તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન:મા-દીકરીને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો, અપહરણ પછી મા આરોપીના ઘરે પહોંચતા મારા મારી થઈ

7 મહિનો પહેલા

રાજસ્થાનના ટોંકમાં મા-દીકરીને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યોનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ મા-દીકરીને નિર્વસ્ત્ર કરી માર મારી રહી છે. પચેવર ગામમાં કશોરીનું અપહરણ થતાં નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ તેની ફરિયાદમાં લખાવ્યું હતું કે, અપહરણ અને દુર્વ્યહારના આરોપી પિતા-પુત્ર છે. આ બંને અપહરણ કરી તેમના ગામ લઈ ગયાં અને બંધક બનાવી દીધી હતી. આ ઉપરાંત સતત ચાર દિવસ સુધી તેની સાથે દુર્વ્યવહાર કરાયું હતું. આ પછી પીડિતાની મા તેની દીકરીને શોધતાં શોધતાં આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં તેને પણ બંધક બનાવી દીધી અને આરોપીના પરિવારની મહિલાઓએ મા-દીકરીને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. વીડિયો સામે આવતાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને આરોપી અને તેના પરિવારની મહિલાઓ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...