તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than One Crore Vaccines Were Given To Corona Today, The Total Number Of Vaccinations Crossed 62 Crore.

વેક્સિનેશનનો નવો રેકોર્ડ:કોરોનાની આજે એક કરોડથી વધારે વેક્સિન અપાઈ, કુલ વેક્સિનેશનનો આંકડો પહોંચ્યો 62 કરોડને પાર

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)

દેશમાં શુક્રવારે કોરોના વેક્સિનનો નવો રેકોર્ડ બન્યો છે. મળેલી માહિતી પ્રમાણે ભારતમાં 27 ઓગસ્ટના રોજ એક કરોડથી વધારે લોકોને વેક્સિન લગાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. જ્યારે 26 ઓગસ્ટના રોજ દેશમાં 24 કલાકમાં 79.48 લાખ વેક્સિન લગાવવામાં આવી હતી. તેને લીધે વેક્સિનનો આંકડો 61.22 કરોડને પાર થઈ ગયો હતો.

આ ઉપલબ્ધિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે વિક્રમજનક વેક્સિનેશન થયું છે. એક કરોડની સંખ્યાને પાર કરવી તે એક ખાસ ઉપલબ્ધિ છે. વેક્સિન લગાવનારા અને આ અભિયાનને સફળ બનાવનારને અભિનંદન.

દેશમાં સતત બીજા દિવસે 40 હજારથી વધારે કેસ આવ્યા

દેશમાં કોરોના સંક્રમણની ઝડપ છેલ્લા બે દિવસમાં વધી છે. છેલ્લા 24 કલાકમાં 44,543 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. આ સમય દરમિયાન 32,920 દર્દી સાજા થયા છે અને 493 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી બાજુ એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠલ રહેલા દર્દીઓની સંખ્યામાં 11,125 જેટલો ઉછાળો આવ્યો ચે. અત્યારે દેશમાં 3.38 લાક દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં બુધવારે 46,280 કેસ આવ્યા હતા.

સૌથી વધારે કેસ કેરળમાંથી આવ્યા છે. અહીં ચેલ્લે બે દિવસથી 30 હજારથી વધારે સંક્રમિતો મળી રહ્યા છે. ગુરુવારે 30,077 કેસ આવ્યા હતા. આ અગાઉ અહીં બુધવારે 31,445 કેસ આવ્યા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા આ પ્રમાણે છે...
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 44,543
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયેલા દર્દીઃ 32,920
છેલ્લા 24 કલાકમાં કુલ મોતઃ 493
અત્યાર સુધીમાં કુલ સંક્રમિત થયેલાઃ 3.26 કરોડ
અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઃ 3.18 કરોડ
અત્યાર સુધીમાં કુલ મોતઃ 4.36 લાખ
અત્યારે સારવાર હેઠલ રહેલા દર્દીની કુલ સંખ્યાઃ 3.38 લાખ