તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Family Of The Pregnant Woman Struggled But The Doctor Did Not Admit Her, In The End She Gave Birth On The Road.

સરકારી હોસ્પિટલોની બેદરકારી:તડપતી પ્રસૂતાનો પરિવાર કરગર્યો પરંતુ ડોક્ટરે એડ્મિટ ન કરી, અંતે રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો

બાંસવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને બે સરકારી હોસ્પિટલે એડ્મિટ કરવાની ના પાડી દીધી, અંતે સાસુએ ડિલીવરી કરાવી
  • સલૂનવાળાએ પડદો કરવા ચાદર આપી, હોસ્પિટલની આયુર્વેદિક નર્સિંગ સ્ટાફે રસ્તા પર જ નાળ કાપી

સાહેબ મારી પત્નીને ડિલીવરી થવાની છે. તે બહુ તકલીફમાં છે. તેને એડ્મીટ કરી દો. આ પીડા હતી કાંતુના પતિ માનસિંહની, પરંતુ તેનાથી ગામના પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્રમાં આવેલા સ્ટાફનું દિલ ન પીગળ્યું. તેમણે તપાસ કર્યા વગર જ સગર્ભાને હોસ્પિટલથી લઈ જવા કહ્યું. તેને નજીકની અન્ય એક સરકારી અને અન્ય કોઈ હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં ન આવી. અંતે દોઢ કલાકની પીડ પછી મહિલાએ હોસ્પિટલની સામે જ રસ્તા પર બાળકને જન્મ આપ્યો. ઘટના રાજસ્થાનના બાંસવાડાના કરણઘાટી ગામની છે.

એમ્બ્યુલન્સ પણ આપવામાં ન આવી
આ ઘટના સોમવાર રાતની છે. કાંતુને કરણઘાટી ગામના પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્રથી ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે તેને એમ્બ્યુનલ્સ પણ આપવામાં આવી નહતી. અંતે પરિવારજનો તેને પ્રાઈવેટ વાહનમાં લઈને જ બાંસવાડા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં તેની પીડા વધી ગઈ હતી, ત્યારે તેઓ તેને મોહકમપુરા હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં પણ ડોક્ટર્સે તેને દાખલ કરવાની ના પાડી દીધી હતી અને તેને તુરંત બાંસવાડા લઈ જવા કહ્યું હતું.

દોઢ કલાક હોસ્પિટલની સામે જ તડપતી રહી પ્રસૂતા
કાંતુની પીડા એટલી વધી ગઈ હતી કે તેના માટે આગળની મુસાફરી કરવી મુશ્કેલ હતી. પતિ અને સાસુએ હોસ્પિટલની સામે એ હેતુથી જ ગાડી ઉભી રખાવી કે જો કોઈ જોખમ થાય તો તેને હોસ્પિટલમાં તુરંત દાખલ કરી શકાય. મહિલા દોઢ કલાક સુધી પીડાતી રહી પરંતુ ડોક્ટર્સ અને ત્યાંના હાજર નર્સિંગ સ્ટાફને સહેજ પણ દયા ન આવી.

સલૂનવાળાએ ચાદર આપી, જેનો પડદો કરીને ડિલીવરી કરાવવામાં આવી
ખૂબ કરગરવા છતા પણ હોસ્પિટલ સ્ટાફને સહેજ પણ દયા ન આવી અંતે સાસુએ જ ડિલીવરી કરાવવાનો નિર્ણય કર્યો. એક સલૂન વાળાએ માનસિંહને ચાદર આપી દીધી, જેનો પડદો કરીને ડિલીવરી કરાવવામાં આવી. પ્રસૂતિના અડધા કલાક પછી સ્વાસ્થય કેન્દ્રના મેલ નર્સ ખાનચંદે રસ્તા પર જ બાળકની નાળી કાપી અને તેમને કુલગઢ જવાની સલાહ આપીને જતા રહ્યો. પરિવારે તેમના ગામ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ પ્રસૂતાને લઈને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમને અમુક પોલીસવાળા મળ્યા અને તેમણે પ્રસૂતાની સ્થિતિ જોઈ તેને કુશલગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી.

CMHOએ કહ્યું- કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો છે
ચીફ મેડિકલ ઓફિસર ડૉ. એચ.એલ તાબિયારનું કહેવું છે કે, મોહકમપુરામાં એક જ નર્સિંગનો કર્મચારી હતો, તેથી પ્રસુતાને કુશલગઢ જવા કહ્યું હતું. જોકે ત્યાં ડોક્ટર ન હોવાથી અને પ્રસૂતાને ભરતી ન કરવા મામલે કુશલગઢના બ્લોક મેડિકલ ઓફિસરને કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો