તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્વાલિયરમાં નિર્ભયા જેવી ઘટના:કારમાં માલિક મહિલા સાથે રેપ કરતો રહ્યો; ડ્રાઇવર ગાડી ચલાવતો રહ્યો

7 દિવસ પહેલા
 • કૉપી લિંક

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નિર્ભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપી પર હચમચાવી દે એવો આરોપ લગાવ્યો છે. એક વ્યક્તિએ મહિલાને ફેક્ટરીમાં કામ કરાવવાની વાત કહીને ગાડીમાં બેસાડી અને પછી ચાલતી કારમાં તેની સાથે રેપ કર્યો હતો. ત્યાર પછી આરોપીએ મહિલાને હોટલમાં લઈ જઈને ફરી તેની સાથે રેપ કર્યો હતો.

ગ્વાલિયર જિલ્લાના ગામ કુલૈથની એક મહિલા સાથે દુષ્કર્મ થયું છે. ત્યાં મહિલાએ એક વ્યક્તિ પર દુષ્કર્મ અને ડ્રાઈવર પર સહયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું છે કે રામબાબુ ગુર્જર તેને ફેક્ટરીમાં કામ કરાવવાના બહાને ગ્વાલિયરમાં પ્રાણી સંગ્રહાલયની સામે પોતાની ટવેરા ગાડીમાં લઈ ગયાં અને પછી ચાલતી ગાડીમાં તેની સાથે રેપ કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવર ગાડી ચલાવતો રહ્યો હતો અને માલિક રેપ કરતો રહ્યો હતો. ત્યાર પછી રામબાબુ તેને જબરદસ્તી એક હોટલમાં લઈ ગયો અને ત્યાં પણ તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો.

ગ્વાલિયર ડીએસપી ક્રાઈમ બ્રાન્ચ વિજય ભદૌરિયા.
ગ્વાલિયર ડીએસપી ક્રાઈમ બ્રાન્ચ વિજય ભદૌરિયા.

મહિલાએ પોલીસ સ્ટેશન જઈને આ વિશે ફરિયાદ નોંધાવી. ત્યાર પછી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરોપી રામબાબુ ગુર્જર અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ડીએસપી ક્રાઈમ બ્રાન્ચ વિજય ભદૌરિયાએ જણાવ્યું હતું કે એક મહિલાએ સોમવારે ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે કારમાં રેપ કરવામાં આવ્યો અને ત્યાર પછી હોટલમાં પણ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહિલાની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો