તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Mumbai Malvan Building Accident Ground Report; As Nine People, Including Children Killed

એક ક્ષણમાં પરિવાર વિખેરાયો:મુંબઈની બિલ્ડીંગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 11માંથી 9 સભ્યો એક જ પરિવારના; એકમાત્ર જીવીત સદસ્ય કાટમાળમાં પરિવારના અંશ શોધી રહ્યો છે

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ દુર્ઘટના પછી રફીએ 1 ઘૂંટ પાણી પણ નથી પીધું. - Divya Bhaskar
આ દુર્ઘટના પછી રફીએ 1 ઘૂંટ પાણી પણ નથી પીધું.

મુંબઈમાં પ્રચંડ વેગે મેઘરાજાનું આગમન થતા, મુંબઈવાસીઓની મુસીબતોમાં વધારો થયો છે. બુધવારે સવારથી ધોધમાર વરસાદ વરસવાને કારણે મોડી રાત્રે મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડીંગનો કાટમાળ એક ઘર પર ત્રાટક્યો હતો, જેમા પરિણામે 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જેમાં 43 વર્ષીય મોહમ્મદ રફીના પરિવારના 9 સભ્યોના મૃત્યુ નીપજ્યાં હતા. દુર્ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 3ની સ્થિતિ ગંભીર છે. રફી હવે પોતાના પરિવારના 9 સભ્યોના અંશ આ કાટમાળમાં શોધી રહ્યો છે.

આસપાસના લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા હતા
આસપાસના લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા હતા

દૂધ લેવા માટે બહાર ગયો, પરત આવ્યા ત્યારે બિલ્ડીંગ ધરાશાયી
રફીએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે એ બહાર ગયો હતો. થોડા સમય પછી એ પરત ફર્યો તો બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ હતી. પહેલા તો એમને આંખોદેખી તસવીર પર ભરોસો થયો નહોતો, તેમ છતાં એમને હિમ્મત દાખવીને ધૂળની ડમરીઓ વચ્ચે કાટમાળને દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, એમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, કારણ કે સવાર થતા-થતા એમની આંખોની સામે પરિવારના 9 લોકોના શબ નજરે પડ્યા હતા.

મૃત્યુ પામનાર 9માંથી 6 બાળકો
રફીના પરિવારના જે 9 લોકોના મોત નીપજ્યાં હતા, જેમાં રફીની પત્ની, ભાઈ-ભાભી અને એમના 6 બાળકો મોતને ભેટ્યા હતા. રફીનો ભત્રીજો તો માત્ર દોઢ વર્ષનો હતો. તેઓ આખી રાત બેઠા રહ્યા અને પરિવારના એકપછી એક મૃતદેહોને કાટમાળની બહાર નીકાળવામાં આવતા જોતા રહ્યા હતા.

રફીએ જણાવ્યું હતું કે મને નહોતું લાગ્યું કે આ બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે, નહીંતર અમે આને ક્યારની છોડીને જતા રહ્યા હોત. રફી અને એનો ભાઈ સમગ્ર પરિવાર સાથે બિલ્ડીંગના ત્રીજા માળના 3 અલગ-અલગ રૂમમાં હતા.

રફીએ દુર્ઘટનામાં આમને ગુમાવ્યા

 • શફીક મોહમ્મદ સલીમ સિદ્દીકી (45)
 • તૌસીફ શફીક સિદ્દીકી (15)
 • અલીશા શફીક સિદ્દીકી (10)
 • આલિફશા શફીક સિદ્દીકી (1.5)
 • હસીના શફીક સિદ્દીકી (6)
 • ઈશરત બાનો રફી સિદ્દીકી (40)
 • રહીશા બાનો શફીક સિદ્દીકી (40)
 • તાહિસ શફીક સિદ્દીકી (12)
 • જૉન ઈર્રાનન્ન (13)

BMCએ બિલ્ડીંગને જોખમી જાહેર નહોતી કરી
આ બિલ્ડીંગમાં 3-4 પરિવાર વસવાટ કરી રહ્યા હતા. જોકે, બે પરિવાર કેટલા દિવસો પહેલા જ બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા હતા. BMCના સૂત્રોનું માન્ય રાખીએ તો અબ્દુલ હમીદ રોડના ન્યૂ કલેક્ટર કંપાઉન્ડમાં નિર્માણ પામેલી આ બિલ્ડીંગ બુધવારના રોજ વરસાદ પહેલા 'તાઉ-તે' વાવાઝોડા દરમિયાન જ જર્જરિત થઈ ગઈ હતી. BMCએ કેટલાક દિવસો પહેલાજ સેંકડો બિલ્ડીંગોનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને 21ને જોખમી જાહેર કરી હતી. જોકે, એ યાદીમાં આ બિલ્ડીંગનો સમાવેશ થયો નહોતો. આનું પણ જો ઑડિત હાથ ધરાયું હોત તો આ મોટી દુર્ઘટનાથી બચી શકાયું હોત.

ભાજપે કહ્યું- આ દુર્ઘટના નથી હત્યા છે
ભાજપના નેતા રામ કદમે આ દુર્ઘટનાના પગલે શિવસેનાને જવાબદાર ઠેરવી છે. એણે કહ્યું કે, આ દુર્ઘટના શિવસેના શાસિત BMCની બેદરકારીને પરિણામે થઈ હતી. આ હત્યા છે. દુર્ઘટના પછી પીડિતોને સરકાર 5-5 લાખ રૂપિયાની રાશિ પ્રદાન કરશે એની જાહેરાત કરવામાં આવી છે. CM ઉદ્ધવ ઠાકરે એના પુત્ર સાથે મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તોએ આક્રંદ કરતા-કરતા આપવીતી કહી.

અન્ય સમાચારો પણ છે...