તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનસુખ હિરેન હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ:45 લાખની સોપારી આપીને કરાવવામાં આવી મનસુખની હત્યા, ચાર્જશીટ કરવા માટે NIAએ વધુ 30 દિવસનો સમય માગ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • મનસુખ મામલામાં ચાર્જશીટ રજૂ કરવા માટે સ્પેશિયલ કોર્ટે 9 જૂને NIAને 2 મહિનાનો સમય આપ્યો હતો

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની પાસેથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં નવો ઘટસ્ફોટ થયો છે. મંગળવારે આ મામલામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જણાવ્યું હતું કે મનસુખની હત્યા કરાવવા માટે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. NIAએ આ મામલામાં ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટ પાસે વધુ 30 દિવસનો સમય માગ્યો છે.

ફન્ડિંગનો સોર્સ જાણવાનો હજી બાકી
મનસુખ મામલામાં ચાર્જશીટ રજૂ કરવા માટે સ્પેશિયલ કોર્ટે 9 જૂને NIAને 2 મહિનાનો સમય આપ્યો હતો. NIAનું કહેવું છે કે આ મામલામાં ફન્ડિંગ કોણે આપ્યું હતું એ શોધવાની જરૂરિયાત છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 150 સાક્ષીએ નિવેદન આપ્યું છે. એક ટીમે તપાસ માટે દિલ્હી જઈને કેટલાક લોકોની પૂછપરછ કરી છે.

NIA બે ફોનની પણ તપાસ કરી રહી છે
મનસુખ મામલામાં NIAએ બે ફોન કબજામાં લીધા છે. આ ફોન દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઈન્ડિયન મુજહિદ્દીનના કથિત તહસીન અખ્તર પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા. અખ્તરે એ વાત સ્વીકારી છે કે આ બંને ફોન તેના જ છે. આ અંગે NIAએ કોર્ટને જણાવ્યું હતું કે આ ફોનની તપાસમાં ઘણા મહત્ત્વના ખુલાસા થઈ શકે છે, આ માટે થોડો વધુ સમય જોઈએ.

25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હતી. એના થોડા દિવસ પછી ટેલિગ્રામ પર બે મેસેજ મોકલીને જૈશ-ઉલ-હિંદ નામના આતંકી સંગઠને વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, અખ્તરે NIAને જણાવ્યું હતું કે ટેલિગ્રામ પર મેસેજ તેણે મોકલ્યા ન હતા. જ્યારે NIA આ મામલામાં મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીની વિરુદ્ધ મળેલા પુરાવાની પણ તપાસ કરી રહી છે. તપાસ પછી આ અધિકારીની ધરપકડની પરવાનગી પણ માગવામાં આવશે.

મનસુખ કેસમાં અત્યારસુધીમાં આ લોકોની ધરપકડ થઈ
મનસુખ મામલામાં NIAએ અત્યારસુધીમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડ API સચિન વઝે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા, રિયાજુદ્દીન કાજી અને સુનીલ માણેની ધરપકડ કરી ચૂકી છે. NIAએ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ સટ્ટેબાજ નરેશ ગોરની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.