ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 3 દિવસનો ઉત્તરાખંડ પ્રવાસ નક્કી થઈ ચુક્યો છે. આ પ્રવાસની પુષ્ટી કરતા ઉત્તરાખંડના કેબિનેટ મંત્ર ધન સિંહ રાવતે કહ્યું કે યમકેશ્વરમાં યોગીના આગમન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 3 મેના રોજ યમકેશ્વર પહોંચ્યા બાદ યોગી તેમના માતાને મળવા માટે તેમના ગામ પંચૂર પણ જશે.
27 દિવસ અગાઉ માતા અને બહેને ભાસ્કર સમક્ષ લાગણી સાથે બોલાવ્યા હતા
આજથી 27 દિવસ અગાઉ યોગી આદિત્યનાથના 84 વર્ષિય માતા સાવિત્રી દેવીએ લાગણી સભર થઈ કહ્યું હતું- મહારાજ જી એક વખત ગામ આવો, તમારી યાદ આવે છે, પિતાનું અવસાન થયું તો પણ ન આવ્યા. ચા-શિકંજીની દુકાન ચલાવનારી યોગીની બહેન શશિની પણ આ જ ઈચ્છા છે કે મહારાજ જી એક વખત માતાને મળવા માટે અચુકપણે આવે. માતા, બહેન અને ભાઈ આ અપીલનો વીડિયો અમારા સમાચાર સાથે દર્શાવ્યો છે, જેને તમે જોઈ શકો છો. છેવટે, આ અપીલની 30 દિવસ બાદ એટલે કે 3 મેના રોજ યોગી તેમના પરિવારના સભ્યોને મળવા તેમના ઘરે જઈ રહ્યા છે.
માતાને 5 વર્ષથી મળ્યા નથી, પિતાનું અવસાન થયું ત્યારે પણ ઘરે ગયા ન હતા
આજથી 5 વર્ષ અગાઉ ફેબ્રુઆરી,2017માં યોગી છેલ્લી વખત તેમના માતાને મળવા માટે ગયા હતા. તે દિવસે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલી રહી હતી. યોગી ભાજપના ઉમેદવાર હતા અને હાલની વિધાનસભાના અધ્યક્ષ ઋતુ ખંડૂરીનો પ્રચાર કરવા માટે ગયા હતા, તે સમયે માતા અને પરિવારના સભ્યોને મળવા તેમના ગામ પંચૂર પણ ગયા હતા.
માતાને મળ્યા બાદ યોગી ઉત્તર પ્રદેશના CM બની ગયા હતા. વર્ષ 2020માં યોગીના પિતા આનંદ સિંહ બિષ્ટનું અવસાન થયું હતું. કોવિડ પ્રોટોકોલને લીધે તેઓ પિતાના અવસાન બાદ પણ યોગી ઘરે જઈ શક્યા ન હતા. વર્ષ 2022માં પણ એક ચૂંટણી રેલી માટે યોગી કોટદવાર, ઉત્તરાખંડ ગયા હતા, જોકે ત્યારથી તેઓ તેમના માતાને મળવા ઘરે જઈ શક્યા ન હતા. છેવટે હવે 5 વર્ષ બાદ 3, મે,2022ના રોજ તેમના માતાને મળવા માટે પહોંચશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.