• Gujarati News
  • National
  • Mumbai Bomb Threat, Railway Police Commissioner Issues Alert On Social Media, Station Security Beefed Up

26/11 વરસી અગાઉ:મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રેલવે પોલીસ કમિશનરે સોશિયલ મીડિયા પર એલર્ટ જાહેર કર્યું, સ્ટેશનોની સુરક્ષા વધારાઈ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ચાલી રહેલી હિંસા વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી 26/11ના આતંકવાદી હુમલાની વરસીના માંડ 13 દિવસ અગાઉ ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસને કોઈ અજ્ઞાત વ્યક્તિએ શનિવારે ફોન પર સમગ્ર શહેરને બોમ્બથી ઉડાવી દેવાની વાત કહી હતી.

આ ફોન કોલ બાદ પોલીસ ટીમ સાવચેત થઈ ગઈ છે અને તમામ જગ્યાએ સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને તમામ રેલવે સ્ટેશનો પર સાવધાની રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે તરફથી તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓને પણ ધમકીભર્યા કોલ અંગે માહિતી આપવામાં આવી છે.

રેલવે પોલીસ કમિશનરે કહ્યું- ગભરાવાની જરૂર નથી
મુંબઈ રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે ધમકીભર્યાં કોલ અંગે માહિતી આપી હતી. ખાલિદે સોશિયલ મીડિયા પર કહ્યું કે મુંબઈમાં સંભવિત બોમ્બ હુમલાની માહિતી બાંદ્રા RPSને ટેલિફોન પર મળી હતી. ફોન કરનારનો સંપર્ક કરવામાં આવ્યો છે. સુરક્ષા વધારવામાં આવી છે. તમામ સહયોગી એજન્સીઓને પણ માહિતગાર કરવામાં આવી છે. આ ઘટનામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

મુંબઈ હુમલાની તારીખ નજીક આવી રહી હોવાથી વિશેષ સાવધાની
મુંબઈમાં 2008માં 25 નવેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલાની તારીખ નજીક આવી રહી છે તે અગાઉ તમામ સાવચેતી દર્શાવવામાં આવી રહી છે. આ સાવધાની સમયે બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા પોલીસ તેને ગંભીરતાથી લઈ રહી છે અને દરેક એંગલથી તપાસ થઈ રહી છે.

બે દિવસ અગાઉ અંબાલા-ચંડીગઢ સ્ટેશન ઉડાવી દેવાની ધમકી મળેલી
બે દિવસ અગાઉ હરિયાણાના અંબાલા અને ચંડીગઢ રેલવે સ્ટેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોતાને લશ્કર-એ-તોઈબાનો સભ્ય ગણાવનાર અજ્ઞાત વ્યક્તિએ અંબાલા રેલવે DRMને પત્ર મોકલી 25/11ની રવસી પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપેલી.

બે સપ્તાહ અગાઉ મેરઠ સહિત 9 સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળેલો
બે સપ્તાહે અગાઉ મેરઠ સહિત 9 સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળેલો. આ પત્રમાં પણ લશ્કર-એ-તોઈબા તરફથી ધમકી આપતા મુંબઈના 25/11 હુમલાનો ઉલ્લેખ કરાયો હતો. આ પત્રની તપાસ ઉત્તર પ્રદેશ પોલસીના ATS દ્વારા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...