને કહ્યું કપડામાં લપટાયેલા બાળકને રસ્તામાં ફરી રહેલી બિલાડીઓએ જોયું, ત્યાર બાદ તે અવાજ કરવા લાગી, આજૂબાજૂના લોકો અવાજ સાંભળીને બહાર નિકળ્યા. લોકોએ પંતનગર પોલીસ સ્ટેશનને તાત્કાલિક સંપર્ક કર્યો અને મુંબઈ પોલીસ ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચી ગઈ.

બાળકના માતા-પિતાની શોધખોળ ચાલુ છે
પોલીસે બાળક સાથે અધિકારીઓની એક તસવીર પોસ્ટ કરીને એક ટ્વિટમાં કહ્યું પંતનગર પોલીસ સ્ટેશન દ્વારા બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હવે તે સુરક્ષિત છે અને ઠીક થઈ રહ્યો છે. બાળકને ફેંકનાર અને તેના માતા પિતાની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...