તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈના જોગેશ્વરી ઈસ્ટ વિસ્તારમાં લગ્ન કરવાથી ઈન્કાર કરવા પર બોયફ્રેન્ડે તેની કથિત ગર્લફ્રેન્ડને જીવતી સળગાવવાની કોશિશ કરી હતી. જોકે મામલો ત્યારે જ ઉલ્ટો પડી ગયો, જ્યારે સળગતી છોકરીએ દોડીને આરોપીને પકડી લીધો. તેના કારણે આરોપી પણ ગંભીર રીતે સળગી ગયો અને સારવાર દરમિયાન રવિવારે તેણે જીવ ગુમાવ્યો. છોકરી ગંભીર સ્થિતિમાં મુબઈની જેજે હોસ્પિટલમાં એડમિટ છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, તે 80 ટકાથી વધુ સળગી ગઈ છે.
બીજી તરફ પોલીસ તપાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે આગ લાગ્યા પછી આરોપી છોકરીને સળગતી જોઈ રહ્યો હતો. આ દરમિયાન છોકરીએ હિમ્મત દેખાડીને તેને દોડાવ્યો અને પકડી લીધો.
ખરાબ આદતોના કારણે છોકરીએ લગ્ન કરવાથી ઈન્કાર કર્યો હતો
આરોપીની ઓળખ વિજય કાંબલે તરીકે કરવામાં આવી છે. તે પોતાની ભાભીની બહેનને અઢી વર્ષથી એક તરફી પ્યાર કરતો હતો અને લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો. કાંબલે કોઈ કામ કરતો ન હતો અને તેને દારૂ પીવાની ટેવ હતી. તેના કારણે છોકરી અને તેના પરિવારે સંબંધ માટે ના કહી દીધી હતી.
છોકરીએ ગત સપ્તાહે આત્મહત્યાની કોશિશ કરી હતી
પ્રપોઝલ ઠુકરાવવામાં આવ્યા પછી આરોપી સતત છોકરીને હેરાન કરી રહ્યો હતો. તેની પ્રતાડનાથી પરેશાન છોકરીએ ગત સપ્તાહે આત્મહત્યાની કોશિશ કરી હતી. તે તાજેતરમાં જ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી હતી. 5 ફેબ્રુઆરીએ આરોપી જોગેશ્વરી સ્થિત ઘરે પહોંચ્યો અને બોટલમાંથી પેટ્રોલ નાંખીને તેને આગના હવાલે કરી દીધી. તે પછી આરોપી પાસે જ ઉભો રહ્યો. ત્યારે છોકરીએ દોડીને તેને જકડી લીધો. બંનેને સળગતા જોઈને તેમના પાડોશીએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.
છોકરીનું નિવેદન આ કેસ માટે મહત્વનું
સ્થિતિ ગંભીર થવાના કારણે ડોક્ટરે બંનેને જેજે હોસ્પિટલ રિફર કર્યા. વિજય 90 ટકા દાઝી ગયો હતો. છોકરીની સારવાર હાલ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમને સમજી રહી છે. જો છોકરી સાજી થઈ ગઈ તો તેનું નિવેદન ખૂબ મહત્વનું રહેશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.