વડાપ્રધાને મધ્યપ્રદેશમાં આપ્યું નવું સ્લોગન:MP અજબ છે, ગજબ છે અને સજગ પણ; અદાણી ગ્રુપે રોકાણ કરવાનો પ્રસ્તાવ મુક્યો

ઈન્દોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં 3 દિવસીય પ્રવાસી ભારતીય સંમેલનના સમાપન બાદ બુધવારે 2 દિવસીય ગ્લોબલ ઈનવેસ્ટર્સ સમિટ શરુ થઈ હતી. વડાપ્રદાન મોદીએ વર્ચુઅલી રીતે આ સમીટનું ઉદ્ઘાટન કર્યું હતુ. મોદીએ સંબાધન કરતા કહ્યું હતુ કે ભારત નિર્માણમાં એમપીની ભુમિકા મહત્વપુર્ણ રહી છે. મધ્યપ્રદેશ શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન, કૌશલ્ય અને શિક્ષણમાં ગજબ છે, અદ્ભુત છે અને સજગ પણ છે. ભારતની આઝાદીનો અમૃત કાળ શરૂ થઈ ગયો છે ત્યારે આ સમિટ થઈ રહી છે. આપણે બધા એક સાથે મળીને વિકસિત ભારતના નિર્માણની દિશામાં કામ કરી રહ્યા છીએ. જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, ત્યારે તે માત્ર આપણી આકાંક્ષા નથી પરંતુ દરેક ભારતીયનો સંકલ્પ પણ છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત દુનિયાના દેશો કરતા સારી સ્થિતિમાં છે. ભારત આ વર્ષે જી-20 ગ્રુપમાં પણ વિકસતી ઈકોનોમીવાળો દેશ છે. હાલના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાના મોટાભાગના રોકાણકારો ભારતને વધું પસંદ કરી રહ્યા છે. ભારત ઈઝ ઓફ લિવિંગ એન્ડ ઈઝ ઓફ બિઝનેસ પર કામ કરી રહ્યું છે.

GIS અપડેટ્સ...

  • અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં રોકાણનો પ્રસ્તાવ મુક્યો
  • આદિત્ય બિરલા ગ્રુપમા ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું- CM શિવરાજજીના શાસનનો અંદાજ ગજબનો છે. દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા એક પડકારજનક તબક્કે છે. જ્યારે ભારતનું અર્થતંત્ર ભડકતું, ચમકતું દેખાઈ રહ્યું છે. આ પ્રસંગે બારતે જી-21ની કમાન સંભાળી છે. આદિત્ય બિરલા ગ્રુપનો પરિવાર વિશ્વના 36 દેશોમાં સમાયેલો છે. એમપી દેશનું હૃદય છે. આગામી 5 વર્ષમાં MPમાં 15 હજાર કરોડનું રોકાણ કરશે. આદિત્ય બિરલા ગ્રુપ મધ્યપ્રદેશની સાથે ચાલશે.
  • એન ચન્દ્રશેખરે કહ્યું- ટાટા ગ્રુપ મધ્યપ્રદેશમાં વિવિધ સેકટર્સમાં રોકાણ કરવા બાબતે વિચાર કરી રહ્યું છે.

ફોર્ડ ગ્રુપના ચેરમેને કહ્યું- MPને હવે 'મોડલ પ્રદેશ' કહેવામાં આવશે
ફોર્ડ મોટર્સ ગ્રૂપના ચેરમેન અભય ફિરોદિયાએ કહ્યું- હું અને મારા ઉદ્યોગનો મધ્યપ્રદેશ સાથે 35 વર્ષથી સંબંધ છે. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે ભારત સરકાર બળજબરીથી મોકલ્યા હતા. શરૂઆતના 15 વર્ષ અઘરા હતા. પાણી નહોતું, વીજળી નહોતી. સરકાર તરફથી કોઈ સુનાવણી થઈ ન હતી. હવે એમપી બદલાયું છે. મધ્યપ્રદેશનો ઉદય થયો તેના ઘણા કારણો છે. પ્રથમ મુદ્દો લોકો છે. મારા મતે મધ્યપ્રદેશની સંસ્કૃતિ અને સમાજ ભારતીય મૂલ્યોથી સમૃદ્ધ છે. તમે અહીં કોણ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. MPના
લોકોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા બધું ઉચ્ચ ક્રમની હોય તેવું લાગે છે. મધ્યપ્રદેશના વિકાસમાં અહીંના લોકોનું સૌથી મોટું યોગદાન છે. મેં ઈન્દોર શહેરને ગંદુ જોયું છે. આજે તે ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. આમાં લોકોની ભાગીદારી જબરદસ્ત છે. કોઈપણ ઉદ્યોગપતિએ વિચારવું પડશે કે તેને આવું વાતાવરણ ક્યાંથી મળશે.

PM મોદીએ વિવિધ ક્ષેત્રોના સુધારા પર આ કહ્યું...
PMએ કહ્યું- નિર્ણાયક સરકાર, સાચા ઈરાદા સાથે ચાલતી સરકાર, વિકાસની ગતિ દર્શાવે છે. વિકાસના તમામ નિર્ણયો શક્ય તેટલા ઝડપી લેવાય છે. તમે એ પણ જોયું છે કે અમે છેલ્લા 8 વર્ષમાં સુધારાની ઝડપ વધારી છે. બેન્કિંગ સેક્ટરમાં રિકેપિટલાઇઝેશન અને ગવર્નર સંબંધિત સુધારાઓ હોય, GSTના સંદર્ભમાં વન નેશન વન ટેગ જેવી સિસ્ટમ બનાવવાની હોય, નાની-નાની ભૂલો સુધારવી... અમે રોકાણના દૃષ્ટિકોણથી આવા ઘણા અવરોધો દૂર કર્યા છે.

PMએ ખાનગી સેકટર બાબતે આ કહ્યું...

સંરક્ષણ, ખાણકામ અને સ્ટ્રેટેજિક જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો ખોલ્યા
પીએમ મોદીએ કહ્યું- આજનું નવું ભારત પોતાના ખાનગી ક્ષેત્રની તાકાત પર પણ ભરોસો રાખીને આગળ વધી રહ્યું છે. સંરક્ષણ, ખાણકામ અને સ્પેસ જેવા અનેક સ્ટ્રેટેજિક સેકટરને પણ ખાનગી ક્ષેત્રો માટે ખોલવામાં આવ્યા છે. ચાર કોડમાં ડઝનેક શ્રમ કાયદાઓનો સમાવેશ કરવો એ પણ ઘણું મોટું પગલું છે. સંકલનનું ભારણ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે અભૂતપૂર્વ પ્રયાસો ચાલી રહ્યા છે.

સિંગલ વિન્ડો સિસ્ટમ પર પણ જણાવ્યું...

50 હજાર મંજુરી આપી હતી
PMએ કહ્યું- અમે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે. જેની સાથે મધ્યપ્રદેશ પણ જોડાયું છે. આ સાથે અત્યાર સુધીમાં લગભગ 50 હજાર મંજુરી આપવામાં આવી છે. ભારતનું ઇન્ફ્રા આધુનિક બની રહ્યું છે. ભારતમાં એક નેશનલ પ્લેટફોર્મ પર દેશની સરકાર, એજન્સીઓ અને રોકાણકારો સાથે સંબંધિત અપડેટ ડેટા રહે છે. ભારત વિશ્વના સૌથી સ્પર્ધાત્મક લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ તરીકે તેની છાપ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ધ્યેય સાથે, અમે નેશનલ ઈનવેસ્ટર્સ પોલીસી લાગુ કરી છે.

ડિજિટલ નેટવર્ક પર કહ્યું ...

સ્માર્ટફોન ડેટા વપરાશમાં ભારત નંબર વન છે

વડાપ્રધાને કહ્યું- સ્માર્ટ ફોન ડેટા વપરાશમાં ભારત નંબર વન છે. વૈશ્વિક ઈનટેકમાં નંબર વન છે. ભારત આઈટીવીપીએન આઉટસોર્સિંગમાં નંબર વન છે. ભારત ત્રીજું મોટું ઓટોમોબાઈલ માર્કેટ અને ઓટો માર્કેટ છે. આજે દરેક વ્યક્તિ ભારતના ડિજિટલ ઈન્ફ્રા વિશે આત્મવિશ્વાસથી ભરપૂર છે. ગામડે ગામડે ભારત ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહોંચાડી રહ્યું છે 4G નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. દરેક ઉદ્યોગ અને ઉપભોક્તા માટે 5Gથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી લઈને AI સુધી જે પણ નવી તકો ઊભી થઈ રહી છે, તે ભારતમાં વિકાસની ગતિને વધુ વેગ આપશે. આ પ્રયાસોને કારણે આજે મેક ઇન ઇન્ડિયાને તાકાત મળી રહી છે

ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહક યોજના...

વિશ્વભરના રોકાણકારોમાં લોકપ્રિય બની રહ્યું છે
PMએ કહ્યું- ભારત મેન્યુફેક્ચરિંગની દુનિયામાં ઝડપથી વિસ્તરી રહ્યું છે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ 2.5 લાખ કરોડ વધુ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે. તે વિશ્વમાં લોકપ્રિય બની રહ્યું છે. આ સ્કીમ વિશ્વભરના રોકાણકારોમાં લોકપ્રિય બની રહી છે. હવે કરતાં
અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ કરોડનું ઉત્પાદન થયું છે. મધ્યપ્રદેશમાં પણ કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું- મધ્યપ્રદેશ એક ઉભરતો હીરો છે
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ ઈન્વેસ્ટર્સ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. પીયૂષ ગોયલે કહ્યું- મધ્યપ્રદેશ પણ આપણો એક ઉભરતો હીરો છે. મને વિશ્વાસ છે, અતૂટ વિશ્વાસ છે કે મધ્યપ્રદેશ ભવિષ્યમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે. નવી તકોની સાથે ઉદ્યોગને પણ આમંત્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું- મધ્યપ્રદેશ માટે આ યોગ્ય સમય છે. રોકાણકારો માટે આ સારો સમય છે. મધ્યપ્રદેશ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેંશન સેન્ટરમાં સાતમી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં મોટા ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. સમિટમાં 65 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યો છે. કાર્યક્રમની શરુઆતમાં એમપીના મંત્રી રાજવર્ધન સિંહે અતિથિઓનું સ્વાગત કર્યું હતુ.
ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેંશન સેન્ટરમાં સાતમી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં મોટા ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. સમિટમાં 65 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યો છે. કાર્યક્રમની શરુઆતમાં એમપીના મંત્રી રાજવર્ધન સિંહે અતિથિઓનું સ્વાગત કર્યું હતુ.

CMએ કહ્યું- MPમાં સ્વાગત માટે જાજમ બીછાવી
આ પહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલ અને મધ્યપ્રદેશના મંત્રી રાજવર્ધન સિંહ દત્તીગાંવએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્યમંત્રીએ ગયાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી અને સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું સ્વાગત કર્યું. CMએ કહ્યું- હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શહેરને રોશનીથી શણગારવામાં આવે છે. હું રાજ્યની જનતા વતી દરેકનું સ્વાગત કરું છું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અમેરિકા સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

સમિટમાં ભાગ લઈ રહ્યા છે...
કુમાર મંગલમ બિરલા, ચેરમેન આદિત્ય બિરલા ગ્રુપ; નોયલ એમ ટાટા, ચેરમેન ટાટા ઈન્ટરનેશનલ; પ્રણવ અદાણી, એમડી અદાણી ઓઈલ એગ્રો એન્ડ ગેસ; સંજીવ પુરી, સીએમડી, આઈટી; સંજય કિર્લોસ્કર, સીએમડી, કિર્લોસ્કર બ્રધર્સ; અજય પીરામલ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ; સંજીવ બજાજ, સીએમડી, બજાજ ફિનસર્વ; રાઘવપત સિંઘાનિયા, એમડી, જેકે સિમેન્ટ; સંજીવ મહેતા, CMD, હિન્દુસ્તાન યુનિલિવર; નાદિર ગોદરેજ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ; અભય ફિરોદિયા, ચેરમેન, ફોર્સ મોટર્સ; પુનીત દાલમિયા, એમડી દાલમિયા ભારત ગ્રુપ; SN સુબ્રમણ્યમ, CMD, L&T; એમ એ યુસુફ અલી, સીએમડી, લુલુ ગ્રુપ; રાકેશ ભારતી મિત્તલ, વાઇસ ચેરમેન, ભારતી એન્ટરપ્રાઇઝ; ડો.નરેશ ત્રેહાન, મેદાંતા ગ્રુપના ચેરમેન ​​​​​​.

જાણો GSIનું આજનું શિડ્યુલ...

બીજા દિવસે સવારે 11 વાગ્યે શરૂ થશે સત્ર

  • મધ્યપ્રદેશમાંથી સવારે 11 વાગ્યાથી નિકાસની શક્યતાઓ, સામાજિક માળખાના વિકાસ માટે નાણાંકીય સહાય, મધ્યપ્રદેશમાં સંપૂર્ણ બિઝનેસનું સોલ્યુશન્સ અને ભારત અને ઇઝરાયેલ, યુએસએ અને યુએઇ (12U2) જૂથના સંયુક્ત રોકાણ અંગે ચર્ચા કરવામાં આવશે.
  • 12.15 વાગ્યાથી ભારતમાં ઉત્પાદનને ઝડપી બનાવવા માટે ભારતની 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થામાં મધ્યપ્રદેશનું યોગદાન, એરો સ્પેસ અને સંરક્ષણ, ભારતમાં મેન્યુંફેક્ચરિંગને ગતિ આપવા માટે મધ્યપ્રદેશનું યોગદાન અને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અંગે રોકાણકારો સાથે ચર્ચા કરવામાં આવશે.
  • બપોરે 2 થી 3 દરમિયાન મધ્યપ્રદેશમાં સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ પર ચર્ચા થશે.

તેમજ રાજ્યની સંસ્કૃતિથી રુબરુ કરાવી રહ્યા
રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવવા માટે "સાંસ્કૃતિક ક્ષેત્ર" પણ બનાવવામાં આવશે, જેમાં સ્થાનિક અને આદિવાસી કલાઓનું પ્રદર્શન કરવામાં આવશે. જેમ કે ભીલ ચિત્રો, ઝરી-ઝરદોઝી, શણ, બાગ પ્રિન્ટ, બુટિક પ્રિન્ટ, ડોલ્સ, વાંસની કલા, ઘંટડીના કારીગરો દ્વારા ધાતુની હસ્તકલા અને હેન્ડલૂમ્સ જેમ કે મહેશ્વરી વસ્ત્રો વગેરે પ્રદર્શિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...