તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mumbai Became The First District In The Country To Vaccinate More Than One Crore People, About 25 Lakh People Got The Second Dose

વેક્સિનેશનમાં મુંબઈ પ્રથમ:મુંબઈ એક કરોડથી વધુ લોકોને વેક્સિનેશન કરનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો, લગભગ 28 લાખ લોકોને બીજો ડોઝ મળી ગયો

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશનમાં એક કરોડનો આંક પાર કરી ચૂકેલ BMC હવે આગામી દિવસોમાં સિકંદ ડોઝવાળા લોકોનું વેક્સિનેશન વધારવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. - Divya Bhaskar
વેક્સિનેશનમાં એક કરોડનો આંક પાર કરી ચૂકેલ BMC હવે આગામી દિવસોમાં સિકંદ ડોઝવાળા લોકોનું વેક્સિનેશન વધારવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે.
  • મુંબઈમાં એક કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

બૃહ્ન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના પ્રયાસો બાદ મુંબઈ દેશનો પ્રથમ એવો જિલ્લાઓ બની ગયો છે, જ્યાં એક કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. CoWIN પોર્ટલ પર અપલોડ કરેલા આંકડા મુજબ, શુક્રવાર સુધી અહીં 1 કરોડ 63 હજાર 497 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 72 લાખ 75 હજાર 134 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 27 લાખ 88 હજાર 363 લોકો એવા છે જેમને બંને ડોઝ આપવામાં આવ્યા છે .

27 ઓગસ્ટે સૌથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયુ
BMC મુજબ, અભિયાનની શરૂઆત બાદ 27 ઓગસ્ટે સૌથી વધુ 1 લાખ 77 હજાર લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જીલ્લામાં 507 સ્થળો પર વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાંથી 325 સરકારી કેન્દ્ર છે, જ્યારે 182 કેન્દ્ર પ્રાઈવેટ હોસ્પિટલો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. CoWIN પોર્ટલ નુજબ, મુંબઈમાં 24 ઓગસ્ટે 1 લાખ 63 હજાર 775 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ત્યાર બાદ 23 ઓગસ્ટે 1 લાખ 53 હજાર 881 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા વધારવાના પ્રયાસ
એક કરોડનો આંકડો પાર કરી ચૂકેલ BMC હવે આગામી દિવસોમાં સેકન્ડ ડોઝવાળા લોકોનું વેક્સિનેશન વધારવાના પ્રયાસ કરવા જઇ રહી છે. આ અંતર્ગત શનિવારે સમગ્ર શહેરમાં એક ડોઝ લઈ ચૂકેલા વધુમાં વધુ લોકોને સેકન્ડ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

મુંબઈમાં કોરોનાથી સ્થિતિ
આ દરમિયાન, મુંબઈમાં શુક્રવારે 422 નવા કેસ નોંધાયા હતા. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે 400થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા હોય. હવે કુલ મળીને કોરોનાના કેસનો આંક 7,45,434 થઈ ગયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને 15,987 પહોંચ્યો છે. અ અને 2 સપ્ટેમ્બરે શહેરમાં 416 અને 441 કેસ નોંધાયા હતા. આ વર્ષે મુંબઇલા 4 એપ્રિલે 2021ના રોજ સૌથી વધુ 11,163 લોકો પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 1 મે ના રોજ મહામારીની બીજી લહેર દરમિયાન સૌથી વધુ 90 મોત નોંધાયા છે. આ વર્ષે સૌથી ઓછા કેસ 16 ઓગસ્ટે 190 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...