તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:સાંજ સુધીમાં 10 લાખના ખર્ચે બન્યો હતો એક રસ્તો, સવારે ચોરી થઈ ગયો; હવે પંચાયત કરશે તપાસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
માત્ર કાગળ પર રસ્તો બન્યો (પ્રતીકાત્મક તસવીર) - Divya Bhaskar
માત્ર કાગળ પર રસ્તો બન્યો (પ્રતીકાત્મક તસવીર)
  • અહીં કાગળ પર 1 કિમી લાંબો રસ્તો દર્શાવાયો હતો, પરંતુ એ જગ્યાએ હકીકતમાં રસ્તો બન્યો જ નહોતો

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ત્યાં ઉપ-સરપંચે જિલ્લા મુખ્ય કાર્યાલયના અધિકારીને એક એવો પત્ર લખ્યો છે, જેની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. ઉપ-સરપંચે એના ફરિયાદપત્રમાં લખ્યું છે કે મારો વોર્ડ ક્રમાંક-15માં એક રસ્તો સાંજ સુધી બન્યો હતો, સવારે ચોરી થઈ ગયો. ફરિયાદપત્ર મળતાં જ મુખ્ય કાર્યાલયના અધિકારી આશ્ચર્યચકિત છે. તેમણે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

ઘટના સિધી જિલ્લાના મઝૌલી વિકાસખંડના મેંઢરા ગ્રામપંચાયતનો છે, જ્યાં ગ્રામપંચાયત દ્વારા પંચાયત નિધિના કાગળો પર 1 કિલોમીટર લાંબો એક રસ્તો 10 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં એ જગ્યા પર કોઈ રસ્તો બનાવવામાં આવ્યો જ નહોતો.

1 કિમીનો રસ્તો 10 લાખના ખર્ચે માત્ર કાગળ પર બન્યો હતો.
1 કિમીનો રસ્તો 10 લાખના ખર્ચે માત્ર કાગળ પર બન્યો હતો.

ગ્રામીણોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઉપ-સરપંચ રમેશ કુમાર યાદવ સાથે મઝૌલીના મુખ્ય કાર્યાલય અધિકારી અને પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે ગ્રામપંચાયતમાં સાંજ સુધીમાં એક રસ્તો બનેલો હતો, પરંતુ સવારે એ ચોરી થઈ ગયો.

દોષિતો પર કાર્યવાહી કરાશે- જિલ્લા પંચાયત CEO
આ મુદ્દો સામે આવ્યા પછી સીઈઓ અને પોલીસ સ્ટેશન પ્રભારી આશ્ચર્યચકિત છે. મઝૌલી જનપદ પંચાયતના મુખ્ય કાર્યાલય અધિકારી (CEO) એમ.એલ પ્રભારીનું કહેવું છે કે 7 જૂને મારી મઝૌલીના જનપદ પંચાયતમાં નિમણૂક થઈ છે. ગામના લોકો દ્વારા અરજી આપવામાં આવી છે. આ વિશે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે, પરંતુ ઉપ-સરપંચે કટાક્ષવાળો પત્ર લખતાં તેની ચર્ચા સમગ્ર જિલ્લામાં છે.

અન્ય સમાચારો પણ છે...