તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The NIA Raided As Soon As It Reached Mumbai, The Possibility Of A Reconstruction Of The Incident Today; The Team Collected A Lot Of Evidence

એન્ટિલિયા વિસ્ફોટક કેસ:મનસુખ હિરન મૃત્યુ પ્રકરણે એપીઆઈ વાઝેની ક્રાઈમ બ્રાન્ચમાંથી હકાલપટ્ટી, વિધાન પરિષદમાં વિરોધી પક્ષે ભીંસમાં લેતાં ગૃહમંત્રીની ઘોષણા

મુંબઈ6 મહિનો પહેલા
તસવીર સચિન વજેની છે. સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનના મોત પછી તેમની પત્ની અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે વજે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા
  • મુકેશ અંબાણીના ઘરેથી નીકળ્યા પછી NIAના અધિકારી મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા
  • મુંબઈ પોલીસની ટીમ આ મામલે 2000થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે

અંબાણીના ઘર નજીકથી મળેલાં વિસ્ફોટકો પ્રકરણે શંકાને ઘેરામાં આવેલા મનસુખ હિરનના મૃત્યુ પ્રકરણે આખરે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના એપીઆઈ સચિન વાઝેની બદલી કરવામાં આવી છે. મંગળવારે વિધાનસભામાં મનસુખ પ્રકરણે હત્યા કેસમાં વાઝેની ધરપકડ કરવાની માગણી ઊઠી હતી, જે પછી બુધવારે વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે આ મામલો ઉઠાવ્યો હતો અને વાઝેની ધરપકડ કરવાની માગણી કરી હતી. આખરે ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેની બદલી કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી.

વાઝેના મુદ્દે બુધવારે વિધાન પરિષદમાં જોરદાર ઘોષણાબાજી કરવામાં આવી હતી. વાઝેની બદલીથી અમને સંતોષ નથી. વાઝેને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિધાનમંડળનું બજેટ સત્ર ચાલવા નહીં દઈએ એમ દરેકરે જણાવ્યું હતું. ઠાકરે સરકાર ગુનેગારોને રક્ષણ આપતી સરકાર છે. આ સરકરની પ્રતિમા મલીન થઈ છે. વાઝેની તત્કાળ ધરપકડ કરો. તેમને સસ્પેન્ડ કરીને તપાસ કરવી જોએ. વાઝે સામે કાર્યવાહી કરવાની સરકારની માનસિકતા નથી. તેમને બચાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, એવો આરોપ દરેકરે કર્યો હતો.

25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી.
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી.

NIAએ મુંબઈ પહોંચતાની સાથે જ રેડ શરૂ કરી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો ભરેલી મળેલી સ્કોર્પિયોના મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ શરૂ કરી દીધી છે. મંગળવારે જ એક ટીમ મુંબઈ પહોંચી છે. ટીમે મુંબઈમાં ઊતરતાંની સાથે જ ઘણી જગ્યાઓ પર રેડ કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીમ એ ઈનોવાની તપાસનાં પરિણામોની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, જે સ્કોર્પિયોની પાછળ બે વખત જોવા મળી હતી.

એન્ટિલિયા પણ ગઈ NIAની ટીમ, આજે રિકન્સ્ટ્રક્શનની શક્યતા
આ ટીમને એક IG(ઈન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારી લીડ કરી રહ્યા છે. મંગળવારે એક ટીમ એન્ટિલિયા પહોંચી અને ત્યાંના સુરક્ષા કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓની પૂછપરછ કરી છે. ટીમે ત્યાંથી CCTV ફૂટેજની કોપી પણ પોતાના કબજામાં લીધી છે. NIAની ટીમની સાથે ગામદેવી પોલીસ સ્ટેશનના કેટલાક અધિકારી અને DCP રાજીવ જૈન પણ હતા. જૈને જ કેસ સાથે જોડાયેલી તમામ ડિટેલ NIAની ટીમને જણાવી છે. એ માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે કે ટીમ આજે આ ઘટનાના સીનનું રિકન્સ્ટ્રક્શન કરશે.

26 ફેબ્રુઆરીએ એન્ટિલિયાના ઘરની બહાર એક જિલેટની ભરેલી શંકાસ્પદ સ્કોર્પિયો મળી હતી.
26 ફેબ્રુઆરીએ એન્ટિલિયાના ઘરની બહાર એક જિલેટની ભરેલી શંકાસ્પદ સ્કોર્પિયો મળી હતી.

ટીમે મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી
મુકેશ અંબાણીના ઘરેથી નીકળ્યા પછી NIAના અધિકારી મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા અને જોઈન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારબે સાથે મુલાકાત કરી. એ પછી મુંબઈ પોલીસ કમિશનર, પરમબીર સિંહને પણ મળ્યા. આ મામલાને લઈને મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ એની તપાસ કરી રહી છે. જોકે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ NIAનો સોંપી દીધો હતો. મુંબઈ પોલીસની ટીમ 2000થી વધુ CCTV ફૂટેજની આ મામલામાં તપાસ કરી રહી છે.

આ મામલા સાથે જોડાયેલા છે ત્રણ કેસ
આ મામલામાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. પ્રથમ મામલો વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મળવાનો છે. બીજો કેસ સ્કોર્પિયોની ચોરીનો છે અને ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિકની હત્યાનો છે. સ્કોર્પિયોની ચોરીનો કેસ થાણેના વેપારી મનસુખ હિરેને નોંધાવ્યો હતો. જોકે 6 માર્ચે તેમનું શબ થાણેની ખાડીમાંથી મળ્યું હતું. તેમના મોતને હત્યા માનતાં ગૃહમંત્રી અનિલ દેશમુખના આદેશ પર મહારાષ્ટ્ર ATSએ આ મામલામાં હત્યાનો કેસ નોંધ્યો છે.

મનસુખની પત્નીના હવાલાથી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં ખુલાસો કર્યો કે મનસુખની હત્યા મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન બઝોએ કરી છે. તેમણે સચિનની ધરપકડની માગ પણ કરી છે.

ગુરુવારે ગુમ થયો હતો મનસુખ
મનસુખ થાણેનો વેપારી અને ક્લાસિક મોટર્સની ફ્રેન્ચાઈઝી ચલાવતો હતો. તે ગુરુવારે ગુમ થયો હતો અને આજે તેનો મૃતદેહ મળ્યો છે. આ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે એન્ટિલિયા કેસની તપાસ કરતાં અધિકારી સચીન વાજે અને મનસુખ એકબીજાના સંપર્કમાં હતા. આ વિશે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્રકેસની તપાસ NIAને સોંપવાની માંગણી કરી હતી.

શું છે સમગ્ર મામલો?
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાતે 1 વાગ્યે આ ગાડી એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે તે પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટીનની સ્ટિક્સ મળી હતી. 5 માર્ચે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શબ મળ્યું હતું. થોડા દિવસો પહેલાં જ મનસુખે આ ગાડી ખોવાયો હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

સચિન વાઝે કોણ છે?
1990માં વાઝે પીએસઆઈ તરીકે મુંબઈ પોલીસમાં જોડાયા હતા. મુંબઈના 63 એન્કાઉન્ટરમાં તેમનો સહભાગ છે. તેમાં છોટા રાજન, દાઉદ ઈબ્રાહિમના અનેક ગુંડાઓનો સમાવેશ થાય છે. હાલમાં રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી તે ટીમનું નેતૃત્વ વાઝેએ કર્યું હતું. 2002માં ઘાટકોપર બોમ્બવિસ્ફોટના આરોપી ખ્વાજા યુનુસના રહસ્યમય મૃત્યુ પ્રકરણે વાઝે સહિત 14 પોલીસને 2004માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 30 નવેમ્બર, 2007માં વાઝેએ પોલાસ દળમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી 2008માં શિવસેનામાં જોડાયા હતા. રાજ્યમાં શિવસેનાની આગેવાની હેઠળની સરકાર આવતાં 6 જૂન, 2020ના રોજ 13 વર્ષ પછી તેઓ પાછા પોલીસ દળમાં આવ્યા હતા.

વાઝેની તુરંત ધરપકડ કરોઃ ફડણવીસ
દરમિયાન સચિન વાઝેની ધરપકડ થવી જ જોઈએ એવી માગણી વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે પકડી રાખી છે. વાઝેની તુરંત ધરપકડ કરો. દરમિયાન મનસુખની પત્ની વિમલાએ એટીએસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મનસુખની સ્કોર્પિયો કાર વિસ્ફોટકો મૂકવા માટે ઉપયોગ કરાઈ હતી. તે કાર નવેમ્બરથી 5 ફેબ્રુઆરી સુધી વાઝે વાપરતો હતો. આટલું જ નહીં, આ સંબંધે તપાસ ફક્ત વાઝેએ કરી હતી. ત્રણ દિવસ મનસુખ રોજ વાઝે સાથે જતો અને રાત્રે ઘરે આવતો. વાઝેએ મારા પતિને તમે બે-ત્રણ દિવસ માટે ધરપકડ થઈ જાઓ, પછી હું બહાર કાઢું છું એમ કહ્યું હતું. મારા પતિની હત્યા વાઝેએ કરી છે, એમ વિમલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...