તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોપાલમાં નાનું પ્લેન ક્રેશ:એન્જિનમાં બગડતાં ઉડાન ભર્યાને થોડી જ મીનિટોમાં એરક્રાફ્ટ ખેતરમાં પડ્યું, કેપ્ટન અને બંને ટ્રેની પાઈલટ ઘાયલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લેને ભોપાલના રાજા ભોજ એરપોર્ટથી ઉડાન ભરી હતી, થોડી મીનિટોમાં જ ક્રેશ થયું - Divya Bhaskar
પ્લેને ભોપાલના રાજા ભોજ એરપોર્ટથી ઉડાન ભરી હતી, થોડી મીનિટોમાં જ ક્રેશ થયું

ભોપાલના રાજા ભોજ એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ એક પ્લેન ક્રેશ થઈને ગાંધી નગર પાસે ખેતરમાં મળ્યું હતું. દુર્ઘટનામાં એક કેપ્ટન સહિત 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 2 ટ્રેની પાઈલટ પણ સામેલ છે. જોકે ઘટનામાં કોઈને ગંભીર ઈજા નથી આવી. ભોપાલના ASP દિનેશ કૌશલે જણાવ્યું કે, ત્રણ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

એન્જિન ખરાબ થતાં પ્લેન ખેતરમાં પડ્યું
એન્જિન ખરાબ થતાં પ્લેન ખેતરમાં પડ્યું

દુર્ઘટના ભોપાલમાં ગાંધીનગર પાસે બડવાઈ ગામના ખેતરમાં થઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે એન્જિન બંધ થવાના કારણે આ ટ્રેની પ્લેન ખેતરમાં પડ્યું હતું. પ્લેનના કેપ્ટનનું નામ અશ્વિની શર્મા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ત્રણેય પ્લેન લઈને ગુના જઈ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો