તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mukul Roy In Touch With BJP Leaders, Son Shubhranshu Said 25 MLAs And 2 MPs May Come To Trinamool

બંગાળમાં ઘર વાપસી:મુકુલ રોય ભાજપના નેતાઓના સંપર્કમાં, દીકરા શુભ્રાંશુએ કહ્યું- 25 ધારાસભ્ય અને 2 સાંસદ તૃણમૂલમાં આવી શકે છે

કોલકાતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોય તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફર્યા બાદ એવી ધારણા વ્યક્ત કરવામાં આવતી હતી કે મોટી સંખ્યામાં લોકો ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં જશે. મુકુલ રોયની પોલિટિકલ મૂવ્સ પણ આ દિશામાં સંકેત આપી રહ્યા છે. મુકુલ સતત ભાજપના નેતાઓ અનો ઓર્ગેનાઈઝર્સનો સંપર્ક કરી રહ્યા છે. આ ઉપરાંત એવા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છે કે જેમને 4 વર્ષ ભાજપમાં રહ્યા હતા ત્યારે તૃણમૂલમાંથી લઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રોય પોતે એ વાત માની રહ્યા છે કે ભાજપના નેતાઓ સાથે ફોન પર વાત કરી રહ્યા છે. વર્ષ 2017માં તૃણમૂલમાંથી ભાજપમાં જનારા મુકુલ રોય તેમના દીકરા શુભ્રાંશુ સાથે તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. મમતાએ તેમના પુનરાગમન અંગે કહ્યું હતું કે મુકુલને પાર્ટીમાં મોટી ભૂમિકા આપવામાં આવશે.

હવે ભાજપને જવાબ આપવાનો સમયઃ શુભ્રાંશુ
દીકરા શુભ્રાંશુએ મુકુલની યોજના અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે ભાજપના ઓછામાં ઓછા 20થી 25 ધારાસભ્ય અને 2 સાંસદ તૃણમૂલમાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે ભાજપે વિધાનસભા ચૂંટણી બાદ કર્યું છે એનો હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.

શુભ્રાંશુએ મુકુલના ભાજપ સાથેના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે મારા પિતા ત્યારે દબાણમાં હતા. આ દબાણની અસર તેમના આરોગ્ય પર જોઈ શકાતી હતી. તેમણે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો ન હતો, અલબત્ત, અગાઉ તેઓ પ્રચાર કરતા હતા. એક દિવસ તેમણે મને પૂછ્યું કે શું તું બીજાપુર વિધાનસભા બેઠક જીતીશ. એ દિવસે તેઓ ઘણા અપસેટ હતા.

ભાજપની પણ નજર પણ પોતાના નેતાઓ પર
મુકુલ તૃણમૂલમાં ગયા બાદથી ભાજપની નજર પોતાના નેતાઓ અને ધારાસભ્યો પર છે. ભાજપનો પ્રયત્ન છે કે તે પોતાના નેતાઓને પક્ષમાં જાળવી રાખવામાં આવે. આ માટે એવા નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે કે જે પાર્ટીના કાર્યક્રમોથી દૂર રહ્યા છે. વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીની ઉપસ્થિતિમાં રાજભવનમાં 25 ધારાસભ્ય ગેરહાજરને ભાજપે ગંભીરતાથી લીધી છે. એક ભાજપ નેતાએ કહ્યું હતું કે કેટલાક ધારાસભ્ય સ્વાસ્થ્ય કારણોથી આવી શક્યા નથી. કેટલાક અગાઉથી જ વ્યસ્ત હતા. જોકે કેટલાક સભ્યોએ માહિતી આપી ન હતી.