CJIનું નિવેદન:મોટાભાગના લોકો મૌન રહીને પીડા સહે છે, કોર્ટ સુધી ઓછા જ પહોંચે છે

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીની બેઠક
  • મોદીએ કહ્યું, વિચારાધીન કેદીઓની મુક્તિ જલ્દી થાય, સુગમ ન્યાય જરૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યાયની સુગમતાને જીવન જીવવા અને વેપારની સુગમતા જેટલી જ મહત્ત્વપૂર્ણ ગણાવી છે. તેઓએ કાયદાકિય મદદની રાહ જોઈ રહેલા જેલોમાં બંધ વિચારાધીન કેદીઓની મુક્તિ પ્રક્રિયામાં ઝડપ લાવવા ન્યાયતંત્રથી આગ્રહ કર્યો.

પીએમ નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીની પહેલી બેઠકમાં બોલી રહ્યા હતા. બીજી તરફ, સીજેઆઇ એનવી રમન્નાએ કહ્યું, મોટાભાગના લોકો જાગૃતતા અને જરૂરી માધ્યમોના અભાવમાં મૌન રહીને પીડી સહન કરે છે. કોર્ટ સુધી ઓછા લોકો પહોંચી શકે છે.

જેલોમાં કેદ 76 ટકા કેદી વિચારાધીનઃ એનસીઆરબીના 2020માં આવેલી પ્રિઝન સ્ટેટસ્ટિક્સ ઈન્ડિયા રિપોર્ટ અનુસાર, દેશની જેલોમાં 4,88,511 કેદીઓ છે. તેમાંથી 76 ટકા એટલે કે 3,71,848 કેદીઓ વિચારાધીન છે.

ન્યાયતંત્રના દરવાજા દરેક વ્યક્તિ માટે ખુલ્લા: PM
પ્રધાનમંત્રીએ કહ્યું, લોકોને વિશ્વાસ એવો છે કે દરેક સામાન્ય વ્યક્તિ માને છે કે તેના માટે ન્યાયતંત્રના દરવાજા હંમેશા ખુલ્લા છે. છેલ્લા 8 વર્ષમાં સરકાર ન્યાયિક પાયાનું માળખું અને ન્યાય વિતરણ તંત્રને મજબૂત કરી રહી છે. જિલ્લા કોર્ટોમાં વીડિયો કોન્ફરન્સિંગથી 1 કરોડથી વધુ કેસની સુનાવણી કરવામાં આવી. પ્રધાનમંત્રીએ વિચારાધીન કેદીઓની મુક્તિ સંબંધી કેમ્પેન ચલાવવા માટે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના વખાણ કર્યા.

અન્ય સમાચારો પણ છે...