મધ્ય પ્રદેશના ખંડવામાં આદિવાસી પરિવારની 3 સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય બહેનોએ એક સાથે જ દોરડાથી ઝાડ પર ફાંસીનો ફંદો બનાવીને ફાંસી લગાવી લીધી છે. ઘટના મંગળવાર મોડી રાતની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ રાતે 2.30 વાગે ઘટના સ્થળે પહોંચી હતી. પરિવારજનોએ આત્મહત્યાનું કોઈ કારણ જણાવ્યું નથી. તેમની મોટી બહેનના જણાવ્યા પ્રમાણે ઘટનાના થોડા સમય પહેલાં જ ત્રણેય બહેનોની તેની અને દિકરા સાથે વાત થઈ હતી. ત્રણેય બહેનો તેને ઘરે બોલાવતી હતી.
ઘટના જાવર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. SP વિવેક સિંહે જણાવ્યું કે, ત્રણેય બહેનો સોનુ, સાવિત્રી અને લલિતાના મૃતદેહો ઝાડ પર ફંદાથી લટકેલા મળ્યા છે. તેમના પિતા જામ સિંહનું નિધન થયું છે. પરિવારમાં 5 બહેનો અને 3 ભાઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસ અને ફોરેન્સિક ટીમનું કહેવું છે કે, ત્રણેય બહેનોએ સુસાઈડ કર્યું છે. કારણ હજી જાણવા મળ્યું નથી.
એક બહેને કહ્યું હતું- 1 તારીખે હોસ્ટેલ ખુલી જશે, ખંડવા જવાનું છે
મોટી બહેન ચંપકે જણાવ્યું કે, 23 વર્ષની સોનું એસ.એન કોલેજમાં ભણતી હતી. તેનાથી નાની બહેન 21 વર્ષની સાવિત્રીના 3 મહિના પહેલાં લગ્ન થયા હતા. 19 વર્ષની લલિતાએ અભ્યાસ છોડીને મજૂરી કામ કરતી હતી. ત્રણેય બહેન તેને ઘરે આવવા માટે જીદ કરતી હતી. અમાસના દિવસે મળવા આવવાનું કહ્યું ત્યારે સોનુએ કહ્યું કે, 1 ઓગસ્ટે હોસ્ટેલ ખુલી જશે તેથી તેને ખંડવા જવાનું છે.
નવા દોરડાથી જ ફાંસી લગાવી
જાવર પોલીસ સ્ટેશનના ટીઆઈ શિવરામ જાટે જણાવ્યું કે, ત્રણેય બહેનોએ જે દોરડાથી ફાંસી લગાવી તે એકદમ નવું જ દોરડું છે. દોરડું બહેનો જ લાવી કે તેમના ઘરમાં જ હતું તે વિશે હજી તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા કેલક્ટરનું કહેવું છે કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સાચી વાતની જાણ થશે. હાલ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ દેખાતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.