મૈનપુરીની રિવોલ્વર રાણી:માતાએ પિતાને ગોળી મારીને સુસાઇડ કરી લીધું હતું, કરોડોની પ્રોપર્ટી માટે તમંચો લઈને ફરે છે કરિશ્મા

મૈનપુરીએક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં મંગળવારે એક યુવતી પોતાના જીન્સમાં તમંચો લઈને ફરતી પકડાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તે એક ટીચર છે. જોકે તે કઈ સ્કૂલમાં ટીચર છે એનો જવાબ પોલીસની પાસે નથી. પોલીસે તેને પકડ્યા બાદ છોડી દીધી હતી.

તેનું સત્ય જાણવા માટે ભાસ્કરે તપાસ કરી તો મોટો ખુલાસો સામે આવ્યો. યુવતી ન તો ટીચર છે કે ન તો તે તમંચો રાખવાની શોખીન. યુવતીનું નામ કરિશ્મા છે. તે સેલ્ફ ડિફેન્સ માટે પોતાની પાસે રિવોલ્વોર રાખે છે. કરિશ્માનાં માતા-પિતાનું નિધન થઈ ગયું છે અને ઘરમાં કરિશ્મા પોતાની બહેનની સાથે રહે છે.

તેની લગભગ એક કરોડની પ્રોપર્ટી માટે તેના અનેક સંબંધીઓની નજર છે. તેને આશંકા છે કે તેની પર હુમલો થઈ શકે છે. જોકે ભાસ્કર તેના દ્વારા સેલ્ફ ડિફેન્સના નામે ગેરકાયદે રીતે તમેચો રાખવાની વાતને બિલકુલ સપોર્ટ નથી કરતું. વાંચો કરિશ્માની રિયલ વાત તેના સંબંધી યોગેશ યાદવના મોઢે....

કરિશ્મા પાસેથી તમંચો લેતી પોલીસી કર્મચારી.
કરિશ્મા પાસેથી તમંચો લેતી પોલીસી કર્મચારી.

એક વર્ષ પહેલાં માતાએ પિતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી
કરિશ્માના ફૂવા યોગેશ યાદવ ફિરોઝાબાદમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે કરિશ્માના પિતા પૂરન સિંહ પ્રોપર્ટી ડીલર હતા, જ્યારે માતા સુષમા ગૃહિણી. પરિવાર અને સંબંધીઓમાં પ્રોપર્ટીનો વિવાદ એટલો વધી ગયો હતો કે કરિશ્માનાં માતા-પિતા સતત તણાવમાં રહેતાં હતાં. તેમને ડર હતો કે તેમની હત્યા થઈ શકે છે.

આ તણાવમાં વર્ષ 2021માં સુષમાએ પોતાના પતિ પૂરનને ગોળી મારી દીધી હતી, બાદમાં ઘરના ત્રીજા માળે જઈને પોતાને પણ ગોળી મારી દીધી હતી. બંનેનાં મોત થઈ ગયાં હતાં. સુષમાએ જ્યારે પતિને ગોળી મારી ત્યારે પુત્રી કરિશ્મા ત્યાં જ હતી. યોગેશ જણાવે છે કે પ્રોપર્ટીને લઈને જ હત્યા અને આત્મહત્યાની ઘટના ઘટી હતી, ત્યારે કરિશ્મા સગીર હતી.

કાકા અને મામાની નજર પ્રોપર્ટી પર
યોગેશે જણાવ્યું હતું કે પૂરન પરિવારની સાથે ફિરોઝાબાદમાં રહેતો હતો. તેમની સાથે તેમનાં માતા-પિતા પણ રહેતાં હતાં. પૂરનના ત્રણ ભાઈ છે, જેમાં બે નાના ભાઈ અશોક અને સુખવીર ફિરોઝાબાદમાં જ રહે છે. પૂરનના મોત પછી બંને ભાઈએ પૂરનના ઘર અને ખેતર પર નજર બગાડી હતી. પૂરનની ખેતીની જમીન મૈનપુરીમાં પણ છે. પૂરનના મોત પછી કરિશ્મા અને તેમની બહેન તનુના જીવને ખતરો છે. એ બાદ આ બંનેને ફિરોઝાબાદથી અન્યત્ર લઈ જવામાં આવી. કરિશ્માની પાસે હાલ લગભગ 1 કરોડથી વધુની સંપત્તિ છે.

કરિશ્માની પાસેથી તમંચો મળી આવ્યો હતો.
કરિશ્માની પાસેથી તમંચો મળી આવ્યો હતો.

2 મહિના પહેલા થયું દાદાનું મોત
યોગેશ જણાવે છે કે પૂરન-સુષમાનાં મોત અને બંને દીકરી જતી રહી એ બાદ ઘરમાં માત્ર દાદા-દાદી વધ્યાં હતાં. દાદાનું 2 મહિના પહેલાં જ મોત થયું છે. કરિશ્મા ફિરોઝાબાદ પણ વારંવાર ઘર જોવા આવે છે. હાલ તે મારી સાથે મૈનપુરીમાં રહે છે. તેના મામા સુરેશ અને જાગેશ્વર પણ મૈનપુરીના છિબરૌલીમાં રહે છે. નાની બહેન તનુ તેમની સાથે રહે છે. કરિશ્મા માત્ર હાઈસ્કૂલ સુધી જ ભણી છે. માતા-પિતા ગુમાવ્યા બાદ ઘરની જવાબદારીને કારણે તે આગળ અભ્યાસ કરી શકી ન હતી.

મામા પાસે હિસાબ માગવા ગઈ હતી કરિશ્મા
યોગેશે જણાવ્યું હતું કે કરિશ્મા મંગળવારે ખેતર જોવા જઈ રહી હતી, ત્યારે જ તેને પોલીસે પકડી હતી. તેના મામાએ ખેતરનો બધો જ પાક વેચી નાખ્યો હતો. ત્યારે તે તેનો જ હિસાબ લેવા જઈ રહી હતી. તેના મામાની નજર તેના ખેતર પર છે, એને કારણે તે ઘણી જ ચિંતિત છે. તે લોકો તેના લગ્ન પણ પરાણે કરાવવા માગે છે. એને લઈને અનેક વખત વિવાદ પણ થયો છે. આ લોકોથી બચવા માટે તે પોતાની પાસે તમંચો રાખે છે.

મંગળવાર પછી ચર્ચામાં આવી કરિશ્મા
કરિશ્મા મંગળવારે મૈનપુરીના કોતવાલી વિસ્તારના જેલ ચોકની પાસે મામાના ઘરે જઈ રહી હતી. ચેકિંગ દરમિયાન પોલીસને તેની પાસેથી તમંચો મળી આવ્યો હતો. તેને તમંચો જીન્સમાં ભરાવી રાખ્યો હતો. તમંચો જોઈને પોલીસકર્મચારીઓને આશ્ચર્ય થયું હતું. પોલીસે કરિશ્માની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...