તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mukul Roy Called The Prime Minister, Inquiring About His Wife; Mamta's Nephew Abhishek Went To The Hospital To Inquire

બંગાળમાં ઘર વાપસી વચ્ચે મોદી એક્ટિવ:મુકુલ રોયને વડાપ્રધાને ફોન કર્યો, પત્નીના ખબર પૂછ્યા; મમતાનો ભત્રીજો અભિષેક ખબર પૂછવા માટે હોસ્પિટલ ગયો હતો

કોલકાતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મમતાએ ભત્રીજા અભિષેક બેનર્જી મુકુલનાં પત્નીના ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારથી જ તેમની તૃણમૂલમાં જોડાવાની અટકળો વેગવંતી થઈ છે. - Divya Bhaskar
મમતાએ ભત્રીજા અભિષેક બેનર્જી મુકુલનાં પત્નીના ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારથી જ તેમની તૃણમૂલમાં જોડાવાની અટકળો વેગવંતી થઈ છે.
  • બંગાળમાં મુકુલ રોય સહિતના કેટલાક નેતાઓની તૃણમૂલમાં વાપસીની અટકળો

બંગાળમાં મુકુલ રોય અને રાજીબ બેનર્જી જેવા નેતાઓની તૃણમૂલમાં વાપસીની અટકળો વેગ પકડી રહી છે. મુકુલ રોયનાં પત્ની હાલમાં ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મુકુલ રોયને ફોન પર તેમની પત્નીના ખબર-અંતર પૂછ્યા હતા. આ ફોન પર વાતચીત થોડીવાર જ ચાલી હતી. સૂત્રો મુજન, ફોન પર રાજકીય વાતચીત કરવામાં આવી નથી.

મુકુલની તૃણમૂલમાં વાપસીની અટકળો વેગવંતી થઈ છે, જ્યારે મમતાના ભત્રીજો અભિષેક બેનર્જીએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. જોકે આ મુલાકાત હોસ્પિટલમાં થઈ હતી, જ્યારે અભિષેક મુકુલનાં પત્નીની ખબર પૂછવા માટે હોસ્પિટલ ગયા હતા.

ચૂંટણી પહેલાં 50થી વધુ તૃણમૂલ નેતાઓ ભાજપમાં જોડાયા હતા
ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસના 50થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા હતા. હવે આમાંથી ઘણા ફરીથી TMCમાં જોડાવા માગે છે. મુકુલ રોય અને રાજીબ બેનર્જી જેવા મોટાં નામોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ફરીથી TMCમાં જોડાઈ શકે છે. રોય હાલમાં BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેઓ TMC છોડનારા પ્રથમ નેતાઓમાંના છે. રોયે BJPને 2018માં થયેલી પંચાયત ચૂંટણીમાં જીત અપાવવા માટે મોટી ભૂમિકા નિભાવી હતી. આ વખતે તેઓ કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે. થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ફરીથી TMCમાં જોડાઈ શકે છે.

મુકુલના પુત્રની પોસ્ટથી ઘર વાપસીની ચર્ચાએ જોર પકડ્યું
મુકુલ રોયના પુત્ર સુભ્રાંશુ રોયે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતુ કે જનતા દ્વારા ચૂંટાઈ આવેલી સરકારની નિંદા કરવાને બદલે આત્મનિરીક્ષણ કરવું વધુ સારું છે. રોયની આ જ પોસ્ટ બાદ એવું જાણવા લાગ્યું છે કે તેઓ પોતાના પિતા મુકુલ રોયની સાથે TMCમાં જોડાઈ શકે છે.

ભાજપે ઘર વાપસીની વાતને નકારી
BJP પ્રવકતા શમિક ભટ્ટાચાર્યએ આ વાતને નકારી હતી. ભટ્ટાચાર્યનું કહેવું છે કે રોય અને રાજીબ બેનર્જી અંગે જે વાત થાય છે એ બધી અફવા છે. એમાં કોઈ સત્યતા નથી. ભટ્ટાચાર્યનું કહેવું છે કે સુભ્રાંશુએ આવેશમાં આવીને આવું લખ્યું છે. પાર્ટી છોડવા જેવી તો કોઈ વાત જ નથી. સુભ્રાંશુને BJPએ બીજપુરથી ટિકિટ આપી હતી, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.