આરબીઆઈનો રિપોર્ટ:મ.પ્ર.-રાજસ્થાન બાંધકામ પાછળ જેટલો ખર્ચ કરે છે, તેટલો એકલા તમિલનાડુમાં

નવી દિલ્હી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાંધકામ ગતિવિધિમાં યુપી-તમિલનાડુ ટોચે

દેશમાં બાંધકામ ગતિવિધિના મામલે ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારત આગળ છે. તેનો અંદાજ એ પરથી લગાવી શકાય કે, મધ્યપ્રદેશ (0.64 લાખ કરોડ) અને રાજસ્થાન (0.96 લાખ કરોડ) બાંધકામ પાછળ જેટલો ખર્ચ કરે છે, તેટલો એકલું તમિલનાડુ (1.94 લાખ કરોડ) કરે છે. જ્યારે આ ત્રણેય રાજ્યની વસતિ આશરે એક જ રેન્જ (6.79-7.33 કરોડ વચ્ચે) છે.

આ આંકડા આરબીઆઈએ હાલમાં જ જારી કરેલી વાર્ષિક હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓન ઇન્ડિયન સ્ટેટ્સમાં સામે આવ્યા છે. તે પ્રમાણે દેશની આશરે 64% વસતી ધરાવતાં દસ રાજ્યો પર સૌથી વધુ દેવું છે. દેશ પર કુલ રૂ. 70 લાખ કરોડનું દેવું છે, જેમાંથી અડધું એટલે કે રૂ. 35 લાખ કરોડ આ દસ રાજ્ય પર છે. તેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાત સામેલ છે. ઉત્તરપ્રદેશ રૂ. 6.53 લાખ કરોડ દેવા સાથે સૌથી ખરાબ સ્થિતિમાં છે.

ગુજરાતમાં દેશના સરેરાશથી પણ ઓછી મજૂરી, કેરળમાં સૌથી વધુ

 • ગામડાંમાં બાંધકામ ગતિવિધિમાં દૈનિક મજૂરી આપવામાં કેરળ ટોચે છે.
 • પૂર્વોત્તર રાજ્યોને છોડીને સૌથી ઓછી (રૂ. 267) સરેરાશ દૈનિક મજૂરી મ.પ્રદેશમાં છે.
 • કેરળની તુલનામાં હરિયાણામાં બાંધકામ મજૂરોની દૈનિક મજૂરી આશરે અડધી છે.

મોટાં રાજ્યોમાં ઝારખંડ-છત્તીસગઢ પર સૌથી ઓછું દેવું, બિહાર-પંજાબ પણ સારા

 • દેશમાં સૌથી ઓછા દેવાના મામલે ઉ.પ્રદેશ પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે.
 • 10 મોટાં રાજ્યોની આ યાદીમાં ઝારખંડ, છત્તીસગઢનો દેખાવ સારો છે. તેમના પર સૌથી ઓછું દેવું છે.
 • રૂ. 10,853 લાખ કરોડ સાથે પુુડુચેરી પર દેશમાં સૌથી ઓછું દેવું છે. બાકી બધાં પર રૂ. 11 હજાર કરોડથી વધુ છે.
 • દિલ્હી પણ રૂ. 20,886 કરોડના દેવા તળે દબાયેલું છે.

ખાદ્યાન્ન પેદા કરવામાં ઉ. પ્રદેશ સૌથી આગળ, પંજાબને પછાડીને મ. પ્રદેશ બીજા ક્રમે

 • કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં ઉ. પ્રદેશ આશરે 5.8 કરોડ ટન સાથે ટોચે, મધ્યપ્રદેશ 3.28 કરોડ ટન સાથે બીજા ક્રમે.
 • આ યાદીમાં પંજાબ 3.04 કરોડ ટન સાથે ત્રીજે, રાજસ્થાન 2.42 કરોડ ટન સાથે ચોથે અને હરિયાણા 1.83 કરોડ ટન સાથે પાંચમા ક્રમે છે.
 • 2020-21માં દેશમાં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન 31 કરોડ ટને પહોંચ્યું હતું. 2019-20માં તે 29.97 કરોડ ટન હતું.
 • દાળના ઉત્પાદનમાં મ. પ્રદેશ દેશમાં પહેલા ક્રમે છે. અહીં કઠોળનું ઉત્પાદન આશરે 53 લાખ ટન સુધી પહોંચી ગયું છે.
અન્ય સમાચારો પણ છે...