મુંબઈના લાલબાગ વિસ્તારમાં શ્રદ્ધા વોલ્કર હત્યાકાંડ જેવી હૃદય હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાના હાથ પગ કાપી ટુકડાઓ કરી મહિનાઓ સુધી મૃતદેહ પ્લાસ્ટિક બેગમાં પેક કરી કબાટમાં રાખી હોવાની ઘટના સામે આવી છે. પુત્રીએ જ માતાની હત્યા કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે ઈબ્રાહિમ કાસિમ બિલ્ડિંગના પ્રથમ માળેથી એક ફ્લેટમાંથી 53 વર્ષીય મહિલાનો મૃતદેહ કબ્જે કર્યો છે. ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મૃતદેહ પ્લાસ્ટિની બેગમાં મળ્યો
ડીસીપી મુજબ મંગળવારે રાત્રે લગભગ સાડા 9 કલાક દરમિયાન મૃતક મહિલાના ભાઈ અને ભત્રીજાએ મુંબઈના કાલાચોકી પોલીસ સ્ટેશનમાં મહિલાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા પછી જ્યારે પોલીસ અધિકારી બિલ્ડિંગમાં પહોચ્યા ત્યારે ઘરમાં શોધખોળ દરમિયાન મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિની એક બેગમાં ડીકમ્પોઝ અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો છે.
21 વર્ષીય પુત્રીને કસ્ટડીમાં લેવાઈ
ડીસીપી પ્રવીણ મુંધેએ જણાવ્યું કે, 53 વર્ષીય મહિલાનો કોહવાયેલો મૃતદેહ લાલબાગ વિસ્તારમાં એક પ્લાસ્ટિકની કોથળીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાની 21 વર્ષીય પુત્રીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાઈ છે. પોલીસ મહિલાના મોતના કારણો શોધવામાં લાગી ગઈ છે.
મહિલાના હાથ પગ કપાયેલા હતા- પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે, મહિલાની ઓળખ વીના પ્રકાશ તરીકે થઈ છે અને તેના શરીરના અંગો જેમ કે હાથ અને પગ કપાયેલા હતા. આ સંબંધમાં કાલાચોકી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે.
હત્યા અને મૃતદેહના ટુકડા સાથે જોડાયેલા અન્ય સમાચાર પણ વાંચો...
મૃતદેહના ટુકડા કરવાનો સૌથી પહેલો મામલો દિલ્હીમાં મળ્યો હતો...જે રૂમમાં લાશના ટુકડા કર્યા હતા ત્યાં જ ઊંઘતો હતો; ઇન્સ્ટા પર હતો ફૂડ-બ્લોગર....
દિલ્હી પોલીસે ચાર મહિના પહેલાં મહેરૌલીનાં જંગલોમાંથી શ્રદ્ધા વોકરના મૃતદેહના 13 ટુકડાઓ કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 26 વર્ષની શ્રદ્ધાની હત્યા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ કરી હતી. તેના કહેવા પર મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. દિલ્હીની શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તે ઉપરાંત હત્યાના આરોપી આફતાબની વિકૃતી અને ડરાવી દે તેવી છબી પણ લોકોની સામે આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબે જે રૂમમાં શ્રદ્ધાની લાશના ટૂકડાં ફ્રિજમાં રાખ્યા હતા તે જ રૂમમાં તે સતત 18 દિવસ સુધી ઉંઘતો હતો. એટલું જ નહીં તે રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલું માથું પણ જોતો હતો. આખો મામલો વાંચવા માટે અહીં ક્લિક કરો...
14 ફેબ્રુઆરી 2023, નિક્કી યાદવ હત્યા કેસ- ભાઈ અને મિત્રોએ મળીને મૃતદેહને ફ્રિજમાં સંતાડવામાં મદદ કરી
દિલ્હી પોલીસે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે બાબા હરિદાસનગર વિસ્તારમાં નિક્કી યાદવ નામની યુવતીની હત્યા કરવામાં આવી અને તેની લાશને ઢાબાના ફ્રિજમાં છુપાવી રાખવામાં આવી. વાસ્તવમાં નિક્કીનો હત્યારો બીજો કોઈ નહીં, તેનો પ્રેમી સાહિલ ગેહલોત નીકળ્યો. પહેલા તેણે મોબાઈલના ચાર્જિંગ કેબલથી પહેલા તેનું ગળું દબાવ્યું અને પછી તેની લાશનો નિકાલ કર્યો. એટલું જ નહીં, ઘટનાને અંજામ આપી થોડા કલાક પછી સાહિલે બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા. આખો મામલો વાંચવા માટે અહીં ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.