• Gujarati News
  • National
  • The Police Continued To Be Dancing, Although Gathering At The Labor Station; Said If You Stay Here, You Will Die Of Hunger

ફરી પલાયન LIVE:લોકડાઉનના ડરે મુંબઈ છોડી લોકો ભાગવા લાગ્યા, રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી; કહ્યું- અહીં રોકાયા તો ભૂખે મરી જઈશું

મુંબઈ13 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • મુંબઈનાં મેયરે કહ્યું હતું કે 20 હજાર કેસ આવશે તો લોકડાઉન લાગું કરીશું, હાલ 20 હજારથી વધુ કેસ આવવા લાગ્યા

કોરાનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉન પછી કામ-ધંધા ઠપ થયા પછીથી મોટાં શહેરોમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની તસવીરો આપણે બધાએ જોઈ છે. મહામારીની ત્રીજી લહેરમાં એક વખત ફરી આવો નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભેગા થયા છે. બધાની કોશિશ એવી છે કે કઈ રીતે લોકડાઉન જાહેર થતાં પહેલાં ઘરે પહોંચી જવાય.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. એવામાં સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે. ગુરુવાર રાતથી જ મુંબઈના લોકમાન્ય તિલક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઊમટવા લાગી હતી. ત્રીજી લહેરમાં ઘરે જવા માટે કેવી ઉતાવળ કરી રહ્યા છે લોકો, એ જાણવા માટે ભાસ્કરનો રિપોર્ટર ગુરુવારના રાતના 9 વાગ્યાથી શુક્રવારના સવારના 9 વાગ્યા સુધી તેમની સાથે રહ્યો હતો. વાંચો આ 12 કલાકનો રિપોર્ટ...

મુંબઈના કુર્લામાં લોકમાન્ય તિલક ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી લોકોની ભીડ વધવા લાગી હતી.
મુંબઈના કુર્લામાં લોકમાન્ય તિલક ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી લોકોની ભીડ વધવા લાગી હતી.

લોકડાઉનના ડરથી રાત પડતાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યા લોકો
મુંબઈના કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનલથી જ ઉત્તરપ્રદેશ અને બિહાર જતી મોટા ભાગની ટ્રેન ઊપડે છે. મુંબઈના પ્રવાસીઓમાં મોટી સંખ્યા આ જ વિસ્તારના લોકોની છે. એવામાં લોકમાન્ય ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી જ ભીડ વધવા લાગી હતી. તેમાં મોટા ભાગના મજૂર વર્ગના લોકો હતા, જે શુક્રવાર સવારની ટ્રેન માટે લોકડાઉનના ડરથી મોડી રાતે જ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે જો તેઓ રોકાયા તો ભૂખમરાનો સામનો કરવો પડશે, એવામાં અહીં રોકાઈને શું કરીશું.

લોકડાઉનના ડરથી પ્રવાસીઓએ ગુરુવાર રાતથી જ રેલવે સ્ટેશન પર અડ્ડો જમાવ્યો હતો.
લોકડાઉનના ડરથી પ્રવાસીઓએ ગુરુવાર રાતથી જ રેલવે સ્ટેશન પર અડ્ડો જમાવ્યો હતો.

માથે સામાન મૂકીને સ્ટેશન પર પહોંચ્યા લોકો
અમે ગુરુવારે રાતે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી લોકમાન્ય તિલક સ્ટેશન પર રહ્યા હતા. રાતથી ભીડ વધવાનો સિલસિલો શરૂ થયો છે, જે સવારે પણ ચાલુ હતો. ધીરે ધીરે રાતે ભીડ વધવા લાગી. માથા પર બેગ, એટેચી, ડોલ લઈને મજૂર લોકો લોકમાન્ય તિલક ટર્મિનલ પર પહોંચવા લાગ્યા. મોટા ભાગની ટ્રેન સવારે 5.25 વાગ્યા કે તે પછીની હતી. જોકે લોકો લોકડાઉનના ડરને કારણે રાતે જ સ્ટેશને પહોંચી ગયા હતા.

મુંબઈથી પોતાના વતન જવા માગતા મજૂરોની પાસે જે સામાન હતો એને લઈને તેઓ સ્ટેશન પહોંચી ગયા હતા.
મુંબઈથી પોતાના વતન જવા માગતા મજૂરોની પાસે જે સામાન હતો એને લઈને તેઓ સ્ટેશન પહોંચી ગયા હતા.

સ્ટેશને પહોંચ્યા તો પોલીસે અંદર જતા અટકાવ્યા
સ્ટેશનની અંદર જવા લાગ્યા તો પોલીસે અંદર ન જવા દીધા. પોલીસે તેમને ડંડા બતાવ્યા અને કહ્યું જો જવું જ હતું તો શા માટે બિહાર-UPથી આવી જાઓ છો. બિચારા લાચાર મજૂર સ્ટેશનની સામે બેસી ગયા. ટ્રેન સવારની હતી. રાતે પહોંચ્યા તો ચિંતા ટિકિટની હતી. ટિકિટ કોઈની પાસે નથી. બધાએ પ્લાન બનાવ્યો કે જનરલ ડબ્બામાં ચઢી જઈએ. TC આવશે તો ચલણ ફડાવી લઈશું. આ વાત નક્કી કરીને મજૂર પ્લેટફોર્મ તરફ વધ્યા હતા.

રેલવે સ્ટેશન પર હાજર મોટા ભાગના લોકોની પાસે ટિકિટ નહોતી, તેઓ ટિકિટ વગર જ ટ્રેનમાં બેસવા તૈયાર હતા.
રેલવે સ્ટેશન પર હાજર મોટા ભાગના લોકોની પાસે ટિકિટ નહોતી, તેઓ ટિકિટ વગર જ ટ્રેનમાં બેસવા તૈયાર હતા.

સ્ટેશનની બહાર ભૂખ્યા-તરસ્યા રહીને રાત પસાર કરી
જેમ-જેમ રાત પસાર થતી ગઈ, લોકમાન્ય તિલક સ્ટેશનની બહાર UP-બિહારના ઘણા બધા લોકોની ભીડ થવા લાગી હતી. ભૂખ્યા અને તરસ્યા બધા એ જ ચિંતામાં હતા કે કઈ રીતે ઘરે પહોંચી શકાય. કોઈ આડું પડ્યું હતું, તો કોઈ બેઠું હતું. બધાની વાતો, ચહેરા અને આંખોમાં એક જ સવાલ હતો કે ઘરે ક્યારે પહોંચીશું? આ સમયે મોટા ભાગના મજૂરોની પાસે ટિકિટ કે ખાવાનું નહોતું.

લોકમાન્ય તિલક રેલવે સ્ટેશનમાં એન્ટ્રી ન મળી તો બહાર જ રાત પસાર કરતા પ્રવાસી મજૂર.
લોકમાન્ય તિલક રેલવે સ્ટેશનમાં એન્ટ્રી ન મળી તો બહાર જ રાત પસાર કરતા પ્રવાસી મજૂર.

સુરક્ષા માટે તહેનાત કરાયેલી પોલીસ લોકોને ડંડા શા માટે મારે છે
સ્ટેશનની બહાર ઊભેલી દરેક વ્યક્તિને ટિકિટ અને ટ્રેનની ચિંતા હતી. તેમને સ્થિતિ વિશે સમજાવનાર કોઈ નહોતું. પોલીસની પાસે જાય તો તેમને ડંડા ખાવા પડે છે. પ્રવાસી મજૂરો એ વાતને લઈને હેરાન છે કે લોકોની સુરક્ષા માટે જવાબદાર પોલીસ અંતે લોકોને ડંડા શા માટે મારી રહી છે. સ્ટેશન પર પણ એ જ જાહેરાત થઈ રહી છે કે ટિકિટ ન ધરાવતા લોકો પરત આવી જાય.

રેલવે સ્ટેશનની બહાર ખૂબ જ અફરાતફરી હતી, ટ્રેનની માહિતી પણ મળી રહી નહોતી.
રેલવે સ્ટેશનની બહાર ખૂબ જ અફરાતફરી હતી, ટ્રેનની માહિતી પણ મળી રહી નહોતી.

બધાને એક જ ચિંતા- લોકડાઉનમાં ન ફસાઈ જવાય
ભૂખ્યા અને તરસ્યા લોકોના ચહેરા પર એક જ વાતની ચિંતા દેખાઈ હતી. લોકડાઉનમાં ન ફસાય અને આરામથી ઘરે પહોંચી જવાય. કોઈ આરામ કરતું હતું તો કોઈ જાગતું હતું. કેટલાક ડરના કારણે જાગતા હતા, જેથી કોઈ સામાન ન લઈ જાય. અહીં કેટલાક આરામ કરી રહેલા લોકોને પોલીસે જઈને ડંડા માર્યા હતા અને કહ્યું હતું ઊઠો, આ તમારું ઘર નથી. તે પછીથી બધા ડરને કારણે જાગતા જ રહ્યા હતા.

રેલવે સ્ટેશન પર આખી રાત બેઠેલા લોકો એ ચિંતામાં હતા કે લોકડાઉન થવા પર તે ક્યાં રહેશે.
રેલવે સ્ટેશન પર આખી રાત બેઠેલા લોકો એ ચિંતામાં હતા કે લોકડાઉન થવા પર તે ક્યાં રહેશે.

સવારે એન્ટ્રી મળી તો ભાગદોડ થઈ હતી
ચિંતા, ડર અને મજબૂરીની વચ્ચે સવારે 4 વાગી ગયા અને સ્ટેશનની સામે લોકોની ભીડ જામ થઈ ગઈ હતી. સવારે 4.15 વાગ્યે ગેટ ખૂલ્યો અને મજૂરોને એન્ટ્રી મળી હતી. લગભગ 4.30 વાગ્યે બધાને પ્લેટફોર્મ પર જવાની પરવાનગી મળી. જેવા મજૂર અંદર પહોંચ્યા તો અફરાતફરી સર્જાઈ હતી. બધા આમતેમ જનરલ ડબ્બાને શોધવા ભાગ્યા લાગ્યા હતા.

લોકોને રેલવે સ્ટેશનની અંદર જવાની પરવાનગી મળ્યા પછી અફરાતફરી સર્જાઈ હતી.
લોકોને રેલવે સ્ટેશનની અંદર જવાની પરવાનગી મળ્યા પછી અફરાતફરી સર્જાઈ હતી.

સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ, માસ્ક પણ નહિ
સ્ટેશનની બહાર અને અંદર કોઈપણ પ્રકારનું સ્ક્રેનિંગ થયું નહોતું. આ સિવાય કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ દેખાઈ રહ્યું નહોતું. ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. ઘણા લોકો ટિકિટ વગર જ ટ્રેનમાં સવાર થઈ ગયા હતા. થોડી જ મિનિટોમાં ડબ્બા ફુલ ભરાઈ ગયા હતા. એવામાં યુપી-બિહાર તરફ જઈ રહેલી આ ટ્રેન કોરોનાની સુપર સ્પ્રેડર બની શકે છે.

ભીડમાં કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.
ભીડમાં કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.

લોકોના ડર અને પલાયનનો આ સિલસિલો ચાલુ છે. જો કદાચ લોકડાઉનની સ્થિતિ સર્જાય તો હાલ તો સ્ટેશન પર એવી કોઈ વ્યવસ્થા દેખાઈ રહી નથી, જે મુશ્કેલ સ્થિતિમાંથી આપણને ઉગારી શકે. હાલ સ્ટેશન પર ડોક્ટર પણ હાજર નથી. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થઈ રહ્યું નથી. મજૂરોનું પણ કોઈ ટેસ્ટિંગ હાલ થઈ રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...