દેશમાં એક વખત ફરી કોરોનાના નવા કેસ વધવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે 7 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરુવારે દેશમાં 7,584 દર્દી નોંધાયા છે. જ્યારે 24ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં સંક્રમણના કારણે 5 લાખ 24 હજાર 747 લોકોના મૃત્યુ થયા છે.
આ પહેલા બુધવારે દેશમાં 7240 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 8 લોકોના મૃત્યુ થયા હતા. છેલ્લા 7 દિવસનો ટ્રેન્ડ જોવામાં આવે તો દેશમાં કોરોનાના દર્દી બે ગણા વધી ગયા છે. 3 જૂને દેશમાં માત્ર 3945 પોઝિટિવ આવ્યા હતા. હવે આ સંખ્યા વધીને 7,584 થઈ છે.
નવા કેસમાં મહારાષ્ટ્ર ફરી ટોપ પર, 24 કલાકમાં 2813 પોઝિટિવ મળ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ એક વખત ફરી વધ્યા છે. રાજ્યમાં ગુરુવારે 2813 નવા નોંધાયા છે. 1047 લોકો સાજા થયા છે, જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે. બુધવારની સરખામણીએ ગુરુવારે નવા કેસમાં 4 ટકાનો વધારો થયો છે. માત્ર મુંબઈમાં જ 24 કલાકમાં 1700થી વધુ સંક્રમિત મળ્યા. છેલ્લા નવ દિવસમાં મુંબઈમાં નવા કેસ 138% અને એક્ટિવ કેસ 135 વધી ગયા છે.
રાજ્યમાં હવે 11571 એક્ટિવ કેસ થયા છે. એટલે કે આ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ મામલામાં હવે તે ટોપ પર પહોંચી ગયુ છે. આ પહેલા કેરળ ટોપ પર હતું. હાલ અહીં 11,329 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં હાલ 11571 એક્ટિવ કેસ છે. તેમાંથી 70 ટકા એક્ટિવ કેસ મુંબઈમાં છે. એટલે કે 9 દિવસમાં એક્ટિવ કેસ 2970થી વધીને 8000ને વટાવી ગયા છે. કોરોનાની શરૂઆતના દિવસોથી લઈને અત્યાર સુધીમાં 79 લાખથી વધુ દર્દી થયા છે. 77 લાખથી વધુ સાજા થયા છે. જ્યારે 1 લાખ 47 હજારથી વધુ સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેરળમાં કેસ વધ્યા
કેરળમાં કોરોના ઘટી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં અહીં 2193 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 1296 દર્દી સાજા થયા છે અને 17 સંક્રમિતોના મૃત્યુ થયા છે.
દિલ્હીમાં ફરી કેસ વધ્યા
દિલ્હીમાં ગુરુવારે નવા કેસ ફરી વધવા લાગ્યા છે. ગુરુવારે દિલ્હીમાં 622 દર્દી નોંધાયા છે. 537 દર્દી સાજા થયા, જ્યારે 2 સંક્રમિતોનું મૃત્યુ થયું છે. બુધવારની સરખામણીમાં ગુરુવારે કોરોનાના કેસમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.
દેશમાં ચોથી લહેરનો ખતરો ઓછો
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે દેશમાં કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. મેક્સ હેલ્થકેરના નિર્દેશક ડો.રોમેલ ટિક્કૂએ કહ્યું કે જો કોરોનાનો કોઈ વેરિયન્ટ સામે નહિ આવે તો ચોથી લહેરનો ખતરો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.