તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ભુલાયો:મુંબઈની લોકલ ટ્રેનમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરાયા, વિડિયો વાઇરલ

7 મહિનો પહેલા

વિડિયો ડેસ્કઃ ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેન આવતાં જ મુસાફરો કોરોના જેવી મહામારી ભૂલી ગયા. સામાન્ય દિવસોની જેમ જ ટ્રેન પકડવા પડાપડી કરી, કોચ ખીચોખીચ ભરાઈ જતાં લોકો દરવાજા પર લટકી ગયા. શું કોરોના ને કેવો કોરોના. બે ઘડી માટે લોકો બધું જ ભૂલી ગયા અને ટ્રેનમાં બેસવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. એક-બે કોચમાં નહીં, પરંતુ ટ્રેનના તમામ 15 કોચ પર આવાં દૃશ્યો જોવા મળ્યાં. કોચની અંદર પણ કોઈ જ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં. લેડીઝ કોચમાં તો સ્થિતિ આથીય વધુ બદતર હતી. આપ જોઈ શકો છો કે કોરોના જેવી મહામારી છતાં કોચમાં કેવી રીતે ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરાઈ ગયા છે. વિડિયો વાઇરલ થતાં વેસ્ટર્ન રેલવેનું તંત્ર હરકતમાં આવી ગયું. અધિકારીઓએ કહ્યું, ભારે વરસાદને કારણે આ દિવસે લગભગ 250 જેટલી ટ્રેન રદ થઈ હતી. આ દિવસે ચર્ચગેટથી અંધેરી વચ્ચે 7 કલાક સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેતાં મુસાફરોએ ટ્રેન પકડવા માટે આ પ્રકારે ઉતાવળ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો