તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than A Thousand Cases Have Been Registered Under The IT Act, Which Came To An End Seven Years Ago, The Court Said.

સુપ્રીમ કોર્ટ પણ હેરાન:IT એક્ટ જે 7 વર્ષ પહેલા નાબુદ થયો, તે અંતર્ગત એક હજારથી વધુ કેસ નોંધાયા, કોર્ટે કહ્યું- ગજબ છે

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2015માં સુપ્રીમ કોર્ટે IT એક્ટની કલમ 66Aને નાબુદ કરી હતી

સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાની સમક્ષ આવેલી માહિતીને લઈને આશ્વર્ય જાહેર કર્યું. NGO પીપુલ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ(PUCL)એ કહ્યું કે 2015માં સુપ્રીમ કોર્ટે IT એક્ટની જે ધારા 66Aને નાબુદ કરી હતી, તે અંતર્ગત 7 વર્ષમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે.

PUCLમાંથી મળેલી માહિતી મુજબ જસ્ટિસ આર નરીમન, જસ્ટિસ કે એમ જોસેફ અને જસ્ટિસ બી આર ગવઈની બેન્ચે કહ્યું કે આ હેરાન કરનારી વાત છે. અમે નોટિસ ઈસ્યુ કરીશું. આ ગજબની વાત છે. જે પણ ચાલી રહ્યું છે, તે ભયાનક છે.

સુપ્રીમ કોર્ટે 2015માં આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે 24 માર્ચ 2015ના રોજ ઐતિહાસિક ચુકાદો સંભળાવતા IT એક્ટની ધારા 66Aને ખત્મ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કાયદો ધૂંધળો, ગેરબંધારણીય અને બોલવાની આઝાદીના અધિકારનું ઉલ્લંઘન છે. આ કાયદા અંતર્ગત ઓનલાઈન પ્લેટફોર્મ પર આક્રમક કે અપમાનજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા પર પોલીસને યુઝરને ધરપકડ કરવાનો અધિકાર હતો.

NGOએ કોર્ટને કહ્યું- લોકો પરેશાન થઈ રહ્યાં છે, કેન્દ્રને કહો ડેટા એકત્રિત કરે
PUCLએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે કેન્દ્રને આ સંબંધમાં નિર્દેશ આપે. કેન્દ્ર તમામ પોલીસ સ્ટેશનને કહે કે આ કલમ અંતર્ગત કેસ નોંધવામાં ન આવે. PUCLએ કહ્યું જોવો કેસ કઈ રીતે આગળ વધી રહ્યાં છે. લોકો હેરાન થઈ રહ્યાં છે. કેન્દ્રને નિર્દેશ આપો કે આ અંતર્ગત ચાલી રહેલી તમામ તપાસ અને કેસ વિશે ડેટા એકત્રિત કરે. જે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના ડેટા પણ એકત્રિત કરવામાં આવે.

PUCL તરફથી વરિષ્ઠ વકીલ સંજય પારીખે કહ્યું કે જ્યારે 2015માં 66A કલમને ખતમ કરવામાં આવી હતી, ત્યારે આ અંતર્ગત નોંધાયેલા 229 કેસ પેન્ડિંગ હતા. આ કલમને ખતમ કરવામાં આવ્યા પછીથી 1307 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 570 કેસ હાલ પણ પેન્ડિંગ છે, જ્યારે 2019માં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે 66Aને ખત્મ કરવાના આદેશની કોપી દરેક જિલ્લા કોર્ટને સંબંધિત હાઈકોર્ટના માધ્યમથી પહોંચાડવામાં આવે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યસચિવોને પણ તેની કોપી મોકલવામાં આવે. તે પછી આ માહિતી દરેક પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે. આ આદેશ છતાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યાં છે અને કોર્ટમાં ટ્રાયલ પણ ચાલી રહ્યાં છે.