તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહાડોનો બરફ ઠંડી વધારશે:માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે બરફ જામ્યો, કાશ્મીરમાં પણ પારો 0 ડીગ્રીથી નીચે નોંધાયો

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
માઉન્ટ આબુમાં વૃક્ષની ડાળીઓ પર બરફ જામ્યો. - Divya Bhaskar
માઉન્ટ આબુમાં વૃક્ષની ડાળીઓ પર બરફ જામ્યો.

ઉત્તરીય હવા સક્રિય થવાથી રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીની અસર થઈ છે. જોકે સોમવારે મિનિમમ ટેમ્પરેચર 1 ડીગ્રી વધીને 2 ડિગ્રી પર પહોંચી ગયું છે. જોકે ઠંડીથી રાહત મળી નથી. મેક્સિમમ ટેમ્પરેચર 25 ડીગ્રી નોંધાયું છે.

સોમવારે સવારે ઘણા લાંબા સમય સુધી ધુમ્મસ જોવા મળ્યું હતું. ઝાડ, નક્કી તળાવમાં ઊભી રહેલી હોડી અને રસ્તાઓ પર ઊભી રહેલી કાર પર બરફ જામી ગયો હતો. ગુરુશિખર, ઓરિયા અને અચલગઢ વિસ્તારોમાં પણ સવારે ઝાકળનાં ટીપાં બરફ બની ગયાં હતાં.

કાશ્મીરમાં ગુલમર્ગ સૌથી ઠંડું
બીજી તરફ, કાશ્મીરમાં તાપમાન માઈનસમાં જતું રહ્યું હતું. ગુલમર્ગ સૌથી ઠંડું રહ્યું, જ્યાં પારો માઈનસ(-) ડીગ્રીએ પહોંચી ગયો. શ્રીનગરમાં તાપમાન -1.3 ડીગ્રી, પહલગામમાં -2.3 ડીગ્રી, કુપવાડમાં -1.3 ડીગ્રી, કાજીગુંડમાં -0.3 ડીગ્રી અને કોકરનાગમાં 0.2 ડીગ્રી અને કોકરનાગમાં 0.2 ડીગ્રી નોંધાયું હતું.

ફોટો ડલ તળાવનો છે.
ફોટો ડલ તળાવનો છે.
કાશ્મીરમાં લોકોને ઘરમાં કાંગડીનો સહારો લેવો પડી રહ્યો છે.
કાશ્મીરમાં લોકોને ઘરમાં કાંગડીનો સહારો લેવો પડી રહ્યો છે.

બિહારમાં રાતે ઠંડી વધશે
હવામાન વિજ્ઞાનનું કેન્દ્ર પટનાના વૈજ્ઞાનિક અમિત સિન્હાએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે, જેની અસર બિહાર પર પડશે નહિ. જોકે બીજી તરફ ઉત્તરીય ભારતમાં શીતળ લહેર અને બરફના વરસાદને કારણે આસપાસનાં રાજ્યોમાં ઠંડી વધશે. તળાવ અને નદીઓના કિનારાવાળા વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસ પણ રહેશે.

સોમવારે પટનામાં મિનિમમ ટેમ્પરેચર 11 ડીગ્રી રહ્યું હતું, જે રવિવારની સરખામણીએ 0.6 ડીગ્રી વધુ છે. મેક્સિમમ ટેમ્પરેચર 0.8 ડીગ્રી વધીને 26.8 ડીગ્રી રહ્યું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગયામાં 9.2 ડીગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...