ખાડામાંથી નીકળી છોકરી:બિહારમાં 3 વર્ષની બાળકીએ કહ્યું- નાની-મમ્મીએ ગળું દબાવ્યું; મોઢામાં માટી નાખી

છપરા3 મહિનો પહેલા

બિહારના છપરામાં એક 3 વર્ષની છોકરીને જીવતી દફનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામના લોકોની મદદથી માસૂમનો જીવ બચી ગયો છે. જોકે તે જે બોલી રહી છે તેને સાંભળીને દરેકને અચરજ થઈ રહ્યું છે. છોકરીએ જણાવ્યું હતું કે તેની મા અને તેની નાનીએ જ તેને મારવાની કોશિશ કરી હતી.

છોકરીએ કહ્યું હતું કે મમ્મી-નાનીએ પહેલા ગળું દબાવ્યું, પછી મોઢામાં માટી ભરીને જમીનની નીચે દફનાવી દીધી હતી. ઘટના કોપા મરહા નદી કિનારાની છે. જ્યાં રવિવારે કેટલીક મહિલાઓ લાકડા શોધવા પહોંચી ત્યારે તેમને માટી હલતી દેખાઈ હતી. તે જોઈને મહિલાઓ ડરી ગઈ, કોઈપણ રીતે માટીને હટાવી તો અંદરથી બાળકી નીકળી.

ગામનું નામ નથી કહી રહી છોકરી
મામલાની માહિતી પોલીસને આપવામાં આવી છે. છોકરી ગામનું નામ કહી શકતી નથી. જોકે તેના આ ઘટના યાદ છે. તેણે પોલીસની સામે પણ આ માહિતી આપી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલાઓ ત્યાં પહોંચી એ સમયે છોકરીને ત્યાં દફનાવવામાં આવી હશે. તો જ આ રીતે તેની દફનાવી શકાય.

કોપા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે એએસઆઈ રવિન્દર સિંહને ઘટનાસ્થળે મોકલ્યા તો તેમણે જોયું કે ગામના લોકો છોકરીને બહાર કાઢીને પાણી પીવડાવી રહ્યા છે. છોકરીને ખૂબ જ ઈજા થઈ હતી. કોપા પોલીસે પ્રાથમિક ઉપચાર પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી હતી.

3 વર્ષની લાલીની વાત સાંભળીને દરેકને અચરજ છે.
3 વર્ષની લાલીની વાત સાંભળીને દરેકને અચરજ છે.

ફરવાનું કહીને લાવી હતી માતા- છોકરી
પોલીસે છોકરીને પોતાનું નામ લાલી અને પિતાનું નામ રાજુ શર્મા અને રેખા દેવી હોવાનું કહ્યું છે. તે કહે છે કે મારી માતા અને નાની ફરવાના બહાને મને અહીં લઈ આવ્યાં હતાં અને ગળું દાબીને મને માટીમાં દાટી દીધી હતી. હું બૂમો પાડતી હતી તો મોઢામાં માટી ભરી દીધી હતી. કોપા પોલીસે જણાવ્યું કે છોકરીના પરિવારને શોધવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...