વિશ્વમાં સૌથી વધુ યુવાનોની વસતી ધરાવતા આપણા દેશ માટે સારા સમાચાર છે. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ-2023 અનુસાર આપણા 22-25 વર્ષના 56% યુવાનો નોકરી માટે લાયક છે. જે દરેક વયજૂથમાં સૌથી વધારે છે. દેશના 3.75 લાખ ઉમેદવારો વીબૉક્સ નેશનલ એમ્પ્લોયબિલિટિ ટેસ્ટ (ડબ્લ્યુનેટ) અને 15થી વધુ ક્ષેત્રની 150 કંપનીઓને આવરી લેતા ઇન્ડિયા હાયરિંગ ઇન્ટેન્ટ સરવેમાં આ તારણો સામે આવ્યાં છે. સરવે અનુસાર દેશના 50.3% લોકો નોકરી માટે યોગ્ય છે. જે ગત સાત વર્ષમાં સૌથી વધુ છે. 2022ના રિપોર્ટમાં આ આંકડો 46.2% હતો.
રાજસ્થાનની મહિલાઓ રોજગારની યોગ્યતામાં દેશમાં મોખરે...
સૌથી પાવરધા; નોકરી માટે બી.કૉમ. કરતાં બી.ટૅક ડિગ્રીવાળા વધુ લાયક
ઇન્ડિયા સ્કિલ્સના ગત રિપોર્ટમાં બી.ટેક્ કરનારા નોકરી માટે સૌથી લાયક જણાયા હતા. પણ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર બી.કૉમ.વાળા આગળ નીકળી ગયા છે. બી.કૉમ. ડિગ્રીધારી 61% યુવાનો નોકરી માટે લાયક છે જ્યારે બી.ટેક્ની ડિગ્રી ધરાવનારાઓમાં આ પ્રમાણ 57% છે. છેલ્લાં 7 વર્ષમાં પહેલીવાર બી.કૉમ.વાળા આગળ નીકળ્યા છે. એમબીએ ડિગ્રીધારીઓ સતત બીજા વર્ષે બીજા નંબરે છે.2022ના રિપોર્ટમાં 55% જ લાયક હતા જ્યારે લેટેસ્ટ આંકડો 60% થઈ ગયો છે. બી.ફાર્મ. (57.51%)વાળા યાદીમાં ત્રીજા ક્રમે,બી.એ. (49.20%)વાળા 5મા ક્રમે, બી.એસસી. (37.69%)વાળા 6ઠ્ઠા ક્રમે, આઇટીઆઇ (34%)વાળા 7મા ક્રમે છે.
આ સેક્ટર્સમાં સોનેરી તકો...
નોકરી માટે સૌથી યોગ્ય; યુપી તથા મહારાષ્ટ્રના યુવાનો બીજા વર્ષે મોખરે દેશમાં સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તરપ્રદેશમાં નોકરી માટે લાયક લોકોની સંખ્યા સૌથી વધારે છે. અહીં 72.7% લોકો નોકરી માટે લાયક છે. મહારાષ્ટ્ર 69.8% સાથે બીજા ક્રમે છે. ઇન્ડિયા સ્કિલ્સના ગત વર્ષના રિપોર્ટમાં પણ મહારાષ્ટ્ર અને યુપી ટૉપ-2માં સામેલ હતા. તાજા રિપોર્ટમાં દિલ્હી ત્રીજા, આંધ્ર પ્રદેશ ચોથા, રાજસ્થાન 5મા, કર્ણાટક 6ઠ્ઠા, તેલંગાણા 7મા, પંજાબ 8મા, ઓડિશા 9મા અને હરિયાણા 10મા ક્રમે છે. જ્યારે 0-26 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજની અપેક્ષા રાખનારા સૌથી વધુ તમિલનાડુમાં છે. આ યાદીમાં મહારાષ્ટ્ર બીજા અને યુપી ત્રીજા ક્રમે છે. 2.6 લાખ કે તેથી વધુ સેલેરી પેકેજવાળાઓમાં આંધ્ર પ્રદેશ ટૉપ પર છે. કર્ણાટક બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે.
બેંગલુરુ, ચેન્નઈ જૉબ માટે લોકોના સૌથી મનપસંદ શહેર બન્યાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.