થોડા દિવસ પહેલા ભાજપની મહિલા વિંદ અધ્યક્ષ ચિત્રા વાધે ઉર્ફી જાવેદના કપડાને લઈને વાંધો ઉઠાવ્યો છે. વાધે રાજ્ય મહિલા આયોગને આ મામલો ઉઠાવી અને ઉર્ફીને અશ્લીલ કપડા પહેરવા ફટકાર લગાવવા અપીલ કરી છે.
આ મામલે નેતા સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભાજપ દ્વારા મહિલા પર કરવામાં આવતી બયાનબાજી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.
આવી વાતો સહન નહીં થાય, આ બધું બંધ કરો
સુપ્રિયાએ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઉર્ફી જાવેદના વિચિત્ર અને અશ્લીલ કપડાંને લઈને ચાલતી રાજનીતિ વચ્ચે નિવેદન આપ્યું છે. સુલેએ કહ્યું-જ્યારે તમે કોઈ મહિલાને ટાર્ગેટ કરો છો, ત્યારે ભૂલો નહીં કે તે કોઈની દીકરી છે. આવી વાત સહન નહીં કરી શકાય. તેને બંધ કરવી જોઈએ.
તમારા ઘરમાં પણ દીકરી છે-સુલે
બારામતીથી લોકસભા સાંસદ સુલેએ કહ્યું-"આપણે પ્રગતિશીલ મહારાષ્ટ્રમાં રહીએ છીએ. કોઈ મહિલાને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? એક સભ્ય અને સુસંસ્કૃત રાજ્યને આવી વાત શોભા નથી આપતી. ફડણવીસને મારી અપીલ છે કે, તેઓ હસ્તક્ષેપ કરે અને રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ આ કુપ્રથાને તાત્કાલિક બંધ કરે"
સુપ્રિયાએ આગળ કહ્યું-"મારા ઘરમાં એક દીકરી છે, હું કહેવા માગુ છું કે તેમણે યાદ કરવું જોઈએ કે તેમને એક દીકરી પણ છે."
મહાવિકાસ અઘાડીએ પણ નિશાનો સાધ્યો
બીજી તરફ ટીવી ડિબેટમાં મહા વિકાસ અઘાડીના નેતાઓએ ઉર્ફીના કપડા પર ચાલી રહેલી રાજનીતિની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી જાવેદને ટાર્ગેટ બનાવી રહી છે અને તે ખોટું છે.
ઉર્ફી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી
નવા વર્ષની શરૂઆત સાથે જ ઉર્ફી સામે નવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘે આ ફરિયાદ કરી છે. તેમણે પોતાના આરોપોમાં કહ્યું કે ઉર્ફી મુંબઈની સડકો પર નગ્નતા ફેલાવે છે. આ આરોપો પર ઉર્ફી જાવેદે કહ્યું હતું કે આ લોકો મને આત્મહત્યા માટે મજબૂર કરી રહ્યા છે, હું આત્મહત્યા કરી લઈશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.