• Gujarati News
  • National
  • A Crew Member Of The Cruise Came Back Positive In 2016 And People Were Trapped In The Ship, Waiting For All The Test Reports.

આર્યન ખાનવાળું કોર્ડેલિયા ક્રૂઝ ફરી સમાચારમાં:ક્રૂઝનો એક ક્રૂ-મેમ્બર કોરોના પોઝિટિવ આવતાં 2016 લોકો શિપમાં ફસાયા, તમામના રિપોર્ટ આવી ગયા પછી જ ગોવામાં એન્ટ્રી

મુંબઈ22 દિવસ પહેલા
  • કોર્ડેલિયા ક્રૂઝ મુંબઈથી ગોવા માટે રવાના થયું હતું
  • ગોવાની સરકારે જહાજને ડોક કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે

આર્યન ખાનની ધરપકડ પછી વિવાદોમાં આવેલું કોર્ડેલિયા ક્રૂઝ ફરી એક વખત સમાચારમાં છે. જોકે આ વખતનું કારણ કોરોનાનું સંક્રમણ છે. ક્રૂઝની ચાલક ટીમના એક સભ્યનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં એમાં સવાર તમામ 2,000 મુસાફર અને 16 જેટલા ક્રૂ-મેમ્બર્સનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ બધા લોકો હાલ શિપ જ ફસાયેલા છે.

કોર્ડેલિયા ક્રૂઝ મુંબઈથી ગોવા માટે રવાના થયું હતું. હાલ એ ગોવાના મોરમુગાઓ પોર્ટ ક્રૂઝ ટર્મિનલની પાસે છે. હવે અહીંની સરકારે જહાજને ડોક કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે.

ક્રૂઝની અંદરનું ઈન્ટીરિયર કંઈક આવું લાગે છે. એમાં પૂલ પાર્ટી, આઉટડોર પાર્ટી સહિત તમામ લક્ઝરી પાર્ટી થાય છે.
ક્રૂઝની અંદરનું ઈન્ટીરિયર કંઈક આવું લાગે છે. એમાં પૂલ પાર્ટી, આઉટડોર પાર્ટી સહિત તમામ લક્ઝરી પાર્ટી થાય છે.

રિપોર્ટ આવે ત્યાં સુધી જહાજમાં રહેવું પડશે
પોઝિટિવ ક્રૂ-મેમ્બરને જહાજમાં જ આઈસોલેટ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સખત નિર્દેશ આપ્યા છે કે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવતાં પહેલાં કોઈપણ જહાજમાંથી નીચે ન ઊતરે.

ક્રૂઝ પર પહેલાં પણ કોવિડ નિયમ તોડવામાં આવ્યા
મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન લગાવવામાં આવેલો કોરોના ડિઝેાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ છે. આ અંતર્ગત માસ્ક પહેર્યા વગર સાર્વજનિક જગ્યાઓ પર જવા અને બે ગજનું અંતરના નિયમનું પાલન કરવું અનિવાર્ય છે. જોકે આર્યન ખાનની ધરપકડ પછી ક્રૂઝ પર ચાલી રહેલી પાર્ટીનો વીડિયો બહાર આવ્યો હતો, એમાં એ દેખાઈ આવતું હતું કે આવા કોઈપણ નિયમને અહીં હાજર લોકોએ પાળ્યા નહોતા.

આ ક્રૂઝમાં બનેલો પૂલ છે.
આ ક્રૂઝમાં બનેલો પૂલ છે.

મુંબઈથી આ જગ્યાઓ પર ક્રૂઝમાં જઈ શકાય છે
આ ક્રૂઝને મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરી શકાય છે. કોરોનાને પગલે વિદેશી ટૂર 2022માં શરૂ કરી શકાશે. ક્રૂઝમાં રેસ્ટોરાં, બાર, ઓપન સિનેમા, બાળકોને રમવાની જગ્યા અને જિમ જેવી સુવિધા ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...