• Home
  • National
  • Most states, including UP, Chhattisgarh and Maharashtra, are not in favor of starting schools, with special emphasis on online and distance education.

શાળા અંગે 9 રાજ્યમાંથી રિપોર્ટ / UP,છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહિત મોટાભાગના રાજ્યો શાળા શરૂ કરવાની તરફેણમાં નથી, ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશન પર વિશેષ ભાર

Most states, including UP, Chhattisgarh and Maharashtra, are not in favor of starting schools, with special emphasis on online and distance education.
X
Most states, including UP, Chhattisgarh and Maharashtra, are not in favor of starting schools, with special emphasis on online and distance education.

  • રાજ્યોએ કહ્યું- મોટાભાગની શાળામાં ક્વોરેન્ટીન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા, તેને ખાલી કરાવવા શક્ય નથી
  • કેન્દ્ર સરકાર પાસેથી ગાઈડલાઈન મળતા અને માતા-પિતાને પૂછ્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે

દિવ્ય ભાસ્કર

Jun 07, 2020, 04:46 AM IST

ભોપાલ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત મોટાભાગના રાજ્ય જુલાઈમાં શાળા ખોલવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે આમ કરવું શક્ય નથી. મોટાભાગના રાજ્યોમાં શાળાને ક્વોરન્ટીન સેન્ટર બનાવવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અને સંક્રમિતોની વધતી સંખ્યાને જોતા તે ખાલી કરાવવી શક્ય નથી.

અનેક રાજ્યો કેન્દ્રની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે. બે દિવસ બાદ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરવામાં આવશે. જોકે, અંતિમ નિર્ણય પેરેન્ટ્સને પૂછ્યા બાદ જ લેવામાં આવશે. અત્યારે ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશન પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યું છે. શાળાને લઈ દેશના 9 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશથી અહેવાલ.....

મધ્ય પ્રદેશઃ 30 જૂન સુધી રજા જાહેર, ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે
પ્રદેશમાં તમામ સરકારી અને પ્રાઈવેટ શાળામાં 30 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે શનિવારે શાળા શિક્ષણ વિભાગનો આદેશ જારી કરવામાં આવ્યો.  તેમા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી સાથે તમામ શિક્ષકોને પણ રજા રહેશે. દરમિયાન ફક્ત ઓનલાઈન અભ્યાસથી લઈ શાળાની પ્રવૃત્તિઓનું સંચાલન કરી શકાશે. બીજી બાજુ લોક શિક્ષણ અધિકારી જયશ્રી કિયાવતે જણાવ્યું કે રાજ્યમાં તમામ શાળા ખોલવા અંગે નિર્ણય લેવામાં નહીં આવે.
આ ઉપરાંત બોર્ડ તરફથી જારી આદેશોનું પાલન કરવા એક આદર્શ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનઃ સરકાર તરફથી શાળા ખોલવાની કોઈ તૈયારી નહીં
રાજયમાં વર્તમાન સમયમાં 30 જૂન સુધી ગ્રીષ્મકાલીન રજા છે. સરકાર તરફથી તમામ શાળા ખોલવાની કોઈ તૈયારી નથી. શાળાને લઈ કોઈ સમિતિની રચના કરવામાં આવી નથી. રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર તરફથી આવનારી ગાઈડલાઈનની પ્રતિક્ષા કરી રહી છે. ત્યારબાદ જ આગામી સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે.

જોકે, રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાને લઈ તારીખ જાહેર કરવી જરૂરી હતી. ત્યારબાદ રાજસ્થાન માધ્યમિક શાળા બોર્ડની 18 જૂનથી 30 જૂન સુધી 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. આ સંજોગોમાં પ્રદેશનું શિક્ષણ વિભાગ તૈયારી કરી રહ્યું છે.
ઉત્તર પ્રદેશઃ તારીખ હજુ નક્કી નથી, પણ જુલાઈ પર ધ્યાન કેન્દ્રીત છે
મુખ્ય સચિવ આરકે તિવારીએ એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે પ્રદેશની તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક, તાલીમ, કોચિંગ, સંસ્થા બંધ રહેશે. જોકે, આ દરમિયાન ઓનલાઈન કે દુરસ્થ શિક્ષણની મંજૂરી આપવામાં આવી શકે છે. બીજી બાજુ સરકારે કહ્યું છે કે શાળા ખોલવા માટે જુલાઈમાં કહેવામાં આવ્યુ છે. હજુ સુધી કોઈ તારીખ નક્કી થઈ નથી.
સરકારે જુલાઈમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ અંગે નિર્ણય કરશે. જોકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સાથે મેડિકલ અને પેરામેડિકલની ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્રઃ જ્યાં ઈન્ટરનેટ નથી, ત્યાં શાળા ખુલશે, બાકી જગ્યા પર ઓનલાઈન શિક્ષણ
કોરના સંક્રમણથી સૌથી વધારે અસર મહારાષ્ટ્રએ શાળા ખોલવા માટે યોજના પર કામ કરી રહ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે અંતરિયાળ વિસ્તારો કે જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી અને સંક્રમણ નથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શાળા ખોલવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત જૂન મહિનાથી થવી જોઈએ, જે સામાન્ય સમયમાં હોય છે. રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાને વિકસિત અને મજબૂત કરવાની જરૂર છે. જે સ્થળો પર શાળાને ખોલવામાં સમસ્યા છે ત્યાં ઓનલાઈન શિક્ષણના વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.

છત્તીસગઢઃ જુલાઈમાં નહીં ખુલે શાળા, કેન્દ્ર સાથે વાતચીત બાદ જ નિર્ણય લેવાશે
રાજ્યમાં 1લી જુલાઈથી શાળા નહીં ખુલે. રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે. શાળા શિક્ષણ બાબતના પ્રધાન પ્રેમસાય સિંહ ટેકામે કહ્યું છે કે શાળાને તૈયારી કરવામાં આવશે. ઘણીબધી શાળા એવી છે કે જે ક્વોરન્ટીન સેન્ટર કરવામાં આવી છે. તેને ખાલી કરવામાં આવશે, શાળાને સેનિટાઈઝ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી ગાઈડલાઈનની રાહ જોવામાં આવી રહી છે. માતાપિતાનું પણ કહેવું છે કે અત્યારની સ્થિતિમાં શાળા ખોલવામાં ન આવે, તેમની વાતને પણ સાંભળવામાં આવશે. ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે. શાળા શિક્ષણ વિભાગના સચિવ આલોક શુક્લાએ કહ્યું કે અત્યારે શાળા ખોલવા અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
ઝારખંડઃ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પણ શાળાઓ આ માટે આયોજન કરી રહી છે
રાજ્ય સરકાર તરફથી હજુ સુધી શાળા ખોલવાને લઈ કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. ઓનલાઈન અભ્યાસ થઈ રહ્યો છે. સૌથી મોટી સમસ્યા સરકારી શાળાના બાળકોને લઈ છે. તેમની પાસે સ્માર્ટ ફોન નથી.
આ સંજોગોમાં વધારે મુશ્કેલી આવી રહી છે. તેઓ અભ્યાસ કરી શકતા નથી. જોકે, શાળા જાતે જ આયોજન કરી રહી છે. પણ હજુ સુધી નક્કી નથી થયું.

ચંડીગઢઃ જુલાઈ કે ઓગસ્ટમાં શાળા ખોલવા અંગે વિચારણા
શહેરમાં શાળા ખોલવા માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આ માટે વિચારણા કરી શકાય છે.અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. 

હરિયાણાઃ ત્રણ તબક્કામાં શાળા ખુલશે, 7 જૂન સુધી માંગ્યો અહેવાલ
શિક્ષણ વિભાગે તમામ જીલ્લા શિક્ષણ અધિકારીઓને કમિટી તૈયાર કરી 7 જૂન સુધી અહેવાલ આપવા કહેવામાં આવ્યુ છે. સરકારે માન્યુ છે કે કોરોનાનો અંત નહીં આવે. આ સંજોગોમાં તેની સાથે કામકાજ કરવાની આદત પાડવી પડશે. બીજી બાજુ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઘરે જ સંશાધનો અભાવ છે. આ સંજોગોમાં ડિજિટલ માધ્યમથી અભ્યાસ નહીં કરી શકાય.

શિક્ષણ પ્રધાન કંવરપાલ ગુર્જરે કહ્યું કે ત્રણ તબક્કામાં શાળા ખુલશે. પહેલા તબક્કામાં 9માં થી 12માં ધોરણનો અભ્યાસ થશે. જ્યારે આ ધોરણાના બાળકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સ્વચ્છતાની આદતને સમજશે ત્યારબાદના તક્કામાં પરવાનગી આપવામાં આવશે. જોકે શાળા ક્યારે ખુલશે તેને લઈ હજુ કંઈ સ્પષ્ટ નથી.

બિહારઃ શાળા ખોલવા માટે 10 મુદ્દાને લઈ અહેવાલ માંગવામાં આવ્યો
રાજ્યમાં શાળા-કોલેજો ખોલવાની તારીખ જુલાઈમાં નક્કી થશે. જૂનની સ્થિતિની સમિક્ષા બાદ શાળા, કોલેજ અને કોચિંગ વગેરે ખોલવા અંગે નિર્યણ લેવામાં આવશે. શાળા ખોલવા માટે 10 મુદ્દા અંગે શિક્ષણ વિભાગે જિલ્લા પાસેથી 7 જૂન સુધીમાં અહેવાલ માંગ્યો છે. આ માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓને વિદ્યાલય સંચાલન મંડળના સભ્યો સાથે ચર્ચા કરી અહેવાલ આપવાનો છે.

પંજાબઃ હજુ કોઈ નિર્ણય લેવાનો નથી, 30 જૂન સુધી લોકડાઉન
પંજાબમાં શાળાને ખોલવા માટે સરકાર તરફથી હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં 30 જૂન સુધી લોકડાઉન છે. પંજાબ શાળા શિક્ષણ બોર્ડે ધોરણ 5,8, 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર એક ધોરણ માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ સંજોગોમાં રાજ્યમાં શાળા ખોલવાને લઈ હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. રાજ્ય કેન્દ્રની ગાઈડલાઈનની રાહ જુએ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી