દોઢ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ તસવીરોમાં:MPના છતરપુરમાં બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવાઈ, રેસ્ક્યૂ-ઓપરેશન 10 કલાક સુધી ચાલ્યું

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના છતરપુરમાં 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી 15 મહિનાની દિવ્યાંશીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાઈ છે. તેનું રેસ્ક્યૂ-ઓપરેશન લગભગ 10 કલાક સુધી ચાલ્યું હતું. દિવ્યાંશી બોરવેલમાં 16 ફૂટની ઊંડાઈએ ફસાઈ હતી. રેસ્ક્યૂ- ઓપરેશન ગુરુવારે બપોરે 3.30 વાગ્યાથી 12.47 વાગ્યા સુધી ચાલ્યું હતું. બચાવવા કામગીરીમાં પોલીસ, SDERF સાથે આર્મીના જવાનો જોડાયા હતા. દિવ્યાંશીને જેવી બહાર કઢાઈ કે આસપાસના લોકો ઉજવણી કરવા લાગ્યા અને 'દિવ્યાંશી તું જીતી ગઈ' એવા નારા લગાવવા લાગ્યા હતા.

ગુરુવારે બપોરે દૌની નૌગાંવમાં 15 મહિનાની દિવ્યાંશી કુશવાહા પોતાના ખેતરના બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટના બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. દિવ્યાંશી તેની માતા અને 2 બહેન સાથે ખેતરમાં પહોંચી હતી. આ દરમિયાન તેમની માતા રામસખી કામ કરી રહી હતી, ત્યારે ત્રણેય બાળક એકબીજા સાથે રમવા લાગ્યાં હતાં. રમતાં-રમતાં દિવ્યાંશી અચાનક બોરવેલમાં પડી જતાં તેની માતાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રામસખીએ તાત્કાલિક આસપાસના લોકોની સહાય લીધી અને દિવ્યાંશી બહાર કાઢવા સરપંચને પણ કોલ કર્યો હતો. ત્યાર પછી કલેક્ટર અને SP સહિત તમામ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા અને SDERF સાથે આર્મીની સહાય લઈ રેસ્ક્યૂ- ઓપરેશન હાથ ધર્યું હતું.

તસવીરોમાં જુઓ સમગ્ર ઘટનાક્રમ.....

અન્ય સમાચારો પણ છે...