• Gujarati News
  • National
  • Crowd To UP Bihar Seen Again, Anxiety Of Getting A Seat In The Train By Carrying The Burden Of A Householder On The Shoulder And The Pain Of Unemployment

મુંબઈમાં લોકડાઉનનો ડર:ફરી જોવા મળી UP-બિહાર જવા માટેની ભીડ, ખભા પર સામાનનો ભાર ઉઠાવીને ટ્રેનમાં જગ્યા મેળવવાની ચિંતા અને બેરોજગારીનું દર્દ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેરની ગતિ જે સ્પીડે વધી રહી છે એને લઈને મુંબઈગરાની ચિંતા ફરી વધી છે. મુંબઈમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ કેસ સામે આવ્યા બાદ લોકો ભય અને આશંકાઓ વચ્ચે ઘેરાઈ ગયા છે. લોકડાઉનનો ડર ફરી પરેશાન કરવા લાગ્યો છે, સાથે જ શરૂ થઈ ગઈ છે પ્રવાસીઓની દોડધામ, દર્દ અને ચિંતાભરી દોડ... જેને ગત વર્ષે પણ આપણે જોઈ છે.

એક વખત ફરી UP અને બિહાર જતી ટ્રેન ખચોખચ ભરાવા લાગી છે. રોજગારી છૂટવાની ચિંતા વચ્ચે મોટી સંખ્યામાં લોકો ગૃહસ્થીનો ભાર ખભા પર નાખી શહેર છોડી રહ્યા છે. લાંબી લાંબી લાઈનનો કોઈ જ અંત જોવા નથી મળતો. દરેક લોકોને ફક્ત એક જ ચિંતા છે ટ્રેનમાં જગ્યા મેળવવાની.... કે જેથી લોકડાઉન પહેલાં પોતાના લોકો વચ્ચે પહોંચી શકે. હજારો કિલોમીટરની આ સફર ગત વર્ષે અનેક લોકો માટે જીવલેણ બની હતી.

ભાસ્કર રિપોર્ટર રાજેશ ગાબા જ્યારે ગુરુવારે રાત્રે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશન પહોંચ્યા તો અહીં ભારે અફરાતફરી જોવા મળી. તેમણે નક્કી કર્યું હતું કે રાત્રે 9 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી એમ 12 કલાક અહીં જ સમય પસાર કરવો, જેથી જાણી શકે કે લોકોમાં ડર અને ચિંતા કેટલી હાવી છે. 12 કલાકમાં ચિંતાની અનેક વાર્તા દોડતી-ભાગતી જોવા મળી, જેમાંથી 6 તમારા માટે પસંદ કરી છે. વાંચો તેમના જ મોઢે, જેમના પર આફતનો આ પહાડ તૂટ્યો છે...

પહેલી કહાનીઃ હવે કોઈ વાતે વિશ્વાસ ન રહ્યો

શ્રવણ કુમાર કહે છે, જેમના ભરોસે આવ્યા હતા તેમણે પણ સાથ ન આપ્યો.
શ્રવણ કુમાર કહે છે, જેમના ભરોસે આવ્યા હતા તેમણે પણ સાથ ન આપ્યો.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રહેતા શ્રવણ કુમાર પરત ફરી રહ્યા છે. કહેવા લાગ્યા, "હું અહીં ઉત્તરપ્રદેશથી મંડપનું કામ કરવા આવ્યો હતો. હવે ઘરે પરત ફરી રહ્યો છું, કાલની ટ્રેન છે. અહીં બધું જ કામ બંધ છે. સાંભળવામાં આવી રહ્યું છે કે 12-15 તારીખે લોકડાઉન લાગી શકે છે. અમે જેટલા પૈસા કમાયા હતા, એ બધા જ ખતમ થઈ ગયા. હજાર-બારસો વધ્યા છે. આટલી રકમમાં જ કોઈપણ રીતે ઘરે પહોંચી જાય. 4 ડિસેમ્બરે મુંબઈ આવ્યો હતો અને હવે જઈ રહ્યો છું. ફરી ક્યારેય મુંબઈ નહીં આવું. ગામ છોડીને હવે ક્યાંય નહીં જવું. માત્ર નામનું જ મુંબઈ છે, અહીં કોઈ કોઈનું સગું નથી. બધું જ દેખાડાની દુનિયા છે. જેમના વિશ્વાસે આવ્યા હતા તેમણે પણ સાથ ન આપ્યો."

બીજી વાર્તાઃ લોકડાઉનનો ડર

જલાલુદ્દીન કહે છે, લુખું-સૂકું કંઈપણ ખાઈ લઈશું, પણ ગામ નહીં છોડીએ.
જલાલુદ્દીન કહે છે, લુખું-સૂકું કંઈપણ ખાઈ લઈશું, પણ ગામ નહીં છોડીએ.

ઉત્તરપ્રદેશના બહરાઈચમાં રહેતા જલાલુદ્દીને કહ્યું, "લોકડાઉન ગમે ત્યારે લાગી શકે છે, તેથી મુંબઈ છોડીને જઈ રહ્યો છું. અહીં એલ્યુમિનિયમનું કામ કરતો હતો. ગત વખખે લોકડાઉનમાં ફસાયો હતો ત્યારે ઘણી જ તકલીફ પડી હતી. ઘરના લોકો પણ કહે છે કે બધું જ છોડીને આવી જા. બધા જ કહી રહ્યા છે કે લોકડાઉન લાગી શકે છે. મારી ટ્રેન આજે સવારે 5:25 વાગ્યાની છે. હું રાત્રે 10 વાગ્યે જ આવી ગયો હતો. કંઈ જ ખાધું-પીધું નથી. પોલીસવાળા પાસે ગયા તો તેમણે કહ્યું કે કન્ફર્મ ટિકિટ હશે ત્યારે જ જવા દઈશ. ટિકિટ નથી કે નથી કોઈ ખાવા-પીવાની સગવડ. હવે તો અમે અહીં ક્યારેય નહીં આવીએ. લુખું-સૂકું જે કંઈ મળે તે ખાઈ લઈશું, પરંતુ પરિવારની સાથે ગામમાં જ રહીશ."

ત્રીજી વાર્તાઃ ઘર પહોંચી જાઉં એના માટે દુવા

ફિટિંગનું કામ કરતા રફીકે કહ્યું- લોકડાઉનના સમાચાર વાઇરલ થતાં જ કામ બંધ થઈ ગયું
ફિટિંગનું કામ કરતા રફીકે કહ્યું- લોકડાઉનના સમાચાર વાઇરલ થતાં જ કામ બંધ થઈ ગયું

રફીક પણ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. કહેવા લાગ્યા, "કારીગર છું. અહીં મુંબઈમાં ફિટિંગનું કામ કરી રહ્યો છું. બધાએ કહ્યું, લોકડાઉન લાગવાનું છે, તેથી અમે અમારા ગામડે જઈ રહ્યા છીએ. કામ પણ કંઈ છે નહીં. હું કાલ રાત્રે જ સ્ટેશને 11 વાગ્યે આવી ગયો હતો. ખાવા-પીવાનું કંઈ જ નથી કર્યું. ફક્ત એ જ દુવા કોઈ પણ રીતે ઘરે પહોંચી જાઉં. મારી પાસે ટિકિટ પણ નથી. જનરલમાં બેસીને, ત્યાં દંડ ભરી દેશું. હવે તો મુંબઈ નહીં આવીએ. વારંવાર રોજીરોટી મેળવવા આવો અને જેટલું કમાઈએ નહીં એનાથી વધારે ખર્ચ કરો. ઉપરથી આ લોકડાઉન. સરકાર પણ અમારા જેવા લોકો માટે કંઈ જ કરતી નથી. અહીં બચત પણ નથી થઈ રહી. ઘણા દિવસથી કામ પણ ઠંડું પડ્યું છે."

ચોથી વાર્તાઃ હું ગરીબ છું એ જ દુઃખ

નફીસને પોલીસવાળાની ફરિયાદ છે કે જેમણે માસ્ક પહેર્યા હતા તેમને પણ દંડા મારીને ફાઈન વસૂલ્યો.
નફીસને પોલીસવાળાની ફરિયાદ છે કે જેમણે માસ્ક પહેર્યા હતા તેમને પણ દંડા મારીને ફાઈન વસૂલ્યો.

લખનઉનો રહેવાસી નફીસ ડેકોરેશનનું કામ કરે છે. કોરોનાને કારણે તેમનું કામકાજ બંધ છે. તેણે ફરિયાદ કરી કે "બધા જણાવી રહ્યા છે કે 12 જાન્યુઆરીથી લોકડાઉન લાગી રહ્યું છે. બધું જ ફરી લોક થઈ જશે, તો અમે અહીં શું કરીશું. ઘણો જ ડરેલો છું. 17 દિવસમાં જેટલું કમાયો તેના સહારે જ પાછો જઈ રહ્યો છું. ટિકિટ રિઝર્વેશન નથી કરાવી. ટીસી 800 કે 1000 લેશે. ભાગતાં-દોડતાં સ્ટેશને આવ્યો હતો. માસ્ક પહેરી રાખ્યું હતું, તેમ છતાં પોલીસવાળાઓએ દંડ વસૂલ્યો. અમે પૂછ્યું કે માસ્ક તો છે પછી કેમ દંડ તો દંડા મારવા લાગ્યા અને 200 રૂપિયા લઈ લીધા. કહેવા લાગ્યા કે વધુ બોલશો તો બધું જ લઈ લઈશું અને જવા પણ નહીં દઈએ. કાયદા જેવું તો અહીં કંઈ છે જ નહીં. ખાલી પૈસાવાળાથી જ ડરે છે આ લોકો, ગરીબોને તો ડરાવે છે."

પાંચમી વાર્તાઃ ભૂખે મરીશું એવો ડર

વિક્રમને હજુ પણ મુંબઈથી આશા છે. કહે છે કે બધું જ યોગ્ય રહ્યું તો ફરી પાછા ફરીશું
વિક્રમને હજુ પણ મુંબઈથી આશા છે. કહે છે કે બધું જ યોગ્ય રહ્યું તો ફરી પાછા ફરીશું

બિહારના રહેવાસી વિક્રમે કહ્યું હતું કે તે ગોદરેજ કંપનીમાં પ્લાસ્ટરનું કામ કરતો હતો. તેને કહ્યું હતું કે બે સપ્તાહ પહેલાં જ કંપનીએ 15 જાન્યુઆરીથી લોકડાઉન લાગી શકે છે તેવી જાણકારી આપી. આ વખતે પહેલાંથી જ જઈ રહ્યા છીએ કે જેથી ગત વર્ષની જેમ ફસાય ન જઈએ. ગત વખતે તો ભૂખે મર્યા હતા. તે દિવસો યાદ કરીને રડવું આવે છે. બિહારમાં કોઈ કામ ધંધો નથી માત્ર ગુંડાગર્દી જ છે. રોજગારી માટે અહીં આવવું પડે છે. અહીંની સ્થિતિને જોતાં જો બધું જ ઠીક થઈ જશે તો હોળી પછી પાછા આવીશું.

છઠ્ઠી વાર્તાઃ મને ચિંતા છે કે ગત વર્ષની જેમ કયાંક ફસાય ન જઈએ

વિનોદ કુમાર ગત વખતની જેમ લોકડાઉનમાં ફસાવવા નથી માગતા.
વિનોદ કુમાર ગત વખતની જેમ લોકડાઉનમાં ફસાવવા નથી માગતા.

ઉત્તરપ્રદેશના વિનોદ કુમાર કહે છે, "હાઉસકીપિંગનું કામ કરું છું. ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન સુરત હતો. લોકડાઉનમાં ફસાય ગયો હતો. આ વખતે પહેલાં જ નીકળી જવા માગુ છું, જેથી ફરી ન ફસાય જાઉં. 2 મહિનાનું પેમેન્ટ પણ અટકી ગયું છે. 14-15 દિવસથી કોઈ કામ નથી. ઠેકેદાર પૂછવા પણ નથી આવ્યા કે તમારી પાસે પૈસા છે કે નહીં. હવે બસ અમે જલદીથી ઘરે પહોંચવા માગીએ છીએ. હાલ અમારી પાસે વેઈટિંગ ટિકિટ છે. ગમે તેમ કરીને જવું છે, તે પછી બારી કે ગેટ પર ટીંગાઈને જ કેમ ન જવું પડે."

અન્ય સમાચારો પણ છે...