મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલમાં જ પોતાની નાનપણની સાહેલી કિઆરાનાં લગ્નમાં પતિ આનંદ પીરામલ સાથે જેસલમેર પહોંચી હતી. આ દરમિયાન ઈશાના હાથમાં એક ક્યૂટ બેગ જોવા મળી હતી, જેની કિંમત લાખોમાં છે.
ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને પતિ આનંદ પીરામલ માતા-પિતા બન્યાં ત્યારથી તેમના જીવનનો શ્રેષ્ઠ તબક્કો માણી રહ્યાં છે. જોકે ઈશાએ પોતાની નાનપણની સાહેલી કિઆરા અડવાણીનાં લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચી છે. 5 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેર એરપોર્ટ પર પાપારાઝીએ ઈશા અને આનંદને જોયાં. આ દરમિયાન ઈશાની ખૂબ જ મોંઘી પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું.
ઈશાએ કિઆરાનાં લગ્નમાં શરારા પહેર્યું
એરપોર્ટ લુક માટે ઈશા અંબાણીએ શરારા સેટ પસંદ કર્યો, જેમાં એક કુર્તો, મેચિંગ પેન્ટ અને જેકેટનો સમાવેશ થાય છે. ઈશાના પેસ્ટલ આઉટફિટમાં મલ્ટિકલર્ડ એમ્બ્રોઈડરી હતી અને દેખાવમાં એ અદભુત હતી. મેકઅપ અને ખુલ્લી હેરસ્ટાઇલ સાથે લુક પૂરો કર્યો. એક્સેસરીઝ માટે, અદભુત ડાયમંડ જ્વેલરી પસંદ કરી, જેમાં ચોકર અને મેચિંગ એરિંગ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, તેમના પતિ આનંદ પીરામલ ઓલ બ્લેક આઉટફિટમાં હેન્ડસમ દેખાતા હતા.
ઈશા અંબાણી સાહેલી કિઆરાનાં લગ્નમાં 32 લાખનું પર્સ લઈને પહોંચી
પોતાના પેસ્ટલ-કલરના આઉટફિટ સાથે ઈશાએ પોતાના લુકને મેચ કરવા પિંક કલરનું નાનું પર્સ પસંદ કર્યું. ઈશાના એક ફેન પેજ અનુસાર, ઈશાની આ નાની હેન્ડબેગ લક્ઝરી બ્રાન્ડ 'Hermes Paris'ની છે. 'કેલી 20 મિની સેલિયર પર્સ' પિંક એપ્સમ લેધરથી બનાવવામાં આવ્યું છે અને હકીકતમાં એ ખૂબ ખાસ છે. જોકે આ મિની પર્સની કિંમત 38,500 અમેરિકન ડોલર એટલે કે 31 લાખ 70 હજાર રૂપિયા છે.
કિઆરા અડવાણી અને ઈશા અંબાણીની મિત્રતા
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને કિઆરા અડવાણી નાનપણની સાહેલી છે અને બંને વચ્ચે ખાસ બોન્ડ છે. તેમનાં વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ઈશા અને કિઆરા સારા અને ખરાબ સમયમાં સાથે રહ્યાં છે. ઘણીવાર આપણે બંનેને એકબીજા પર પ્રેમ વરસાવતા જોયાં છે, જે સાબિત કરે છે કે તેઓ બેસ્ટ ફ્રેન્ડ્સ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.