તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MP Saumitra Khan Resigns As Youth Front Chief; Suvendu Accused Of Misleading Leaders

બંગાળ ભાજપમાં અસંતોષ:સાંસદ સૌમિત્ર ખાનનું યુવા મોરચાના વડાપદેથી રાજીનામું; સુવેન્દુ પર નેતાઓને ભ્રમિત કરવાનો આરોપ

કોલકાતા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌમિત્ર ખાનની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌમિત્ર ખાનની ફાઇલ તસવીર

પશ્ચિમ બંગાળ ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ સૌમિત્ર ખાને બુધવારે રાજીનામું આપી દીધું. બિષ્ણુપુરના સાંસદ ખાને સોશિયલ મીડિયામાં આ જાહેરાત કરી. આ સાથે પક્ષના નેતા સુવેન્દુ અધિકારી પર કેન્દ્રીય નેતાઓને ભ્રમિત કરીને અને સફળતાનો સંપૂર્ણ શ્રેય લેવાનો આરોપ લગાવ્યો. ખાને પક્ષ અધ્યક્ષ દિલીપ ઘોષ પર પણ નિશાન સાધતા કહ્યું કે, આજે વ્યક્તિગત કારણોથી ભાજપ યુવા મોરચના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું. મેં પક્ષ નથી છોડ્યો. હું ભાજપમાં હતો, છું અને રહીશ. સૌમિત્ર ખાન 2018માં તૃણમૂલમાંથી ભાજપમાં આવ્યા હતા.

બીજી તરફ, સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, આ મુદ્દે હું કોઈ ટિપ્પણી નહીં કરું. આ વાત મેં ગંભીરતાથી નથી લીધી. તે મારો નાનો ભાઈ છે. હું દિલ્હીમાં તેના ઘરે જઈશ અને ત્યાં ભોજન કરીશ. હું તેના માટે સારી કારકિર્દીની પ્રાર્થના કરું છું. ખાન સામે શિસ્તભંગનાં પગલાં મુદ્દે સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, સંગઠનાત્મક મુદ્દે હું કોઈ વાત નહીં કરું. તેનો નિર્ણય પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ કરશે. જોકે, તેમના રાજીનામાને મોદી કેબિનેટના વિસ્તરણ સાથે જોડીને પણ જોવાઈ રહ્યું છે.