તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mukesh Ambani To Make Jamnagar A Hub Of Renewable Energy, Invest Rs 75,000 Crore In Three Years

નવાનગરને મળશે વૈશ્વિક સ્તરે નવી ઓળખ:ધીરુભાઈએ જામનગરને પેટ્રોલિયમ હબ બનાવ્યું હવે દીકરો મુકેશ એનર્જી એપીસેન્ટર બનાવશે; 75,000 કરોડનું રોકાણ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન એનર્જીમાં રિલાયન્સની એન્ટ્રીથી અદાણી, ટાટા જેવી કંપનીઓની મુશ્કેલી વધશે
  • આ ઉપરાંત 75 હજાર જેટલી નવી રોજગારી પણ ઊભી થશે
  • 5000 એકર્સમાં 4 ગીગા ફેક્ટરી સ્થપાશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 44મી AGMમાં ગ્રૂપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. કંપની આગામી ત્રણ વર્ષમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રૂ. 75000 કરોડનું રોકાણ કરશે. જે રીતે લગભગ પાંચ દાયકા પૂર્વે ધીરભાઈ અંબાણીએ જામનગરમાં રિફાઇનરી બનાવી અને ગુજરાતનાં એક નાના શહેર જામનગરને પેટ્રોલિયમના ગ્લોબલ મેપ પર મૂકી દીધું હતું તેવી જ રીતે રીતે હવે મુકેશ અંબાણી હવે જામનગરને ગ્રીન એનર્જીના વૈશ્વિક નકશામાં નવી ઓળખ આપવા જઈ રહ્યા છે.

રિલાયન્સે જામનગરમાં ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ નિર્માણનું કામ શરૂ કર્યું છે, જેની 5000 એકર્સમાં 4 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા હશે.

જામનગરમાં રૂ. 60,000 કરોડનું રોકાણ કરશે
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપની જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગીગા કોમ્પ્લેક્સ બનાવશે જેમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેઓએ કહ્યું, અમે ચાર ગીગા ફેક્ટ્રીઓને સમર્થન આપવા માટે બુનિયાદી ફોરમ અને ઉપયોગિતા પ્રદાન કરશે કે જેથી તમામ મહત્વપૂર્ણ સામગ્રી યોગ્ય સમયે ઉપલબ્ધ થઈ શકે. સોલર એનર્જીથી કંપની સસ્તા મોડ્યૂલ આપશે. સોલર એનર્જી પર કંપનીનું ફોકસ યથાવત રહેશે. 2030 સુધી કંપની 100 ગીગાવોટની એનર્જી ક્ષમતા તૈયાર કરશે.

15,000 કરોડનું વધારાનું રોકાણ
આ દેશવ્યાપી ઈકોસિસ્ટમનો ભાગ બનવા માટે યોગ્ય ક્ષમતાઓવાળા સ્વતંત્ર નિર્માતાઓનું પણ સમર્થન કરીશું. અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ સહિત વેલ્યૂ ચેન, પાર્ટનરશિપ અને ફ્યૂચર ટેક્નોલોજીસમાં વધારાના 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની ન્યૂ મટીરિયમ અને ગ્રીન કેમિકલ્સને લઈને પણ વિચાર કરી રહ્યું છે. હાઈડ્રોજન અને સોલર ઈકો સિસ્ટમને સપોર્ટ કરવા માટે રિલાયન્સ વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઈબર પ્લાન્ટ ડેવલપ કરશે.

કંપની સસ્તા સોલર મોડ્યૂલ આપશે
અંબાણીએ કહ્યું કે, સોલર એનર્જીથી કંપની સસ્તા મોડ્યૂલ આપશે. સોલર એનર્જી પર કંપનીનું ફોકસ યથાવત રહેશે. 2030 સુધી કંપની 100 ગીગાવોટની એનર્જી ક્ષમતા તૈયાર કરશે. કંપની બેટરીમાં સોલર એનર્જી સ્ટોર કરવા પર ફોકસ યથાવત રાખશે. કંપની નવા એનર્જી બિઝનેસમાં 3 વર્ષમાં 75,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ ગુજરાતને ભારત અને દુનિયાના સોલર મેપ પર લાવશે. રિલાયન્સે ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવી છે જેમાં દેશની અનેક ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સામેલ કરવામાં આવી છે. રિલાયન્સે જામનગરમાં ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ નિર્માણનું કામ શરૂ કર્યું છે, જેની 5000 એકર્સમાં 4 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા હશે.

અદાણી કરતાં અંબાણીનું ઇન્વેસ્ટમેન્ટ ત્રણ ગણું મોટું
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 25,000 કરોડનું રોકાણ કર્યું છે. તેની સામે આજે મુકેશ અંબાણીએ આજે આ સેક્ટરમાં આગામી ત્રણ વર્ષમાં 75,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. અદાણી ગ્રૂપની વેબસાઇટ મુજબ કંપનીનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો 15 ગીગાવોટનો છે જ્યારે મુકેશ અંબાણીએ 2030 સુધીમાં 100 ગીગાવોટનો ટાર્ગેટ રાખ્યો છે.

રિલાન્યન્સ ન્યૂ એનર્જી કાઉન્સિલ બનશે
એક એડવાન્સ એનર્જી સ્ટોરેજ બેટરી ફેક્ટ્રી લગાડવાની યોજના છે. ગ્રીન હાઈડ્રોજનના પ્રોડક્શન માટે કંપની Electrolyser ફેક્ટ્રી બનાવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, આ નવા વ્યવસાય માટે વિશ્વ સ્તરીય પ્રતિભા સૌથી મહત્વપૂર્ણ સંસાધન કરશે. રિલાયન્સે દુનિયાભરમાંથી સર્વશ્રેષ્ટ પ્રતિભાઓને આકર્ષિત કરવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત વૈશ્વિક સ્તરે કેટલાંક ફળદ્રુપ મગજની સાથે રિલાયન્સ ન્યૂ એનર્જી કાઉન્સિલની સ્થાપના કરી છે.

રિલાયન્સ ન્યૂ એનર્જીથી કોને ફાયદો થશે
આ જાહેરાતથી દેશ અને સામાન્ય લોકોને મોટો ફાયદો થશે. એક તો પોલ્યુશનમાં ઘટાડો થશે. બીજું પેટ્રોલ-ડીઝલ પર પણ નિર્ભરતા ઓછી થશે. દેશનું ઈમ્પોર્ટ ખર્ચ પણ ઘટશે. આ ઉપરાંત 75 હજાર જેટલી નવી રોજગારી પણ ઊભી થશે.

અન્ય સમાચારો પણ છે...