• Gujarati News
  • National
  • Mumbai: After Killing 54 Year Old Bank Employee, Wife And Son Threw It From The Balcony, Tried To Make It Look Like Suicide

જીવન સાથીએ જ જીવ લીધો:પત્નીએ દિકરા સાથે મળી પતિની હત્યા કરી મૃતદેહ 7માં ફ્લોર પરથી ફેંક્યો, દિકરાને કેનેડા જવા માટે પૈસા નહતો આપતો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેના દિકરા સાથે મળીને બેન્ક મેનેજર પતિની હત્યા કરીને તેની લાશ સાતમા માળેથી નીચે ફેંકી દીધી છે. બંનેએ આ હત્યાને આત્મહત્યા ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે પોલીસ દ્વારા કડક રીતે પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો છે. શુક્રવારે સાંજે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.

ઘટના શુક્રવારે મુંબઈની પશ્ચિમ વિરા દેસાઈ રોડની છે. મૃતકની ઓળખ સંતન કુમાર શેષાદ્રી તરીકે કરવામાં આવી છે. તે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ પર કાર્યરત હતો. આ ઘટના વહેલી સવારે 4.54 વાગે થઈ હતી. તેનો મૃતદેહ જોઈને મોર્નિંગ વોક પર નીકળેલા પડોશીએ ફોન કરીને પોલીસને માહિતી આપી હતી.

સુસાઈડ દેખાડવા 7માં ફ્લોર પરથી લાશ ફેંકી
ઘટનાની તપાસ કરતા અંબોલી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર અબ્દુલ રઉફે જણાવ્યું કે ઘરમાં પતિને માર્યા પછી મહિલા અને તેના દિકરાએ તેને આત્મહત્યા ગણાવવા માટે પતિને ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ફેંક્યો હતો. રઉફે જણાવ્યો કે અમે સંતન કુમાર શેષાદ્રીની હત્યાના આરોપમાં તેમની પત્ની જયશીલા અને દિકરા અરવિંદની ધરપકડ કરી લીધી છે.

દિકરાને કેનેડા જવા માટે પૈસા નહતો આપતો
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ કબુલ્યું છે કે તેઓ મૃતકથી કંટાળી ગયા હતા. કારણકે તે પરિવાર પર ધ્યાન જ નહતો આપતો. તેમને પૂરતો ઘરખર્ચ નહતો આપતો અને નાની નાની વાતે ઝઘડા કરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, અરવિંદે બે વર્ષ પહેલાં જ એન્જિનિયરિંગ કમ્પલિટ કર્યું છે અને તે હાયર સ્ટડી માટે કેનેડા જવા માંગતો હતો. પરંતુ પિતા તેને પૈસા આપવા તૈયાર નહતો. આ જ કારણથી ગુરુવારે સાંજે પરિવારમાં ઝઘડો થયો હતો. પરિણામે તે રાતે જ મા-દિકરાએ ભેગા મળીને સંતન કુમારની હત્યા કરી દીધી હતી.

સંતન કુમાર સ્વભાવે કંજૂસ હોવાના કારણે પરિવારજનો પરેશાન હતા
સંતન કુમાર સ્વભાવે કંજૂસ હોવાના કારણે પરિવારજનો પરેશાન હતા

આ રીતે થયો હત્યાનો ખુલાસો
ઘટનાની જાણ થતાં જ ફ્લેટમાં પોલીસની ટીમ પહોંચી તો તેમને ઘટના સમજતા સહેજ પણ વાર ના લાગી. ઘરની છત પર લોહીના ધબ્બા હતા અને રૂમનો સામાન પણ અસ્તવ્યસ્ત હતો. આ જોઈને પોલીસ થોડી જ વારમાં સમગ્ર વાત સમજી ગયા હતા કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ત્યારપછી માતા અને દિકરાની અલગ અલગ કડક રીતે પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો છે. જોકે પૂછપરછમાં પત્નીએ જણાવ્યું કે, તે પહેલાં પણ બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કરી ચૂક્યો છે.

એક પણ રૂપિયાનો નકામો ખર્ચ નહતો કરતો સંતન કુમાર
તપાસમાં સામે આવ્યું છે કે, સંતન કુમારની બે વર્ષ પહેલાં જ ચેન્નાઈથી મુંબઈ ટ્રાન્સફર થઈહતી.
SIDBI ક્વાર્ટરમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, સંતન કુમાર સારા માણસ હતા, પરંતુ પૈસાની બાબતમાં ખૂબ કંજૂસ હતા. તેઓ હંમેશા પૈસા બચાવવાની વાત કરતા હતા. તેમનો દિકરો અને પત્ની આ જ કારણથી તેમનાથી પરેશાન રહતા હતા. તેમના મોતથી અમને ખૂબ આઘાત લાગ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...