• Gujarati News
  • National
  • MP, Red Alert In Rajasthan, Several Areas In Bengal Submerged; Heavy Rains Are Also Forecast In Jharkhand Bihar And UP

પૂર્વ ભાગમાં ચોમાસું વધ્યું:MP, રાજસ્થાનમાં રેડ અલર્ટ, બંગાળમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા; ઝારખંડ-બિહાર અને UPમાં પણ ભારે વરસાદની આગાહી

3 મહિનો પહેલા
  • કોલકાતા સહિત બંગાળના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા
  • ભારે વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી

હવામાન વિભાગે પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં શનિવારે-રવિવારે પણ ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના પૂર્વ ભાગોમાં ચોમાસે આગળ વધવાની સાથે પશ્ચિમ બંગાળ પર હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે. એનાથી પશ્ચિમ તરફ ઝારખંડ અને બિહાર તરફ આગળ વધવાની શક્યતા છે. એનાથી આ રાજ્યોમાં વીકએન્ડમાં ભારે વરસાદ થશે. સ્કાઇમેટના રિપોર્ટ અનુસાર, પૂર્વ ઉત્તરપ્રદેશમાં પણ હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે અને આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદ પડશે.

વારાણસીમાં ગંગાનો જળસ્તર વધવાને કારણે શુક્રવારે બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.
વારાણસીમાં ગંગાનો જળસ્તર વધવાને કારણે શુક્રવારે બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

ભારે વરસાદથી રાંચી પાણી-પાણી થઈ ગયું
ઝારખંડની રાજધાની રાંચીમાં છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી સતત પડી રહેલા વરસાદને કારણે સામાન્ય જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. રાંચી શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરની અનેક કોલોનીઓમાં પાર્ક કરેલી કારો પણ વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ભારે વરસાદ પડવાને કારણે જાણે રસ્તા ઉપર નદીઓ વહી રહી છે.

ઝારખંડના ઘણા વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો
જો કે વરસાદની ઋતુમાં આ વરસાદથી રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થાની પોલ ખૂલી ગઈ છે. રાંચીના લોકો આનાથી ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે. સમગ્ર રાંચી પાણી-પાણી થઈ ગયું છે. હકીકતમાં, ઝારખંડના ઘણા વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાંચી અને આસપાસના વિસ્તારો આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

રાંચીમાં ભારે વરસાદના કારણે પાર્ક કરેલી કારો પણ વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
રાંચીમાં ભારે વરસાદના કારણે પાર્ક કરેલી કારો પણ વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

જયપુરમાં આગામી 4-5 દિવસ એક્ટિવ રહેશે ચોમાસું
જયપુરમાં શુક્રવારે 1.9 મિમી વરસાદ પડ્યો હતો, જેથી તાપમાન સામાન્યથી બે ડીગ્રી ઘટીને 30.4 ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે દાવો કર્યો છે કે આગામી ચાર-પાંચ દિવસ ચોમાસું એક્ટિવ રહેશે. જિલ્લામાં અત્યારસુધીમાં સામાન્ય વરસાદ 249.10 મિમીની સરખામણીએ 157.05 મિમી વરસાદ પડી ચૂક્યો છે.

કોલકાતા સહિત બંગાળના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનીય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેથી રાજ્યના કેટલાય મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આખી રાત પડેલા વરસાદને કારણે ઉત્તરીય બંગાળના કલિમ્પોંગ પર્વતમાં મમખોલા નાળામાં પૂર આવ્યું હતું. આ પૂરમાં તણાઇ જવાને કારણે બે મજૂરોનાં મોત થયાં હતાં અને બે લોકો ઘાયલ તેમજ ચાર લોકો ગુમ થયા છે.

કોલકાતામાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. અનેક ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
કોલકાતામાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. અનેક ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
કોલકાતામાં શુક્રવારે 150 મિમીથી વધુ વરસાદ પડ્યો હતો. સ્કાઇમેટ અનુસાર, પશ્ચિમ બંગાળને હાલમાં વરસાદથી રાહત નહીં મળે.
કોલકાતામાં શુક્રવારે 150 મિમીથી વધુ વરસાદ પડ્યો હતો. સ્કાઇમેટ અનુસાર, પશ્ચિમ બંગાળને હાલમાં વરસાદથી રાહત નહીં મળે.

આ તરફ ઓડિશાના ઉત્તરીય ભાગોની સાથે સાથે ઝારખંડમાં પણ શુક્રવારે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસમાં દક્ષિણ બિહાર, ઝારખંડ, ઉત્તરીય છત્તીસગઢ, ઉત્તરીય મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના દક્ષિણ વિસ્તારોમાં માધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ પૂર્વોત્તર અને પૂર્વ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની શક્યતાઓ છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ હલવાથી મધ્યમ વરસાદ ચાલુ જ રહેવાનું અનુમાન છે.

રાંચીમાં પણ શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો, જેથી પાણી ભરાઈ ગયાં હતાં અને કાચાં ઘરોને નુકસાન થયું છે.
રાંચીમાં પણ શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો, જેથી પાણી ભરાઈ ગયાં હતાં અને કાચાં ઘરોને નુકસાન થયું છે.

હિમાચલમાં 150 મીટર હાઇવે સાથે ધસી પડ્યો પર્વત હિમાચલ પ્રદેશમાં ચોમાસું હવે લોકો માટે મુશ્કેલી બનીને વરસી રહ્યું છે. સિરમોરમાં પાંવટા શિલાઈ માર્ગ પર બડવાસ નજીક શુક્રવારે સવારે 8 વાગે પર્વત ધસી પડવાને કારણે હાઈવેનો 150 મીટર ભાગ તૂટી ગયો. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે બંને તરફથી વાહનોની અવાર-જવર થઈ રહી હતી. આ દુર્ઘટનામાં લગભગ 80 લોકો માંડમાંડ બચી ગયા હતા.

પર્વત ધસી પડ્યા બાદ બંને તરફથી થઈ રહેલી વાહનોની અવરજવર અટકાવી દેવાઈ હતી.
પર્વત ધસી પડ્યા બાદ બંને તરફથી થઈ રહેલી વાહનોની અવરજવર અટકાવી દેવાઈ હતી.
હિમચાલ પ્રદેશની લાહૌલ વેલીમાં આવેલા શાંશા નાળા પર હંગામી પુલ બનાવીને 150 પ્રવાસીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
હિમચાલ પ્રદેશની લાહૌલ વેલીમાં આવેલા શાંશા નાળા પર હંગામી પુલ બનાવીને 150 પ્રવાસીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...