• Gujarati News
  • National
  • Mukesh Ambani Organizes Arangetram Ceremony For His Youngest Daughter in law, These Celebrities Arrived And Graced The Occasion

ક્લાસિકલમાં પણ 'ક્લાસ':જાણો કોણ છે રાધિકા મર્ચન્ટ અને શું હોય છે આરંગેત્રમ સેરેમની, જેના કારણે અંબાણી પરિવારની વહુ ચર્ચામાં આવી

22 દિવસ પહેલા
  • મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની થનારી નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું
  • મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં બોલિવૂડના અનેક મોટાં અને જાણીતા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં હતા

ભારતના સૌથી પ્રભાવશાળી અને અમીર ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણીનો બોલિવૂડ સાથે ગાઢ સંબંધ છે. જ્યારે પણ તેમના દ્વારા કોઈ પાર્ટીનું આયોજન કરવામાં આવે ત્યારે તેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તિઓ પહોંચી પાર્ટીની રોનક વધારે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું, ગઈકાલે એટલે કે 5 જૂનનાં રોજ અંબાણી પરિવાર માટે ખાસ દિવસ હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની થનારી નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં બોલિવૂડના અનેક મોટાં અને જાણીતા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રભાવશાળી ડાન્સ અને ખાસ ભાવ-ભંગિમા જોવા મળી. સ્ટેજ પર રાધિકા મર્ચન્ટનો ક્લાસિકલ લુક ઘણો જ ક્લાસ લાગતો હતો.
પ્રભાવશાળી ડાન્સ અને ખાસ ભાવ-ભંગિમા જોવા મળી. સ્ટેજ પર રાધિકા મર્ચન્ટનો ક્લાસિકલ લુક ઘણો જ ક્લાસ લાગતો હતો.

રાધિકા મર્ચન્ટનું પહેલું પરફોર્મન્સ
અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ રાત્રિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર છે. હાલમાં જ રાધિકાએ પહેલી વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ દિવસ રાધિકા માટે વધુ ખાસ બનાવવા માટે મુકેશ અંબાણીએ ભવ્ય આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું, જેમાં રાધિકા ઘણી જ સુંદર દેખાતી હતી. તેમના પરફોર્મની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે, જેમાં તેમનો પ્રભાવશાળી ડાન્સ અને ખાસ ભાવ-ભંગિમા જોવા મળી. સ્ટેજ પર રાધિકા મર્ચન્ટનો ક્લાસિકલ લુક ઘણો જ ક્લાસ લાગતો હતો જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

રાધિકા અ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.
રાધિકા અ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.
રાધિકાનો પ્રભાવશાળી ડાન્સ અને ખાસ ભાવ-ભંગિમા જોવા મળી
રાધિકાનો પ્રભાવશાળી ડાન્સ અને ખાસ ભાવ-ભંગિમા જોવા મળી

ફિલ્મી સ્ટાર્સે કાર્યક્રમમાં ચારચાંદ લગાવ્યા
મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં અંબાણી પરિવારની સાથેસાથે ફિલ્મી દુનિયાની લગભગ તમામ મોટી અને જાણીતી હસ્તિઓ રાધિકા મર્ચન્ટનો ડાન્સ જોવા પહોંચી હતી. આ કાર્યક્રમમાં રાજકુમાર હિરાની, મીઝાન જાફરી, સાગરિકા ઘાટગે, ઝાહીર ખાન, સલમાન ખાન, આમિર ખાન અને રણવીર સિંહ હાજર રહ્યાં હતા. જ્યાં રણવીર સિંહ કાર્યક્રમમાં કુર્તા પાયજામામાં જોવા મળ્યો તો સલમાન અને આમિર ખાન પોતાના સ્ટેટમેન્ટ સ્ટાઈલમાં પહોંચ્યા હતા.

મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં બોલિવૂડના અનેક મોટા અને જાણીતા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં બોલિવૂડના અનેક મોટા અને જાણીતા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મુકેશ અંબાણી પોતાના દોહિત્ર પૃથ્વી આકાશ અંબાણી સાથે
મુકેશ અંબાણી પોતાના દોહિત્ર પૃથ્વી આકાશ અંબાણી સાથે

કોણ છે અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ રાધિકા
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે. રાધિકા અ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન પણ છે. વિરેન મર્ચન્ટને બે પુત્રી છે રાધિકા અને અંજલિ. જ્યારે વિરેન મર્ચન્ટના પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલી પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.

રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ કર્યું છે. આ ઉપરાંત તેમને મુંબઈના શ્રીનિભા આર્ટ્સમાંથી ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે.
રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે.

ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે રાધિકા
રાધિકા મર્ચન્ટે વાઈસ ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે.

રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, 'હું ઈચ્છું છું કે હું એવી કંપની જોઈન કરું, જેમાં રિયલમાં કોન્ટ્રીબ્યૂશન કરી શકું.'

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે

શું છે આરંગેત્રમ?
આરંગેત્રમનો સીધો અર્થ પ્રદર્શન થાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતને શીખતા છાત્ર જ્યારે મંચ પર સૌની સમક્ષ પોતાનું પહેલા પ્રદર્શન માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેમના માટે એક કાર્યક્રમનું આયોજન કરાય છે જેને આરંગેત્રમ કહેવાય છે. આ પહેલો ક્લાસિકલ ડાન્સ વર્ષોના પ્રશિક્ષણ બાદ થાય છે અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય એક શિષ્ય માટે યોગ્ય સમયે આરંગેત્રમનું આયોજન કરે છે.

અન્ય સમાચારો પણ છે...