• Gujarati News
  • National
  • MP Who Vaccinated The World Record 17 Lakh Vaccines On June 21 Could Not Vaccinate Even 5,000 Vaccines The Next Day, UP Administered 8 Lakh Doses On June 22

વેક્સિનેશન કે વાતો:21 જૂને 17 લાખ લોકોને વેક્સિન આપી વિશ્વ રેકોર્ડ બનાવનાર મધ્યપ્રદેશમાં બીજા દિવસે 5 હજાર લોકોનું વેક્સિનેશન પણ ન થયું, UPમાં 22 જૂને 8 લાખ ડોઝ લગાડવામાં આવ્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં રવિવારે 1.89 લાખ અને સોમવારે 5.20 લાખ વેક્સિન લગાડવામાં આવી.
  • દેશમાં 21 જૂને રેકોર્ડ 90.86 લાખ વેક્સિનના ડોઝ લગાડવામાં આવ્યા.
  • બીજા દિવસે એટલે કે 22 જૂને આ આંકડો ઘટીને 54.22 લાખ પર આવી ગયો.

દેશમાં ઘણાં દિવસોથી વેક્સિનની ઉણપના સમાચાર વચ્ચે 21 જૂનથી વેક્સિનેશનની નવી ગાઇડલાઈન લાગુ થઈ છે. જે મુજબ દેશમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ફ્રી વેક્સિન કેન્દ્ર સરકાર આપશે. જે બાદ પહેલાં દિવસે દેશમાં રેકોર્ડ 90.86 લાખ વેક્સિનના ડોઝ લગાડવામાં આવ્યા. જો કે બીજા દિવસે એટલે કે 22 જૂને આ આંકડો ઘટીને 54.22 લાખ પર આવી ગયો. આંકડો cowin.gov.inથી લેવામાં આવ્યા છે.

આ મામલે સૌથી વધુ ચર્ચા મધ્યપ્રદેશની થઈ રહી છે. રાજ્યમાં 21 જૂને 17.44 લાખ ડોઝ લગાવીને રેકોર્ડ બનાવવામાં આવ્યો. જેના બીજા જ દિવસે આ આંકડો 99%થી વધુ ઘટીને 4842 સુધી પહોંચી ગયો. આ ઉપરાંત છેલ્લા 2 દિવસમાં બિહારમાં 54%, રાજસ્થાનમાં 20% અને ગુજરાતમાં 18% વેક્સિનેશન ઓછું થયું. આ મામલામાં ઉત્તરપ્રદેશમાં 22 જૂને 8.21 લાખ અને મહારાષ્ટ્રમાં 5.59 કરોડ ડોઝ લગાવીને રેકોર્ડ બનાવવામાં આવ્યો.

9 રાજ્યોમાં વેક્સિનેશનની સ્થિતિ
1. ઉત્તરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 8.21 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના લોકોને 5.35 લાખ, 45થી 60 વર્ષના લોકોને 1.93 લાખ અને 60 વર્ષતી ઉપરના લોકોને 92,062 ડોઝ લગાડવામાં આવ્યા. જેમાં પહેલાં રાજ્યમાં રવિવારે 8800 અને સોમવારે 7.68 લાખ વેક્સિન લગાડવામાં આવી હતી.

2. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 5.59 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના 3.95 લાખ લોકોને, 45થી 60 વર્ષના 89,034 લાખ લોકોને અને 60 વર્ષથી ઉપરના 74,738 લોકોને ડોઝ લગાડવામાં આવ્યો. આ પહેલાં રાજ્યમાં રવિવારે 1.13 લાખ અને સોમવારે 3.87 લાખ વેક્સિન લગાડવામાં આવી હતી.

3. ગુજરાત
અહીં મંગળવારે 4.27 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના 3.15 લાખ લોકોને, 45થી 60 વર્ષના 71,773 લોકોને જ્યારે 60 વર્ષથી ઉપરના લોકોને 40,435 ડોઝ લગાડવામાં આવ્યા. આ પહેલાં રાજ્યમાં રવિવારે 1.89 લાખ અને સોમવારે 5.20 લાખ વેક્સિન લગાડવામાં આવ્યા હતા.

4. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 3.80 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના લોકોને 2.69 લાખ, 45થી 60 વર્ષા લોકોને 55,190 અને 60 વર્ષથી ઉપરના લોકોને 55,888 ડોઝ લગાડવામાં આવ્યા. આ પહેલાં રાજ્યમાં રવિવારે 3.48 લાખ અને સોમવારે 4.73 લાખ વેક્સિન લગાડવામાં આવી હતી.

5. બિહાર
અહીં મંગળવારે 2.93 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના લોકોને 2.15 લાખ, 45થી 60 વર્ષના 50,929 લોકો અને 60 વર્ષથી ઉપરના લોકોને 27,019 ડોઝ લગાડવામાં આવ્યા. આ પહેલાં રાજ્યમાં રવિવારે 1.30 લાખ અને સોમવારે 6.39 લાખ વેક્સિન લગાડવામાં આવી હતી.

6. પંજાબ
રાજ્યમાં મંગળવારે 1.15 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના લોકોને 81,276 જ્યારે 45થી 60 વર્ષના લોકોને 20,800 અને 60 વર્ષથી ઉપરના લોકોને 13,800 ડોઝ લગાડવામાં આવ્યા. આ પહેલાં રાજ્યમાં રવિવારે 34,143 લાખ અને સોમવારે 1 લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી હતી.

7. ઝારખંડ
મંગળવારે 1.02 લાખ વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના 77,378 લોકોને, 45થી 60 વર્ષના 16,640 લોકોને અને 60 વર્ષથી ઉપરના 8,941 લોકોને ડોઝ લગાડવામાં આવ્યો. આ પહેલાં રાજ્યમાં રવિવારે 1.06 લાખ અને સોમવારે 98,216 લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી હતી.

8. હરિયાણા
અહીં મંગળવારે 76,628 લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના લોકોને 59,100 લાખ, 45થી 60 વર્ષના 10,411 લોકોને અને 60 વર્ષથી ઉપરના લોકોને 7,117 ડોઝ લગાડવામાં આવ્યા. આ પહેલાં રાજ્યમાં રવિવારે 37,537 અને સોમવારે 5.45 લાખ વેક્સિન લગાડવામાં આવી હતી.

9. મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 4,842 વેક્સિન લગાડવામાં આવી. જેમાં 18-44 વર્ષના 3,496 લોકોને, 45થી 60 વર્ષના 940 લોકોને અને 60 વર્ષથી ઉપરના 406 લોકોને ડોઝ લગાડવામાં આવ્યા. આ પહેલાં રાજ્યમાં રવિવારે 692 અને સોમવારે 17.44 લાખ વેક્સિન લગાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...