તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MP Has A School For Criminals, Parents Send Children For Training, School Fees Are Rs 2 3 Lakh; The Team Has Also Formed A Team Of Lawyers

અહીંયા બાળકોને ગેંગસ્ટર બનાવાય છે:MPમાં ગેંગસ્ટરોની શાળા છે, માં-બાપ બાળકોને ટ્રેનિંગ માટે મોકલે છે, સ્કૂલની ફી 2થી 3 લાખ રૂપિયા; ગેંગના લોકોએ વકીલોની ટીમ પણ બનાવી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કૈલાસ સિસોદિયા આ ગેંગનો મુખિયા છે. તેણે 50થી વધુ ઘટનાઓમાં ભાગ લીધો છે. તે કોમર્સમાંથી સ્નાતક થયા પછી લગભગ 10 વર્ષોથી આ પ્રમાણેનું કાર્ય કરી રહ્યો છે. તેણે ભવ્ય બંગલો પણ બનાવ્યો છે. - Divya Bhaskar
કૈલાસ સિસોદિયા આ ગેંગનો મુખિયા છે. તેણે 50થી વધુ ઘટનાઓમાં ભાગ લીધો છે. તે કોમર્સમાંથી સ્નાતક થયા પછી લગભગ 10 વર્ષોથી આ પ્રમાણેનું કાર્ય કરી રહ્યો છે. તેણે ભવ્ય બંગલો પણ બનાવ્યો છે.
  • ગામમાં મોટાભાગે 10-12 વર્ષની ઉંમરથી જ બાળકને ચોરી કરવાની તાલિમ આપવાની શરૂ કરી દેવાય છે
  • ગેંગના મુખિયાની ધરપકડ થાય તો તરત વકીલોની ટુકડી આવીને છોડાવી દે છે

મધ્યપ્રદેશનું કડિયા ગામ ચોરો અને પાકીટમારોની નર્સરી શાળા બની ગયું છે. અહીંયાના બાળકોને નાની ઉંમરથી જ ચોરી અને લૂંટફાંટ કરવાની તાલિમ આપવામાં આવે છે. આ પ્રકારના તાલિમ માટે બાળકોના માતા-પિતા 2થી 3 લાખની ફી પણ ચૂકવતા હોય છે. આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ રાજસ્થાનમાં થયેલી 10 લાખની લૂંટ પછી થયો હતો. 25 માર્ચના રોજ ઝુંઝુનૂંના શાહોથી એક પૂર્વ સૈનિકના 10 લાખ રૂપિયા ચોરી થઈ ગયા હતા. પોલીસ માટે પણ આ ચોરીની ઘટનાને સમજવી ઘણી મુશ્કેલ હતી. પરંતુ પોલીસે CCTV ફુટેજના આધારે મળેલા પુરાવાઓને એકત્રિત કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

હવે રાજસ્થાન પોલીસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પરીક્ષા એ હતી કે ચોરી થયેલી સમગ્ર ધનરાશિને પરત કેવી રીતે મેળવવી? આ તમામ ધનરાશિને પરત મેળવવા માટે પોલીસે આરોપીઓના ગામ કડિયા જવાનો નિર્ણય કર્યો હતો. આ ગામ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં આવ્યું છે. આની નજીક અન્ય 2 ગામ પણ છે. જેમાં સાંસી જાતીના 2500 ઘર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુલખેડી ગામમાં સાંસીના આશરે 1200 અને હુલખેડી ગામમાં 500 ઘરો છે. આ ગામમાં પ્રવેશ મેળવવો ઘણો મુશ્કેલ છે. કારણ કે મોટાભાગે આ ગામના દરેક પરિવારજનો ચોરી, લૂંટફાટ, પાકીટ મારી લેવું વગેરે જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. આ ગામના દરેક લોકો સમગ્ર દેશમાં ફેલાયેલા છે. જો ગ્રામજનોને પોલીસના આગમનનો આભાસ થાય તો તેઓ હુમલો પણ કરી શકે છે.

પોલીસે આ ગામની આસપાસ રહીને માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં તેઓને જાણ થઈ કે અહીંયા 5થી 6 લોકોને ઘણી બધી ગેંગ કાર્યરત છે. આરોપીઓના ઘરો પણ ઘણા વૈભવી છે, એમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આ ગામના લોકોમાં મોંઘી ગાડીઓ અને બાઈક વાપરવાનો પણ શોખ છે.

આરોપીઓમાં 19 વર્ષીય રિતિક પણ કાર્યરત છે. એણે અત્યાર સુધી 6 વર્ષના સમયગાળામાં 40થી વધુ લોકોના પાકીટ ચોર્યા છે. રિતિકની વાર્ષિક આવક દોઢ લાખથી પણ વધુ છે.

19 વર્ષિય રિતિક નાનપણથી જ આ વ્યવસાયમાં જોડાઈ ગયો છે. સાત વર્ષથી તે લોકોના ખિસ્સા કાપતો હતો. અત્યારસુધી એણે 40થી વધુ ચોરીની ઘટનાઓમાં ભાગ લીધો છે. એની વાર્ષિક આવક દોઢ લાખ રૂપિયા છે.
19 વર્ષિય રિતિક નાનપણથી જ આ વ્યવસાયમાં જોડાઈ ગયો છે. સાત વર્ષથી તે લોકોના ખિસ્સા કાપતો હતો. અત્યારસુધી એણે 40થી વધુ ચોરીની ઘટનાઓમાં ભાગ લીધો છે. એની વાર્ષિક આવક દોઢ લાખ રૂપિયા છે.

3 લાખમાં ટ્રેનિંગઃ ખિસ્સા કાપતા અને બેગ ચોરતા શીખવાડે છે
આ ગામમાં બાળકોને વરિષ્ઠ ગેંગસ્ટરો ટ્રેનિંગ આપે છે. જેના માટે તેમની પાસેથી કાયદેસર 2થી 3 લાખ રૂપિયાની ફી પણ ઉઘરાવવામાં આવે છે. 12થી 13 વર્ષના બાળકને તાલિમ આપવાનું શરૂ કરી દેવાય છે. જોવાની વાત તો એ છે કે માતા-પિતા પોતે એમના બાળકો માટે યોગ્ય તાલિમ આપનારો પસંદ કરે છે અને શિક્ષણ લેવા માટે મોકલે છે. આ તાલિમમાં બાળકને કેવી રીતે ખિસ્સા કાપવા, ભીડમાંથી બેગ લઈને ફરાર થઈ જવું વગેરે જેવી બાબતોનો પાઠ ભણાવાય છે. પોલીસ પકડી લે તો કેવી રીતે બચવાનું અને માર સહન કરતા પણ શીખવવામાં આવે છે. ત્યારપછી 1 વર્ષ માટે બાળકને ગેંગમાં કાર્ય કરવા માટે પસંદ કરાય છે. આ તમામ અભ્યાસની તાલિમ આપવાના બદલે માતા-પિતા તાલિમ આપનારને વાર્ષિક 3થી 5 લાખ રૂપિયા પણ આપે છે. મોટાભાગે 10-12 વર્ષથી જ બાળકને તાલિમ આપવાની શરૂઆત કરી દેવામાં આવે છે.

પાંચ વર્ષથી આ ગેંગમાં છે. પૈસાદાર લોકોને શોધવા માટે આ એક નિષ્ણાંત છે. તેની આ વિશેષતાને કારણે એને 80 હજાર રૂપિયા મળે છે. અત્યારસુધી આને કેટલા લોકોના ખિસ્સા કાપ્યા હશે તે એને યાદ પણ નથી. તે પાંચ વર્ષનો હતો ત્યારથી આ કાર્ય કરી રહ્યો છે.
પાંચ વર્ષથી આ ગેંગમાં છે. પૈસાદાર લોકોને શોધવા માટે આ એક નિષ્ણાંત છે. તેની આ વિશેષતાને કારણે એને 80 હજાર રૂપિયા મળે છે. અત્યારસુધી આને કેટલા લોકોના ખિસ્સા કાપ્યા હશે તે એને યાદ પણ નથી. તે પાંચ વર્ષનો હતો ત્યારથી આ કાર્ય કરી રહ્યો છે.

સમગ્ર પ્રશિક્ષણઃ જ્યારે પણ પકડાઈ જાય ત્યારે વકીલોની ટીમ આવી જાય છે
આ ગેંગ મોટાપાયે ચોરી કરતી હોય છે. તેઓ પહેલા સામે વાળા વ્યક્તિના કપડા બગાડે છે અને ત્યારપછી બેન્કની બહારથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ જાય છે. આ તમામ ગેંગના લોકો નાના બાળકો જોડે આ કાર્ય કરાવે છે. જેમાં તેઓ સરનામું પુછવાના બહાને અથવા ખિસ્સા કાપીને પૈસાની ચોરી કરતા હોય છે. આ તમામ લોકો લગ્ન પ્રસંગમાં પહોંચીને પણ ઘરેણા અને કીમતી વસ્તુઓની ચોરી કરતા હોય છે. બાળકો આ પ્રમાણેનું કાર્ય કરતા હોવાથી તેમને પોલીસ કસ્ટડીમાંથી સરળતાથી છૂટકારો મળી જતો હોય છે. જો મોટી ઉંમરના ગેંગસ્ટર પકડાય તો એમને છોડાવવા માટે વકીલોની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી જાય છે. લગભગ દેશના દરેક રાજ્યની પોલીસ આ ગામમાં પહોંચી હશે પરંતુ કોઈની પણ ધરપકડ કરવાની તક એમને મળી નહીં હોય.

આ આરોપી ઈન્દોરમાં હોસ્ટેલમાં નિવાસ કરીને 8 ધોરણ સુધી ભણ્યો છે. તે લગભગ 4 વર્ષથી આ ગેંગમાં જોડાયેલો છે. આણે ડુંગરગઢથી 30 લાખ રૂપિયાનું બેગ ચોરી કર્યું હતું. આ ઘણાબધા રાજ્યોના પ્રવાસ કરી ચૂક્યો છે.
આ આરોપી ઈન્દોરમાં હોસ્ટેલમાં નિવાસ કરીને 8 ધોરણ સુધી ભણ્યો છે. તે લગભગ 4 વર્ષથી આ ગેંગમાં જોડાયેલો છે. આણે ડુંગરગઢથી 30 લાખ રૂપિયાનું બેગ ચોરી કર્યું હતું. આ ઘણાબધા રાજ્યોના પ્રવાસ કરી ચૂક્યો છે.

સીખઃ આપડી બેદરકારીથી આમને ફાયદો થાય છે, જેથી સાવચેતી રાખવી જરૂરી છે
આ લોકો વધું ભણેલા નથી હોતા. બસ બેન્કની બહારથી પૈસા ઉપાડીને બેદરકારી પૂર્વક આવતા લોકોને જ તેઓ લૂંટે છે. મોટાબાગે લગ્ન પ્રસંગોમાં પણ લોકો બેદરકારી પૂર્વક મનોરંજનમાં વ્યસ્ત થઈ જાય છે, જેનો આવા ગેંગસ્ટરો ફાયદો ઉઠાવીને હાથ સાફ કરી જાય છે. જોકે આ તમામ ચોરીના કામો કરવા માટે ગેંગમાં નાના બાળકો રાખ્યા હોય છે, જેના કારણે કોઈને શંકા પણ જતી નથી. ઝુંઝુનૂંના કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે ગામના દરેક લોકો એક જ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા હોવાથી કોઈપણ ગ્રામજનો પોલીસને સૂચન આપતા નથી. જો કોઈપણ પોલીસ અધિકારી આ ગામમાં પ્રવેશ કરે છે તો તેઓ એને ઢોર માર મારીને ભગાડી દે છે.